મહાસાગરથી નહિ, પણ તળાવથી થઇ પૃથ્વી પર જીવનની શરૂઆત, જાણો રસપ્રદ માહિતી…

23

બ્રહ્માંડ વિશે વૈજ્ઞાનિક સતત રીસર્ચ કરતાં રહે છે પરંતુ હજુ સુધી સ્પષ્ટ રૂપથી જણાવી નથી શક્યા કે ખરેખર પૃથ્વી પર જીવનની શરૂઆત કઈ રીતે થઇ. વૈજ્ઞાનિકોનો દાવો છે કે પૃથ્વી પર જીવનની શરૂઆત જળથી થઇ  અને કહેવામાં આવે છે કે મહાસાગરમાં સૌથી પહેલા જીવન શરૂ થયું હશે. જો કે, હાલમાં જ થયેલ એક સ્ટડીમાં એનાથી અલગ વાત કહેવામાં આવી છે. એમાં કહેવામાં આવ્યું છે કે પૃથ્વી પર જીવનની શરૂઆત માટે નાના તળાવ વધારે અનુકુળ હતા. રીપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે પાણીમાં ૧૦ સેન્ટી મીટરની ઊંડાઈમાં નાઈટ્રોજન ઓક્સાઈડની સારું પ્રમાણ હોય છે જે જીવનની શરૂઆત માટે યોગ્ય વાતાવરણનું નિર્માણ કરે છે.

મૈસાચુસેટ્સ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીની રીપોર્ટ અનુસાર સમુદ્રની ઊંડાઈમાં નાઈટ્રોજન સરળતાથી નક્કી નથી હોતો અને એટલા માટે લાઈફ કૈટલાઈજિંગ મુશ્કેલી થાય છે. શોધકર્તા સુકૃત રંજનએ કહ્યું, ‘જીવનની શરૂઆત માટે નાઈટ્રોજન ફિક્સિંગ જરૂરી છે અને આ દરિયાની અંદર સંભવ નથી.’ પાણીમાં નાઈટ્રોજન રહેલ હોય છે અને એના તુટવા માટે ધરતીનું વાતાવરણની જરૂરિયાત હોય છે. વાયુમંડળમાં રહેલ નાઈટ્રોજન ત્રણ બોન્ડથી બંધાયેલ હોય છે અને એટલા માટે તુટવા માટે વધારે એનર્જીની જરૂરિયાત હોય છે.’

એમણે કહ્યું, ‘એ સમયે વાયુમંડળ માં લાઈટિંગ દ્વારા નાઈટ્રોજિન ફિક્સ થઈને મહાસાગરમાં વરસાદ દ્વારા પાડીને જીવનની શરૂઆત કરી શકતું હતું પરંતુ  એ એટલા માટે સંભવ નથી કેમકે મહાસાગરમાં નીચે રહેલ આયરન આ ફિક્સ્ડ નાઈટ્રોજનથી જીવનના કારણને ખત્મ કરી નાખત. જીવન માટે બધી જરૂરિયાતો માત્ર ઉથલા પાણીમાં જ પૂરી થઇ શકતી હતી.’ એમનું કહેવું છે કે તળાવમાં નાઈટ્રોજન ઓક્સાઈડનું સારું કોન્સ્ટ્રેશન બની શકે છે. તળાવમાં અલ્ટ્રા વાઇલટ રેજ અને આયરનનો પણ પ્રભાવ ઓછો હોય છે એટલા માટે નાઈટ્રોજન RNA સાથે મળીને જીવનની શરૂઆત કરવામાં વધારે સક્ષમ થાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment