મગફળી ખાવાથી થાય છે આ 7 ગજબના ફાયદાઓ, જાણી લેશો તો આજે જ શરું કરી દેશો ખાવાનું…

91

શિયાળાની મૌસમમાં મગફળી ખાવાનું બધા લોકોને પસંદ હોય છે. ઘણા લોકો રાત્રે રજાઈમાં મગફળી લઈને વાતો કરવા બેસી જાય છે. આનાથી તેનો ટાઈમપાસ સારો થઈ જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આમાં લગભગ એ બધા જ તત્વો જોવા મળે છે જે બદામમાં હોય છે. એટલા માટે આને ગરીબોની બદામ પણ કહેવામાં આવે છે. આ આપણને ઘણી બધી બીમારીઓથી દુર રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ કે મગફળી સ્વાસ્થ્યને કેવી રીતે ફાયદો પહોચાડે છે.

પ્રોટીનનો સ્ત્રોત

મગફળીમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન જોવા મળે છે, જે શારીરિક વૃદ્ધી માટે ખુબજ જરૂરી છે. ૧૦૦ ગ્રામ કાચી મગફળીમાં ૧ લીટર દૂધ બરાબર પ્રોટીન મળે છે. એટલા માટે જો તમે દૂધ નથી પી શકતા તો તેની જગ્યાએ મગફળીનું પણ સેવન કરી શકો છો.

હદયને રાખો સ્વસ્થ

મગફળીમાં મોનોસેચ્યુરેટેડ અને પોલીસેચ્યુરેટેડ મળી આવે છે, જે આપણા હદય માટે જરૂરી હોય છે. જો તમે અઠવાડિયામાં ૫ દિવસ મગફળીનું સેવન કરો છો, તો એનાથી હદય સબંધી બીમારીનો ખતરો ઘટી જાય છે.

હાડકાઓને બનાવો મજબૂત

મગફળીમાં રહેલું કેલ્સિયમ અને વિટામીન ડી હાડકાઓને મજબૂતી દે છે. આપણા હાડકાઓ માટે આ સારો અને સસ્તો ઈલાજ છે.

ડીપ્રેસનને રાખો દુર

મગફળીમાં રહેલા ટ્રીપ્તોફેન ડિપ્રેસનની સમસ્યાને દુર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

કોલેસ્ટ્રોલને કરો કંટ્રોલ

મગફળીમાં ઓલિક એસીડ હોય છે જે લોહીમાં બેડ કોલેસ્ટ્રોલને ઓછી કરે છે અને ગૂડ કોલેસ્ટ્રોલના સ્તરને વધારે છે. આ આપણા શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને બેલેન્સ કરવાની સાથે કોરોનરી આર્ટરી ડીઝીઝથી શરીરને સુરક્ષિત રાખે છે.

પેટ ના કેન્સરને કરે દુર

મગફળીમાં રહેલા પોલીફિનોલિક નામનું એંટીઓક્સીડેન્ટ પેટનું કેન્સર ઓછુ કરવાની ક્ષમતા રાખે છે. અઠવાડિયામાં એક વાર ૨ ચમચી માખણ સાથે મગફળી ખાવાથી પેટનું કેન્સરનો ખતરો ઓછો થાય છે.

હાર્મોન બેલેન્સ કરો

શરીરમાં હોર્મોન્સનું સંતુલન હોવું એ ખુબ જ જરૂરી છે. દરરોજ મગફળીનું સેવન કરવાથી હોર્મોન્સનું સંતુલન બની રહે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment