મહેમાનોએ શગુન આપવાની ના પાડી તો દુલ્હને તોડી નાખ્યા લગ્ન, કારણ જાણીને તમે પણ થઇ જશો સ્તબ્ધ…

7

14 વર્ષથી જે છોકરાને પ્રેમ કરતી હતી, તેને પોતાનો સબંધ થોડા દિવસો પહેલા જ તોડી નાખ્યો, કારણ ફક્ત એટલું જ હતું કે જે લોકોએ તેને પોતાના લગ્નમાં બોલાવ્યા હતા, તેઓએ શગુનમાં પૈસા દેવાની ના પાડી. પણ મોટો સવાલ એ છે કે જો મહેમાનોએ પૈસા આપવાની ના પાડી, તો તેમાં તે છોકરાનો શું ભૂલ હતી જે તેને નાનપણથી પ્રેમ ખુબ જ પ્રેમ કરતો હતો ?

સોશ્યલ મીડિયા સાઈટ ‘મ્મ્સનેટ’ પર એક વ્યક્તિએ સુજૈન નામની મહિલાનો ફેસબુક પોસ્ટ શેર કરી છે. આ મહિલાએ ખુદ એ વાતનું એલાન કર્યું છે કે તેને આખરી સમયમાં પોતાના લગ્ન તોડી નાખ્યા હતા. આ જ નહિ પણ લાંબા પોસ્ટમાં એ પણ જણાવ્યું કે તેને પોતાના દીકરાના પિતાથી લગ્ન કરવાનો નિર્ણય શા માટે કર્યો.

સુઝેને જણાવ્યું કે તે જે વ્યક્તિ સાથે લગ્ન કરવા જી રહી હતી, તે તેને ત્યારથી પ્રેમ કરતી હતી જયારે તે અંદાજે 14 વર્ષની હતી. બંનેએ એક જ કોલેજમાં દાખલો લીધો. 18 વર્ષની ઉમરમાં તે વ્યક્તિએ સુઝેનને પ્રપોઝ કર્યું અને વીટી પહેરાવી. જયારે સુઝેન 2૦   વર્ષની હતી ત્યારે બંનેના બાળકનો જન્મ થયો. ત્યાર બાદ બંનેએ નિર્ણય લીધો કે તે પોતાનું ભણતર પૂરું કરશે

સુઝેન અને તેની મંગેતરે મળીને એ નિર્ણય લીધો કે ભણતરની સાથે સાથે તે પોતાની ‘ડ્રીમ વેડિંગ’ માટે પૈસા પણ જોડશે. જયારે તેનું ભણતર પૂરું થયું ત્યારે તેની પાસે કુલ 15000 ડોલર એટલે કે અંદાજે સાડા 10 લાખ રૂપિયા જમા થઇ ગયા હતા. પણ લગ્નનો ખર્ચ 42 લાખ રૂપિયા સુધીનો બેઠો.

સુઝેન પોતાના ડ્રીમ વેડિંગ સાથે કોઈ પણ પ્રકારનો સમજોતા કરવા માગતી ન હતી. પછી, જેટલા પણ લોકોને તેને લગ્નનું કાર્ડ મોકલ્યું તે વિનંતી કરી કે તે ભેટમાં દોઢ લાખ રૂપિયા આપે. દુલ્હનની બેસ્ટ ફ્રેન્ડે વચન આપ્યું કે તે તેને સાડા ત્રણ લાખ રૂપિયા આપશે. અને સુઝેનના એક્સ બોયફ્રેન્ડે પણ આશ્વાસન આપ્યું કે તે લગ્ન માટે બે લાખ રૂપિયા આપશે. થોડાક મહેમોએ પણ મદદની વાત કરી. અહિયાં સુધી તો બધુ બરોબર ચાલી રહ્યું હતું.

પણ જેવા જ લગ્નની તારીખ નજીક આવી, સુઝેનની બેસ્ટ ફ્રેન્ડે લગ્નમાં આવવા અને કોઈ પણ પ્રકારની મદદ કરવા માટે ના પડી દીધી. આ જ કામ તેના એક્સ બોયફ્રેન્ડે કર્યું. ધીરે ધીરે ઘણા બીજા મહેમાનોએ પણ આમંત્રણ ઠુકરાવી દીધું. પરેશાન થઈને સુઝેને નવી શરૂઆતથી આમંત્રણ મોકલ્યું પણ ફક્ત આઠ લોકોએ જ આમંત્રણ સ્વીકાર કર્યું. પૈસાનો બંદોબસ્ત ના થતો જોઇને સુઝેન પરેશાન થવા લાગી.

ડ્રીમ વેડિંગને લઈને સુઝેન એટલી આશક્ત બની ગઈ કે તેનો ગુસ્સો, ચીડચીડિયાપણાથી તેનો મંગેતર પણ પરેશાન થવા લાગ્યો. ધીરે ધીરે તેને સુઝેનથી દુરી બનાવી લીધી અને ઘરેથી પણ મોડો આવવા લાગ્યો. સુઝેનને શંકા થવા લાગી કે તેનો મંગેતર પર તેને ધોખો દઈ રહ્યો છે. પરિણામે, તેને બ્રેક અપ કરી લીધું. સુઝેને એ પણ જણાવ્યું કે હવે તે સોશ્યલ મિડીયાથી દુર થઇ જશે અને બે મહિના સોલો ટ્રીપ પે જશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment