મહેશ આનંદનું નિધનનું રહસ્ય આવ્યું સામે, ઘણા દિવસો સુધી અન્નનો દાણો ખાધો ન હતો, મૃત શરીર પાસેથી મળી આવી દારૂની બોટલો…

41

90 ના દશકાના મશહુર વિલન એક્ટર મહેશ આનંદનું 9 ફેબ્રુઆરીએ મુંબઈમાં પોતાના એપાર્ટમેન્ટમાં તેમનું મૃત્યુ થયું. હવે મહેશની પોસ્ટમોર્ટમ રીપોર્ટ સામે આવી ગઈ છે. રીપોર્ટના આધારે ડેથ નેચરલ છે.

પોલસના જણાવ્યા અનુશાર એકટરની પત્ની “રુસ” માં રહે છે.તે સોમવારે થયેલા અંતિમસંસ્કાર હાજર થઇ હતી. પોલીસના કહેવા મુજબ શનિવારે જયારે મેડ આ એક્ટરના ઘરમાં આવી તો દરવાજો નોક હોવાથી કઈ જવાબ ન મળ્યો. ત્યાર પછી પોલીસને આ વાતની જાણ કરવામાં આવી.

આનંદ ઘરમાં ટ્રેક શૂટ પહેરલી હાલતમાં મળ્યા. બોડીની પાસે એક જમવાની પ્લેટ મળી જેને જોઇને લાગી રહ્યું હતું કે તેઓ થોડું જમ્યા હશે. દારૂની એક બોટલ પણ બોડી પાસે મળી આવી હતી. એક્ટરના ઘરની બહાર એક લંચ બોક્સ મળ્યું. રીપોર્ટ મુજબ એવું કહેવામાં આવે છે કે મહેશ આનંદ ઘણા દિવસો સુધી જમ્યા નહિ હોઈ.

મહેશે ફિલ્મ શહંશાહ, મજબુર, સ્વર્ગ, થાનેદાર, વિશ્વાતમા, ખુદ્દાર, વિજેતા અને કુરુક્ષેત્ર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હા પણ, પાછળના ઘણા વર્ષોથી તેને કામ મળી રહ્યું ન હતું. 18વર્ષ બાદ નિર્દેશક પહલાઝ નિહલાનીએ તેને પોતાની ફિલ્મ રંગીલા રાજા માં 6 મીનીટનો રોલ કરવા માટે આપ્યો હતો.

રીપોર્ટની જાણકારી અનુસાર એક્ટર મહેસ આનંદ લાંબા સમયથી એકલા જ રહેતા હતા, શરાબની બહુ જ આદત થઇ ગઈ હતી. અને ફિલ્મો ન મળવાને કારણે ડીપ્રેસનમાં હતા. મહેશ એક ટ્રેડ ડાન્સર હતા અને પ્રોફેશનલ લેવલ પર તેને પર્ફોમન્સ પણ આપ્યું હતું.

એક વેબસાઈટ સાથે વાતચીતમાં શક્તિ કપૂરે મહેશને લઈને જણાવ્યું હતું કે, “મહેશ કામ ન મળવાના કારણે ડિપ્રેસનમાં રહેતો હતો અને તેને દારૂની લત લાગી ગઈ હતી. તે નશામાં લોકોને ફોન લગાડી દેતા હતા. પહલાજ્જીએ તેને ફિલ્મના ક્લાયમેક્સમાં થોડી મિનિટોનો એક રોલ દીધો હતો જે તેણે સારી રીતે નિભાવ્યો હતો. ફિલ્મની શુટીંગ દરમ્યાન પહલાજ્જીએ તેને દારૂ પીવાની મનાઈ કરી હતી પણ મહેશે તેની વાત ન સ્વીકારી. એક્ટર ગેવિન પેકાર્ડ પણ દારૂના આદતના કારણે પોતાની જીંદગી ખોઈ બેઠા હતા.”

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment