લોકો આ દેશમાં આવા પક્ષીને જોઇને ધ્રુજી જાય છે, જાણો તેનું સાચું કારણ….

12

વિશ્વ ભરમાં એવા કેટલાય રીવાજો છે અને કેટલીક કહેલી સાંભળેલી વાતો છે જેની પાછળ કોઈ ખાસ તર્ક હોતો નથી. આવી વાતોની તમે કોઈ વૈજ્ઞાનિક વ્યાખ્યા કરી શકતા નથી.તેમછતાં લોકોતે વાતને શ્રદ્ધા પૂર્વક માનતા હોય છે. તમે તેને અંધ વિશ્વાસ પણ કહી શકો છો. આવુ ફક્ત કંઈ ભારતમાં જ નથી પણ વિશ્વ ભરમાં લોકો આવી વાતો પર વિશ્વાસ કરે છે ભરોસો કરે છે.

જેમ કે, ભારતમાં ઘુવડને લઈને કેટલાય પ્રકારની અવનવી ગેરસમજો પ્રચલિત છે. તેને લઈને કેટલીય અંધશ્રધ્ધાઓ આવેલી છે. તેને અપશુકન તરીકે માનવામાં આવે છે.આવુ જએક પક્ષી છે રોબીન. તેની સાથે પણ ભારતના ઘુવડ જેવી જ ગેરસમજો જોડાયેલી છે. કેટલાય દેશોમાં લોકોની એવી માન્યતા છે કે જો કોઈના ઘરનીઆસપાસ પણ રોબીન પક્ષી જોવા મળે તો તે ઘરમાં કોઈ વ્યક્તિનું ચોક્કસ મૃત્યુ થાય છે. આવીજ કૈક માન્યતા મૈગ્પી પક્ષીની સાથે જોડાયેલી છે.

આખા બ્રિટનમાં મૈગ્પી પક્ષી જો એકલું જોવામાં આવે તોલોકો પોતાના દુર્ભાગ્યને યાદ કરીને કંપી ઉઠે છે. પણ ભલા માણસ જો પક્ષી છે તો દેખાય તો ખરૂ ને !! આમાંથી રાહત મેળવવા માટે લોકોએ કેટલાય પ્રકારના રસ્તાઓ પણ શોધી લીધા છે. દુર્ભાગ્યને પરાજીત કરવા માટે કે પછી તેના મનને ફક્ત આશ્વાસન આપવા માટે અવનવા તરીકાઓ શોધી લીધા છે. આ વિષે ભલે તમે ગમે તેટલી ચર્ચાઓ કરો પણ લોકો આ મૈગ્પી પક્ષીને જોયા પછી પોતાના ખરાબ કે બુરા ભાગ્યને કે નસીબને રોકવા માટે કૈંક ને કૈંક ઉપાય તો ચોક્કસ કરે જ છે.

જો સવારના સમયે રોડ રસ્તા પર આવતા જતા કોઈ વ્યક્તિ પર આ કાળા અને સફેદ રંગની પાંખોવાળા પક્ષીનો પડછાયો ભૂલે ચુકે પણ પડી જાય છે તો લોકો મતલબ કે તે વ્યક્તિ પોતાનો આજનો દિવસ સુધારવા માટે પોતાની ટોપીનો સ્પર્શ કરીને એમ કહે છે કે, “શુભ સવાર સુપ્રભાત,શ્રીમૈગ્પી પક્ષી ! આજે તમારી પત્નીને કેમ છે?” સામાન્ય રીતે આ પક્ષી હંમેશા સજોડે જ હોય છે. પરંતુ જો તે બંને માંથી કોઇપણ એક પક્ષીનું મૃત્યુ થાય તો બીજું પક્ષી હંમેશા એકલું જ રહે છે. જેથી જો આ કાળા અને સફેદ રંગની પાંખોવાળુ પક્ષી સજોડે જોવા મળે તોખુશી કે આનંદનું પ્રતિક, પણ જો તે પક્ષી એકલું જોવા મળે તો તેના માટે સ્વયમ દુ:ખનું આમંત્રણ !આ કારણથી જ લોકો જ્યારે પણ કાળા અને સફેદ રંગની પાંખોવાળા આ મૈગ્પી પક્ષીને એકલું જુવે છે ત્યારે તેને તેની પત્ની વિષે ખબર પૂછવાનું ચુકતા નથી.

આવી રીતે લોકો કાળા અને સફેદ રંગની પાંખોવાળા મૈગ્પી પક્ષીને તેના કે તેની સાથીદાર વિષે ખબર અંતર પૂછીને પોતાના દુર્ભાગ્યથીબચવાના પ્રયત્ન કરે છે.શુંતમને આ બાબતે થોડુક અજીબ અને વિચિત્ર નથીલાગે છે કે, શું કોઈ બિચારું નાનું અમથું પક્ષી તમારૂ ભાગ્ય પલટાવી શકે ? ખરાબ કિસ્મતને બદલીં શકે ? તેમ છતાં, યુનાઈટેડ કિંગડમના કેટલાય વિસ્તારમાં આકાળા અને સફેદ રંગની પાંખોવાળા મૈગ્પીપક્ષીને બુરી કિસ્મતનું પ્રતિક માનવામાં આવે છે. ઘણીવાર પક્ષીઓની મશ્કરીઓ અને તેના હાવભાવ એટલે કે તેના અમુક કૃત્યોલોકોને મુશ્કેલીમાં મૂકી દયે છે. પરેશાન કરે છે.

કદાચ એવું બન્યું હોય કે, કાગને બેસવું અને ડાળનું તૂટવું ની માફક કોઈ સમયે કોઈ પક્ષીના આગમનથી કે તેના દર્શન માત્રથી તે વ્યક્તિ પર કે તેના ઘર પર કોઈ અઘટિત ઘટના બનવા પામી હોય !જેથી લોકોએ તે પક્ષીને અપશુકનીયાળ માની લીધું હોય. આમ કોઈ પક્ષી અમુક વ્યક્તિ કે લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યું હોય પછી ધીમે ધીમે તે પક્ષી વિષે અંધ વિશ્વાસ જોડાતા અને તેના વિશેની લોકવાયકા આગળ જતા અંધવિશ્વાસ રૂપી માન્યતા બની જાય છે.જેથી લોકો તે પક્ષીને ના પસંદ કરે છે અથવા તોતેનાથીડરે છે.પછી ધીરે ધીરે લોકોની ધારણાઓ માન્યતાઓ બંધાઈ જાય છે કે અમુક પક્ષી અશુભ છે.જે મનની ધારણા કે ભ્રમ છે.

અંધ વિશ્વાસની માન્યતાઓ કે ધારણાઓ વિષે એક વાત.

એક વ્યક્તિને રસ્તે જતા એક બિલાડી આડી ઉતરી. જેથી તેમણે પોતાનો રસ્તો બદલી નાખ્યો. આ જોઈ એક ભાઈએ તે વ્યક્તિને પૂછ્યું, તમે તમારો રસ્તો શા માટે બદલી નાખ્યો ? ત્યારે તે વ્યક્તિએ કહ્યુકે, બીલાડી આડી ઉતરી જેથી અપશુકન થયા. મારો આજનો દિવસ ખરાબ જશે. ત્યારે તે ભાઈએ પેલી વ્યક્તિને કહ્યું, જુઓ તમે તેના રસ્તે આડે ઉતરતા તે બીજા વાહનના વ્હીલ નીચે આવી જતા પીલાઈ ગઈ, મૃત્યુ પામી. હવે કહો કોના માટે કોણ અપશુકનીયાળ સાબિત થયું ? તમારા માટે બિલાડી કે બિલાડી માટે તમે ?

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment