મહાભારતમાં એક નહિ ત્રણ ત્રણ કૃષ્ણ હતા, તમને આશ્ચર્યચકિત કરી દેશે આ રહસ્ય….

5

મહાભારતમાં ઘણા રહસ્ય છુપાયેલા છે. એમાંથી અમુક તો લોકો જાણે છે, જયારે ઘણા એવા રહસ્ય પણ છે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. આજે અમે તમને એક એવા જ રહસ્ય વિષે જણાવા જઈ રહ્યા છીએ, જે ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલ છે.

એમ તો શ્રીકૃષ્ણ વિશે બધા જાણે છે કે એ ભગવાન વિષ્ણુના અવતાર હતા અને મહાભારત યુદ્ધના સૌથી મોટા સૂત્રધાર, પરંતુ શું તમે એ જાણો છો કે મહાભારત કાળમાં એક નહિ પરંતુ ત્રણ ત્રણ કૃષ્ણ હતા?

મહાભારતના એક કૃષ્ણ વિશે તો તમે જાણી ચુક્યા, પરંતુ બીજા કૃષ્ણ વિષે જાણીને તમે ચોકી જશો. આ નિજ કૃષ્ણનું નામ છે મહર્ષિ વેદવ્યાસ, જેમણે મહાભારતની રચના કરી હતી.

હકીકતમાં, મહર્ષિ વેદવ્યાસનું સાચું નામ શ્રીકૃષ્ણ દ્વેપાયન હતું. આ સંબંધમાં બે કથાઓ પ્રખ્યાત છે. પહેલી એ કે મહર્ષિ વેદવ્યાસનો રંગ નમળો હતો અને એમનો જન્મ એક દ્વીપ પર થયો હતો, એટલા માટે એમનું નામ શ્રીકૃષ્ણ દ્વેપાયન પડી ગયું.

મહર્ષિ વેદવ્યાસનું નામ શ્રીકૃષ્ણ દ્વેપાયન પડવા પાછળ બીજી કહાની એ છે કે એ જન્મ લેતા જ યુવાન થઇ ગયા અને તપસ્યા કરવા માટે દ્વેપાયન દ્વીપ પર ચાલ્યા ગયા. ઘણા વર્ષો સુધી સતત તપસ્યા કરવાથી એમનો રંગ કાળો થઇ ગયો, એટલા માટે એમને શ્રીકૃષ્ણ દ્વેપાયન કહેવામાં આવ્યા.

ત્રીજા કૃષ્ણને તો તમે ટીવી સીરીયલ ‘કૃષ્ણલીલા’ માં જરૂર જોયા હશે. જો કે, આ ત્રીજા કૃષ્ણને નકલી કૃષ્ણ કહેવામાં આવે છે. હકીકતમાં, પુંડ્ર દેશના રાજાનું નામ પાઉંન્ડક હતું. ચેડી દેશમાં એ ‘પુરુષોત્તમ’ નામથી પ્રખ્યાત હતા.

પૌન્ડ્કના પિતાનું નામ વસુદેવ હતું. એટલા માટે એ ખુદને વાસુદેવ કહેતા હતા. એના મુર્ખ અને ચાપલુસી મિત્રોએ પણ એને જણાવ્યું હતું કે એ ખરેખર ભગવાન વિષ્ણુના અવતાર છે, તેમજ અસલી કૃષ્ણ છે. આ વાત એના મગજમાં એટલી ઘર કરી ગઈ હતી કે એણે ભગવાન શ્રીકૃષ્ણની જેમ જ પોતાનો રંગ અને રૂપ બનાવી લીધું હતું.

પૌન્ડ્કએ ભગવાન શ્રીકૃષ્ણની જેમ જ નકલી ચક્ર, શંખ, તલવાર, મોર મુકુટ, કૌસ્તુભ મણી અને પીળા વસ્ત્ર ધારણ કરી લીધા હતા. અભિમાનના કારણે એણે ભગવાન શ્રીકૃષ્ણને જ ચુનૌતી આપી દીધી હતી. પછી શ્રીકૃષ્ણએ એ ‘નકલી કૃષ્ણ’ નું વધ કરી દીધું હતું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment