મહાભારત કાળનો ખજાનો મળી આવ્યો, જેમાં રથ, તાજ, પવિત્ર કક્ષ, શાહી શબપેટી સાથે ઘણું બધું મળી આવ્યું, જુઓ તમે પણ…

33

ઉત્તર પ્રદેશના બાગપત જીલ્લામાં આવેલા સનૌલી ગામમાં ખોદકામ દરમિયાન ભારતીય પુરાતત્વ વિભાગ (આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા) ને ઘણી સફળતા મળી છે. અહી જમીનની નીચે ૪૦૦૦ વર્ષ જુના પવિત્ર કક્ષ, શાહી શબપેટી, દાળચોખાથી ભરેલા માટલા, તલવારું, સાધનો, તાજ અને માણસો સાથે દાટેલા જાનવરોના હાડકા મળ્યા છે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન એએસઆઈ ઇન્સ્ટીટયુટ ઓફ આર્કિયોલોજિકલના ડાયરેક્ટર ડોક્ટર એસ. કે. મંજુલે કહ્યું કે એએસઆઈને સનૌલીમાં મહાભારત કાળના જૂની સંસ્કૃતિના અવશેષ મળ્યા છે. અહી જાન્યુઆરી ૨૦૧૮ માં ખોદકામ કરવમાં આવ્યું હતું, જેમાં તેમણે બે રથ, શાહી શબપેટી, તલવારું, તાજ, ઢાલ મળ્યા હતા, જેનાથી આ સાબિત થયું હતું કે ૨ હજાર વર્ષ પહેલા યોદ્ધાઓની સેના અહી રહેતી હશે.

ડોક્ટર એસ કે મંજુલનું કહેવું છે કે આ વખતે અમને ખોદકામમાં મળેલા અવશેષો હડપ્પા સંસ્કૃતિથી અલગ છે. તેને જોઇને લાગે છે કે હાલમાં જ મળેલા અવશેષ હડપ્પા સંસ્કૃતિના સૌથી વિકસિત સમયના છે. તેનાથી એ સમજવામાં સરળતા થશે કે યમુના અને ગંગાના કિનારે કેવી સંસ્કૃતિ હશે.

ડોક્ટર એસ કે મંજુલે જણાવ્યું કે આ વખતે ખોદકામમાં અમને તાંબાની બનેલી તલવારો, તાજ, ઢાલ, રથ સિવાય ચોખા અને અડદ દાળથી ભરેલા મટકા મળ્યા છે. અમને ખોદકામ દરમિયાન મળેલા અવશેષો હડપ્પા સંસ્કૃતિથી અલગ છે.

ત્યારેજ કબરો પાસે જંગલી શિયાળ અને નોળિયાના મૃતદેહ પણ મળ્યા છે. તેનાથી એ સમજવામાં સરળતા થશે કે જાનવરોની બલી દિવંગત આત્માઓને આપી હશે. હાલમાં એસએસઆઈ ખોદકામમાં મળેલા અવશેષોના ડીએનએ, ધાતુ શોધન અને બોટાનિકલ એનાલીસીસ કરી રહ્યા છે.

તેના સિવાય ખોદકામમાં જમીનની અંદર અમુક પવિત્ર કક્ષ પણ મળ્યા છે. તેના વિશે ડોક્ટર એસ. કે મંજુલા કહે છે કે તે સમયે મૃત્યુ પછી પવિત્ર કક્ષમાં મૃતદેહને રાખીને વિધિઓ કરવામાં આવતી હશે.

હાલમાં એસએસઆઈ ખોદકામમાં મળેલા અવશેષોના ડીએનએ, ધાતુ શોધન અને બોટાનિકલ એનાલીસીસ કરી રહ્યા છે. ડોક્ટર એસ કે મંજુલનું માનવું છે કે એસએસઆઈને અત્યાર સુધી મળેલી સાઈટ્સમાં સનૌલી એવી જગ્યા મળી છે જ્યાં સૌથી વધુ કબરો છે

જણાવી દઈએ કે, સનૌલીમાં ખોદકામ દરમિયાન મળેલી વસ્તુને મહાભારત કાળ સાથે પણ સરખાવીને જોવામાં આવે છે. અહી મળેલી કબરોને મહાભારત કાળ સાથે પણ સરખાવીને જોવામાં આવે છે, કેમ કે મહાભારત કાળમાં પાંડવોના માંગેલા પાચ ગામમાં બાગપત પણ શામેલ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment