મધમાખીઓ માટે ખુલ્યું વિશ્વનું પહેલું મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ, ખાતરી પૂર્વક કહીએ છીએ કે તમે ક્યારેય પણ નહિ સાંભળી હોય આ માહિતી…

10

મેકડોનાલ્ડનું નામ તો તમે સાંભળ્યું જ હશે. ફાસ્ટ ફૂડની દુનિયામાં આ મેકડોનાલ્ડ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ વિશ્વની સૌથી મોટી ચેઈન કે સાંકળ છે.આ મેકડોનાલ્ડ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ દરરોજ લગભગ 58 મિલિયનથી પણ વધારે ગ્રાહકોને સેવા આપે છે. સામાન્ય રીતે કોઇપણ રેસ્ટોરન્ટમાં ખાસ કરીને મનુષ્ય જ જાય છે પણ તમે ક્યારેય સાંભળ્યું કે વિચાર્યું છે કે મધમાખીઓ માટે પણ કોઈ રેસ્ટોરન્ટ ખોલવામાં આવ્યું હોય ! ખાતરી પૂર્વક કહીએ છીએ કે તમે આ બાબતમાં આ પહેલા ક્યારેય સાંભળ્યું નહિ હોય કે જોયું પણ નહિ હોય.

આ વાત છે સ્વીડનની. હા, સ્વીડનમાં મેકડોનાલ્ડે ખાસ કરીને મધમાખીઓ માટે એક રેસ્ટોરન્ટ ખોલ્યું છે. આ મેકડોનાલ્ડનું સૌથી નાનું આઉટલેટ છે. મેકડોનાલ્ડના આ સૌથી નાના આઉટલેટને “મૈકહાઈવ” એટલે કે McHive કહેવામાં આવે છે. આ આઉટલેટને બનાવીને છોડ અને વૃક્ષોથી ઘેરાયેલા ઘાસના મેદાનમાં રાખવામાં આવેલ છે.

મેકડોનાલ્ડના આ રેસ્ટોરન્ટની ડિઝાઈનને એક પ્રોફેશનલ ડીઝાઈન તૈયાર કરી છે. આ ડિઝાઈનને મધમાખીઓની સુવિધાઓને અને જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સ્વીડનમાં મેકડોનાલ્ડ્સના માર્કેટિંગ ડાયરેક્ટર ક્રિસ્ટોફર રોનબ્લાડના જણાવ્યા મુજબ આ અત્યાર સુધીની સૌથી અનોખી રચના છે.

માર્કેટિંગ ડાયરેક્ટર ક્રિસ્ટોફર રોનબ્લાડ વધુમાં જણાવે છે કે આ સૌથી નાના આઉટલેટ “મૈકહાઈવ” McHive બની જવાથી હવે સ્વીડનમાં મધમાખીઓને તેમનું ઘર બનાવવામાં કોઈ મુશ્કેલી નહિ પડે. તમને એક વાત જણાવી દઈએ કે સ્વીડનમાં મધમાખીઓને મનુષ્ય તરફથી થતા ખતરાથી બચાવવા આ પ્રકારની પહેલ કરવામાં આવી છે.

હકીકતમાં, યુરોપીય યુનિયને તાજેતરમાં નિયોનીકોટીનો યડસ નામના જંતુનાશક દવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ જંતુનાશક દવા પાકને બચાવવા માટે ઉપયોગી સાબિત થાય છે પણ સાથે સાથે તે મધમાખીઓ માટે ખતરનાક પુરવાર થઇ છે. આ મધમાખીઓ જયારે વૃક્ષો છોડ અને પાક પર બેસે છે ત્યારે આ જંતુનાશક દવાના ઝેરના પ્રભાવથી મરી જાય છે. એટલા માટે મધમાખીઓને બચાવવા માટે જ આ નાના આઉટલેટ “મૈકહાઈવ”  McHive મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ ખોલવામાં આવ્યું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment