“માં” અને દીકરીએ ભેગા મળીને ઉડાવ્યું એક મુસાફરી પ્લેન, આખી વાત જાણીને તમે પણ થઇ જશો આશ્ચર્યચકિત…

10

અમેરિકામાં રહેનારી માં અને દીકરી વ્યવસાયથી પાયલટ છે અને એક જ એયર લાઈન્સમાં કામ કરે છે હાલમાં જ એક મુસાફરી પ્લેન ઉડાડવાની જવાબદારી લેતા જોવા મળી છે.

હવામાં માં દીકરી

કેપ્ટન વેંડી રેક્સટન અને તેની દીકરી ફર્સ્ટ ઓફિસર કેલી રેક્સટને વીતેલી ૧૬ માર્ચે લોસ એજીલ્સથી એટલારા માટે ડેલ્ટા એયર લાઈન્સથી ઉડાણ ભરી. તેમના વિશે જાણીને ફ્લાઈટના મુસાફરો પણ આશ્ચર્યમાં પડી ગયા. હવે તમે વિચારશો કે તેમાં આશ્ચર્ય જેવી શું વાત છે, તો જાણી લો કે તે બંને એક પાયલટ ટીમનો હિસ્સો છે અને તે દિવસની ફ્લાઈટની એક જ શિફ્ટમાં કામ કરી રહી હતી. એટલારાથી બાઉન્ડ ડેલ્ટાના બોઇંગ-૭૫૭ ની ફ્લાઈટ ડેકમાં પાયલતની સીટ પર બેઠેલી માં અને દીકરીની એક ફોટો સોસીયલ મીડિયા પર વાઈરલ થઇ રહી છે.

આખો પરિવાર ઉડાડે છે વિમાન

મેટ્રો અને સ્વતત્રતાની જાણકારી મુજબ આ ફ્લાઈટમાં માં વેંડી કેપ્ટનનું પદ સંભાળી રહી હતી અને તેમની દીકરી કેલી ફર્સ્ટ ઓફિસર છે. એટલું જ નહી તેમના પરિવારના અન્ય સભ્યો પણ પાયલટ છે. કેલીની બહેન કેટ પણ એક પાયલટ છે અને તેના પિતા બ્રાઉન પણ પાયલટમાંથી રીટાયર થયા છે. આં મોકા પર એક મુસાફરના ટ્વીટ પર જવાબ આપતા ડેલ્ટા ફ્લાઈટે પોતાના અધિકારીક ટ્વીટર હેન્ડલથી માં દીકરીને ટ્વીટ કર્યું અને લખ્યું “ફેમીલી ફ્લાઈટ કૃ ગોલ્સ” એટલે કે ઉડાણમાં કૃ પરિવારનું લક્ષ્ય. ખાસ વાત તો એ છે કે અમેરિકામાં મહિલા પાયલટોની સંખ્યા માત્ર ૭ ટકા છે, તેમાં પણ એક જ પરિવારના સભ્યો શામેલ થવાની સંભાવના બહુજ ઓછી છે.

 મુસાફરે વાયરલ કરી ફોટો

માં દીકરીનો જે ફોટો સોસીયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે તે એક એયરોનોટીકલ યુનીવર્સીટી એમ્બ્રીરીડલ વલ્ડવાઈડના ચાંસલર જોન આર વેટટે લીધો હતો. એયર લાઈન્સના મુજબ જોન આ જ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમણે કોકપીટથી માં અને દીકરીની વાતો સાંભળી લીધ હતી અને તેમણે આ વાત અદભુત લાગી. વાત જાણ્યા પછી તેમણે બંનેને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. મુલાકાતની આ ફોટોને તેમણે પોતાના ટ્વીટર હેન્ડલ પર શેયર કરી. જોનના મત મુજબ તેમણે તે પલ બહુજ યાદગાર લાગ્યો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment