મહેલથી પણ ઓછું નથી દલાઈ લામાનું ઘર, અંદર લાગેલી છે બે લાખ મૂર્તિઓ, જુઓ ફોટાઓ…

30

14 માં દલાઈ લામા તિબ્બતના રાષ્ટ્રઅધ્યક્ષ અને આધ્યાત્મિક ગુરુ છે. ચીની કબ્જાવાળા તીબ્બ્તથી નિર્વાસિત બોદ્ધ ધર્મ ગુરુ દલાઈ લામા પાછલા 59 વર્ષોથી ભારતમાં જ રહી રહ્યા છે. જણાવી દઈએ કે, દલાઈ લામા વર્ષ 1959માં ભારતમાં શરણ લેવા આવ્યા હતા. પણ આજે પણ તેનું ઘર તિબ્બતમાં છે જે પોટલા પેલેસના નામથી ઓળખવામાં આવે છે. આ ઘરની ભવ્યતા જોઇને તમે બસ જોતા જ રહી જશો, એટલા માટે આવશ્યક છે કે તમારે આ 1000 રૂમવાળા દલાઈ લામાના ભવ્ય ઘર વિશે જાણવું.

તિબ્બતની મુક્તિ માટે અહીંસક સંઘર્ષ ચાલુ રાખવા માટે દલાઈ લામાને વર્ષ 1989 માં શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો. આજે પણ દલાઈ લામાંનુ ઈ ઘર તિબ્બતમાં છે અને તેને પોટલા પેલેસના નામથી ઓળખવામાં આવે છે. તેનું પૂરું કન્ટ્રકશન તિબ્બતી વસ્તુ શેલી અનુસાર કરવામાં આવી છે અને તેને પહાડ પર બનાવવામાં આવ્યું છે.

પોટલા પેલેસને યુનેસ્કોએ વૈશ્વિક ધરોહરમાં પણ સમાવેશ કરી છે. ચીનના સરકારી ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર તેના સોંદર્યકરણ પર અંદાજે 15 લાખ ડોલર ખર્ચ આવશે. આપને જણાવી દઈએ કે હાલમાં જ ચીને દલાઈ લામાના ઘરના આ સોંદર્યકરણની વાત કરી હતી.

દલાઈ લામાનો મહેલ અંદાજે 13 માળ ઉચો છે. અંદાજે એક હજારથી વધારે રૂમ છે અને ખાસ વાત એ છે કે તેમાં લગભગ બે લાખ મૂર્તિઓ અને દસ હજાર મઠ બન્યા હતા.

તેનું મહેલ નિર્માણનું કાર્ય 1945માં શરુ થયું હતું. આ મહેલ તિબ્બતના રાજા સોન્ગ્ત્સકાબુએ થાંગ રાજ્વાશની રાજકુમારી વનછડની સાથે લગ્ન માટે બનાવ્યો હતો. 17મી સદીમાં તેનું બીજીવાર નિર્માણ થયું અને બાદમાં આ ઘણી પેઢીઓને દલાઈ લામાનું આવાસ બનાવવામાં આવ્યું. તે તિબ્બતના રાજનીતિક અને ધાર્મિક મિશ્રિત શાસન કેન્દ્ર હતું.

આ તિબ્બતના સૌથી મહત્વપૂર્ણ દર્શનીય સ્થળોમાં સામેલ છે. તેને જોવા માટે દુનિયાભર માંથી પર્યટક પહોચે છે. પાછલા વર્ષે એક કરોડ, 37 લાખ પર્યટક અહિયાં નોંધવામાં આવ્યા હતા, પણ અહિયાં રોજેરોજ 1600 પર્યટક જ જઈ શકે છે.

પોટાલા મહેલમાં ઘણી અમુલ્ય ચીજ વસ્તુઓ છે એટલે આ દેશ કલાકૃતિનો ખજાનો માનવામાં આવે છે. આ મહેલ ચીનના તિબ્બત સ્વાયત્ત પ્રદેશની રાજધાની લ્હસા શહેરના કેન્દ્રમાં સ્થિત છે. મહેલનું ક્ષેત્રફળ ૩ લાખ 60000 વર્ગ મીટર (41 હેક્ટર) છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment