મહિલાએ કરી નાની એવી ભૂલ છતાં પણ બની ગઈ 54 લાખ રૂપિયાની માલકિન, જાણો કઈ રીતે ?…

6

એક ભૂલ ઘણી વખત લોકોને ભારે પડી જાય છે પરંતુ અમેરિકામાં એક મહિલાની ભૂલએ એને લખપતિ બનાવી દીધી છે. જે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બનેલી છે. આ મહિલાની એક ભૂલ એના માટે વરદાન બની ગઈ.

હકીકતમાં, અમેરિકાના મીશીગનમાં રહેનારી ઈંટોઈનેટ ઔસલી નામની મહિલાએ એક નાની ભૂલ કરી નાખી પરંતુ છતાંપણ એ લાખો રૂપિયા જીતી ગઈ. તમને જણાવી દઈએ કે, ઈંટોઈનેટ ઔસલીને લોટરીમાં પૈસા લગાવવાનો ખુબજ શોખ છે.

દર વખતની જેમ આ વખતે પણ એમણે પોતાના બાળકની જન્મ તારીખ અને ઉંમરના આંકડા પસંદ કરીને લોટરી ખરીદી લીધી. એ દિવસે એમણે પોતાના એક બાળકની જન્મ તારીખ ૨૦ની જગ્યાએ ૧૯ નંબરને લોટરી માટે પસંદ કર્યો.

ઈંટોઈનેટ ઔસલીએ મિશિગનની ચર્ચિત લોટરી ફૈંટસી ફાઈવની ટીકીટ ખરીદી હતી. જે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ત્યાં ઉપલબ્ધ છે. હવે એને દુર્ભાગ્ય કહો અથવા સૌભાગ્ય કે ઔસલીએ એક વખત જે ટીકીટ ખરીદ્યા એમના આંકડાઓના પસંદગીમાં એમણે પોતાના બાળકની જન્મની તારીખ ખોટી લખી નાખી.

ઈંટોઈનેટ ઔસલીએ લોટરીમાં રૂપિયા લગાવ્યા અને ભૂલી ગઈ. જયારે ઔસલીએ લોટરી એપ પર પરિણામ જોયું તો એ ખુશીથી જુમવા લાગી. વિજેતા તરીકે એમના નામની ઘોષણા કરવામાં આવી હતી. ઔસલીની આ ભૂલથી એમને ૫૪ લાખ રૂપિયા જીતી ગઈ. મિશિગનની લોટરી સાથે જોડાયેલા અધિકારીઓએ પણ એની ખાતરી કરી છે.

ઔસલીએ જણાવ્યું કે ભૂલથી એણે પોતાના બાળકની જન્મતારીખ ખોટી લખી નાખી હતી. હવે તો એ ૫૪ લાખ રૂપિયા જીતી ચુકી છે. ઔસલીએ કહ્યું, આટલી મોટી રકમ જીત્યા પછી હું ઘણી ખુશ છું અને એક મકાન ખરીદવાનું પ્લાન કરી રહી છું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment