લાલ રૂમાલમાં બાંધીને લટકાવી દો આ ચીજ, માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર વરસશે…

95

વાસ્તુ શાસ્ત્રના અનુસાર ફટકડીની સાથે બીજી અન્ય વસ્તુના પ્રયોગથી પણ આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકાય છે.

ઘણા બધા લોકોને વ્યાપારમાં નુકસાન થતું રહે છે, તો કોઈ પાસે પૈસા નથી ટકતા. જો તમે પણ આમાંથી એક છો તો ફટકડીની યુક્તિ ઘણી અસરકારક સાબિત થઇ શકે છે. તો કેવી રીતે કરવો આનો ઉપયોગ આવો જાણીએ.

જેને બીઝનેસમાં નુકસાન થઇ રહ્યું છે તેને દુકાન અથવા ફેક્ટરીની બહાર લાલ રૂમાલમાં ફટકડી બાંધીને લટકાવી દો. આ પ્રક્રિયા રવિવારે થયેલી હોવી જોઈએ. આથી નજરદોષ દુર થશે.

જેની પાસે રૂપિયા પૈસા નથી ટકતા તેને પોતાના ઘરના એક ખૂણામાં ફટકડી રાખવી જોઈએ. આ જગ્યા એવી હોવી જોઈએ કે ત્યાં કોઈની નજર ન પડે. આનાથી વસ્તુ દોષ ખતમ થઇ જશે.

દેવામાંથી મુક્તિ મેળવવા માટે ફટકડીનો એક નાનો ટુકડો લો અને તેમાં થોડું સિંદુર છાંટો. હવે એક તાજા પાનના પાંદડામાં આને લપેટીને લાલ દોરો નાળાછડીથી બાંધી દો. પાનની આ પોટલીને સાંજના સમયે કોઈ પીપળના ઝાડવા નીચે માટીમાં દબાવી દો. આનાથી દેવામાંથી મુક્તિ મળશે.

જો તમે ધનવાન બનવા માંગો છો તો તમે તમારા ઘરની તિજોરીમાં ૫૦ ગ્રામ ફટકડી રાખી દો, આનાથી ઘરમાં હંમેશા અમ લક્ષ્મીનો વાસ થશે. જેનાથી ધનમાં વૃદ્ધિ થશે.

જો તમારું કામ થતા થતા અટકી જાય તો સમજો ઘરમાં વાસ્તુદોષ છે. આનાથી છુટકારો મેળવવા માટે બાથરૂમમાં થોડી ફટકડી નાખી દો. આનાથી નકારાત્મકતા દુર થશે અને ઘરમાં સમૃદ્ધતા આવશે.

જો ઘરમાં બરકત ના થઇ રહી હોય તો રોજ પોતું લગાવતી વખતે પાણીમાં થોડી ફટકડી મેળવી લો. આવું કરવાથી ઘરમાંથી નકારાત્મકતા ખતમ થઇ જશે.

જો કોઈના પરિવારમાં ઝઘડાઓ થતા રહે છે તો તેને ખતમ કરવા માટે સુતી વખતે પરિવારના એ સદસ્યની બેડની નીચે ફટકડી નાખો, જે ઘણો વિવાદ કરતો હોય. આવું કરવાથી માહોલ સકારાત્મક બનશે.

જે લોકો જીવનમાં સન્માન મેળવવા માંગે છે અને ઈચ્છા પ્રમાણે નોકરી મેળવવા માંગે છે તો તેને બુધવારના દિવસે પાંદડામાં ફટકડી અને સિંદુર પીપળના ઝાડવાની નીચે કોઈ મોટા પત્થરની નીચે દબાવી દો. આ કામ સતત સાત બુધવાર સુધી કરો તમારું કામ બની જશે.

દુર્ઘટનાઓથી બચવા માટે આંધાઝાડા નામનું  છોડવાના મૂળમાં એક ફટકડીના ટુકડાને કોલસાનો ટુકડા સાથે એક કાળા વસ્ત્રમાં બાંધીને પોટલી બનાવી લો. અને તેને વાહનની ચારે બાજુ અને પાસે સાત વાર ફેરવો અને કોઈક સુરક્ષિત જગ્યાએ રાખી દો. આવું કરવાથી એકસીડન્ટ નો ખતરો ઓછો થઇ જાય છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment