લોટરીની ટીકીટ ખોવાઈ ગઈ હતી તેમ છતાં બેરોજગાર યુવકે જીત્યા 19 અબજ રૂપિયા, જાણો કેવી રીતે ?…

4

અમેરિકાના ન્યુજર્સીમાં એક બેરોજદાર યુવકે લોટરી જીતવાની આશામાં લોટરીની એક ટીકીટ ખરીદી.પણ આ લોટરીનું પરિણામ આવે તે પહેલા જ તેનાથી આ ટીકીટ ખોવાઈ ગઈ. પરંતુ તેના ભાગ્યમાં ઇનામ જીતવાનું જ લખ્યું હતું જેથી તે રાતોરાત બેકાર અને બેરોજગાર માંથી અબજ પતિ થઇ ગયો.

તેનાથી ખોવાઈ ગયેલ ટીકીટને કોઈ અજાણી વ્યક્તિને મળતા તેમણે તે ટીકીટ તેને પાછી દિધી. અને પરિણામ આવ્યું ત્યારે તે બેરોજગાર યુવક 273  મિલિયન ડોલર એટલેકે લગભગ 19 અબજ રૂપિયાનો લોટરીનો જેકપોટ જીત્યો.આ યુવકનું નામ છે માઈકલ જે. વિયર્સકી.

આ બાબતે માઈકલ જણાવે છે કે લોટરીનું પરિણામ જાહેર થવાના એક દિવસ પહેલા જ તેણે બે ટીકીટ ખરીદી હતી. પણ તે તરતજ ખોવાઈ ગઈ હતી. વાત એમ બની હતી કે જયારે મેં ટીકીટ ખરીદી ત્યારે મારું ધ્યાન મારા સેલફોન પર વાત કરવામાં હતું. મેં ટીકીટ ખરીદીના પૈસા ખિસ્સામાંથી કાઢવા માટે લોટરીની ટીકીટને કાઉન્ટર પર રાખી અને તેના પૈસા ચૂકવીને ભૂલથી ટીકીટ લીધા વિના ચાલ્યો ગયો. અને લોટરીનું પરિણામ આવવામાં ફક્ત એક દિવસ જ બાકી હતો.

માઈકલને યાદ આવતા તે ફરીથી લોટરીના સ્ટોરમાં ગયો અને ત્યાં કેટલીય કલાક સુધી કાઉન્ટર પર, સ્ટોરમાં તથા આજુબાજુમાં તેની લોટરીની ટીકીટની શોધખોળ કરી પણ ક્યાંય ટીકીટ મળી નહિ. અંતે થાકી હારીને હાર માનીને તેના નસીબને દોષ દેતો તે ત્યાંથી ઘરે જતો રહ્યો. બીજે દિવસે ફરીથી તે લોટરીના સ્ટોર પર ગયો અને ત્યાંના કલાર્કને તેની ખોવાઈ ગયેલ લોટરીની ટીકીટ વિશે પૂછ્યું. ત્યારે કલાર્કે માઈકલને કહ્યું કે કોઈ અજાણી વ્યક્તિ આ ટીકીટ અમને પાછી આપી ગયેલ છે. માઈકલની અમુક પૂછપરછ કરીને અને ખરાઈ કરીને તેને લોટરીની ટીકીટ પાછી આપી દિધી. તે દિવસે જ લોટરીનું પરિણામ જાહેર થવાનું હતું. ત્યારે તેના હાથમાં લોટરીની ટીકીટનો “કાગળ” નહિ પણ તેનું ભાગ્ય નસીબ લક તકદીર જે કહો તે, તેના હાથમાં હતું. માહિતીના જણાવ્યા મુજબ આશ્ચર્યની વાત એ છે કે લોટરીના પરિણામના બે દિવસ બાદ પણ માઈકલ જે. વિયર્સકીને ખબર નહોતી કે તે 273  મિલિયન ડોલર એટલેકે લગભગ 19 અબજ રૂપિયાનો લોટરીનો જેકપોટ જીત્યો છે. પણ જ્યારે તેની માતાએ લોટરી વિશે વાત કરી ત્યારે તેને અચાનક તેણે ખરીદેલી લોટરી યાદ આવી. એટલે તેણે લોટરી એપ જોઈ અને તેણે જોયું કે તે અબજોપતિ બની ગયો છે.

માઈકલ જે. વિયર્સકી જણાવે છે કે તે છેલ્લા 15 વર્ષથી બેરોજગાર છે. સામાન્ય રીતે તે દર અઠવાડિયે 20 ડોલરની લોટરી ખરીદે છે. એક વાત જણાવી દઈએ કે ગયા વર્ષે જ તેના તેની પત્ની સાથે છુટા છેડા થયા હતા. જો કે અત્યારે તો તે બેરોજગાર માંથી સીધો 273  મિલિયન ડોલર એટલેકે લગભગ 19 અબજ રૂપિયાનો માલિક બની ગયો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment