લોકોના ચહેરા અને વાતો યાદ રાખવામાં મહિલા ચંચળ હોય છે અને પુરુષ નથી હોતા, એક અભ્યાસમાં સામે આવી આ વાત…

17

શું તમને ખબર છે કે મહિલાઓ, પુરુષોની સરખામણીમાં લોકોને લાંબા સમય સુધી યાદ રાખે છે. મહિલાઓની યાદશક્તિ ચહેરાઓને ઓળખવામાં અને વાતો યાદ રાખવાની બાબતમાં પુરુષોથી વધુ ઝડપી હોય છે. કોઈ ભાષણ અને લોકોની કહેવામાં આવેલી વાતો અને કોઈ વ્યક્તિનો ચહેરો યાદ રાખવાની બાબતમાં મહિલાઓ, પુરુષો કરતા આગળ હોય છે. જયારે પુરુષ આ બાબતમાં નાકામ સાબિત થયા છે. એક શોધમાં આ દાવો કરવામાં આવ્યો છે.

શોધનું કહેવું છે કે મહિલાઓ વધુ સમય સુધી લોકોને યાદ રાખે છે. તેમની કહેવામાં આવેલી વાતોને ભૂલતી નથી. જો તમે મહિલાઓ સાથે કોઈ વાત કરી રહ્યા છો તો તે શબ્દોને પુરુષોની સરખામણીમાં લાંબા સમય સુધી યાદ રાખે છે. મહિલાઓની વસ્તુઓ યાદ રાખવાની ક્ષમતા પુરુષોની સરખામણીમાં વધુ  હોય છે.

હકીકતમાં, જુદા જુદા પ્રકારની મેમરી હોય છે જે માણસને જીવિત રાખે છે અને જેના કારણે માણસ સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. એમાંથી જ એક મેમરી ‘એપીસોડીક’ હોય છે. જેને પ્રાસંગિક યાદશક્તિ કહે છે. એપીસોડીક મેમરીની કારણે આપણે ઘટનાઓ અને વ્યક્તિઓને યાદ રાખીએ છીએ. દરેક વ્યક્તિ જુદા જુદા પ્રકારની એપીસોડીક મેમરીને એક સરખી રીતે યાદ રાખી શકતો નથી.

મહિલાઓની એપીસોડીક મેમરી પુરુષોની સરખામણીમાં વધુ હોય છે. આજ કારણ છે કે વ્યક્તિઓ અને ઘટનાઓને વધુ સમય સુધી યાદરાખે છે. સ્વીડનના સોલામમાં આવેલ કારોલીસ્કા ઇન્સ્ટીટયુટમાં થયેલ શોધમાં આ જાણકારી આપવામાં આવી છે. શોધની માહિતી જનરલ સાઇકોલોજિકલ બુલેટીનમાં પ્રકાશિત થયો છે.

આ શોધ સાથે જોડાયેલ એજેન્ડા હર્લીટજડનુ કહેવું છે કે શોધ કરવા માટે વર્ષ ૧૯૭૩ થી લઈને ૨૦૧૩ સુધીના ૬૧૭ સ્ટડીનો અભ્યાસ કરવામાં આવ્યો. આ શોધમાં ૧૨ લાખ લોકોએ ભાગ લીધો. શોધમાં જાણવા મળ્યું કે મહિલાઓ અને એપીસોડીક મેમરી પુરુષોની સરખામણીમાં વધુ હોય છે. આ કારણથી મહિલાઓ કોઈ પણ ભાષણ અને વસ્તુને પુરુષોની સરખામણીમાં વધુ સારી રીતે યાદ રાખી શકે છે. મહિલાઓ કોઈ પણ ચહેરો અને ફોટો લાંબા સમય સુધી યાદ રાખી શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment