મગરમચ્છો સાથે આ વ્યક્તિની છે સારી દોસ્તી, સીટી વગાડતા જ તેની આગળ પૂછડી હલાવવા લાગે છે…

12

શું ક્યારેય આદમખોર મગરમચ્છોને પાલતું પ્રાણી બનાવી શકાય છે..? તમે કહેશો કે આ કેવી મજાક છે. તમારી નજરમાં આ બિલકુલ ન થઇ શકે કારણકે તમને લાગે છે કે જેની પ્રવૃત્તિ જ માંસાહારી હોય તે પરની ક્યારેય કોઈના પાલતું નથી બની શકતા. પણ આજે અમે તેનો અપવાદ જણાવવા જી રહ્યા છીએ. જી હા, આજે અમે તમને એવા પાલતું મગરમચ્છો વિશે જણાવીશું કે જે પોતાના માલિક પ્રત્યે ખુબ જ વફાદાર છે.

ફક્ત આટલું જ નહિ, આ મગરમચ્છ પોતાના માસ્તરના ઈશારો પર કોઈ પાલતું કૂતરાની જેમ પૂછડી હલાવવા મંડે છે. સૌથી ખાસ વાત એ છે કે મગરમચ્છ પાણીમાં ઘણી ઊંડી હોય, તે તેના માલિકની એક પુકાર સંભાળીને બહાર આવે છે. આ મગરમચ્છોને તેને માલિકે સ્પેશિયલ ટ્રેનિંગ દીધેલી છે.

માસ્ટર જયારે તેને સીટી લગાવે છે તો વારાફરતી વારા ઘણા મગરમચ્છ પાણીની બહાર નીકળી આવે છે. જી હા, ગોવાના સિંધુગર્ગ જીલ્લામાં ઇન્સુલી ગામમાં છોકરા છોકરા આ વ્યક્તિ અને તેના પાલતું મગરમચ્છો વિશે જાણે છે. મીડિયા રીપોર્ટસના જણાવ્યા અનુસાર અહિયાં ઇસુલી ગામ નિવાસી 38 વર્ષના રામચંદ્ર ઘણા વર્ષોથી આ મગરમચ્છોની દેખભાળ કરી રહ્યા છે. હવે આ મગરમચ્છો તેની સાથે એટલા ફેમીલીયર થઇ ચુક્યા છે કે તે તેના ઈશારા પર ચાલે છે.

રામચંદર મોઢાથી એક અનોખી સીટી વગાડે છે તો તીરાકોલ નદીના પાણીમાં રહેનાર ઘણા મગરમચ્છોતરીને તેની તરફ આવવા લાગે છે. એક અથવા બે નહિ પણ અંદાજે એક દર્જન મગરમચ્છ તેને મળવા આવી જાય છે. રામચંદરનું આ મગરમચ્છો સાથે ઘણો જુનો સબંધ છે.

અંદાજે એક દશકથી રામચંદર તીરાકોલ નદીમાં મગરમચ્છોને ખાવા માટે ચિકનનું મીટ પણ આપી રહ્યા છે. તે અઠવાડિયામાં બે વાર તેને ખાવાનું ખવડાવે છે. તેની વચ્ચે અહીંથી જ ગાઢ દોસ્તી થઇ ગઈ. તેઓ કહે છે કે, ‘આ જગ્યા પર વર્તમાનમાં ઓછામાં ઓછા 25 મગરમચ્છ છે. ઘણા મગરમચ્છ વરસાદ પછી નદીઓના અલગ અલગ ભાગમાં ચાલ્યા જાય છે.’

તમારી જાણકારી માટે જણાવવી દઈએ કે તીરાકોલ નદી મહારાષ્ટ્ર થી ગોવા સુધી વહે છે. આ કિનારે રામચંદરના પેતૃકનું ઘર પણ છે. રામચંદર ગણિતથી ગ્રેજ્યુંએટ છે અને એક મુર્ગીફાર્મ પણ ચલાવે છે. મગરમચ્છોની સાથેની પોતાની દોસ્તી વિશે રામચંદર જણાવે છે કે એ ત્યારથી શરુ થયું જયારે તેને મગરમચ્છના બે બચ્ચા નદીમાં મળ્યા અને તેને કઈક ખાવાનું આપ્યું. બચ્ચા મોટા થયા તો નદીમાં વધારે મગરમચ્છ પેદા થઇ ગયા. તેઓ કહે છે, ‘હું બુધવાર અને રવિવારે તેને ખાવાનું આપું છું જે દિવસે ગામમાં ઘણા લોકો ચીકન ખાય છે.’

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment