લાલ બહાદુર શાસ્ત્રીની આ 5 વાત, તમારી લાઈફમાંથી બધું જ ટેન્શન દુર કરી દેશે…

174

દેશના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને એમની સાદગી અને કુશળ વ્યવહાર માટે યાદ કરવામાં આવે છે. લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ ૨ ઓક્ટોમ્બર ૧૯૦૪ માં થયો હતો. શાસ્ત્રીજીનું જીવન શરૂઆતથી જ સંઘર્ષોથી ભર્યું હતું, પરંતુ પોતાના બધા સંઘર્ષો સાથે લડીને શાસ્ત્રીજી પોતાના બુલંદ ઈરાદાઓથી જીવનમાં આગળ વધતા ગયા. તમને જણાવી દઈએ કે શાસ્ત્રીજીનું મૃત્યુ ૧૧ જાન્યુઆરી ૧૯૬૬ માં થયું હતું. આજે અમે તમને જણાવીએ, લાલ બહાદુરની કહેલ એ સુંદર વિચારો જે તમારા જીવનમાં ખુબ જ પરિવર્તન લાવી શકે છે.

 ૧.) “જ્યારે સ્વતંત્રતા અને અખંડતા જોખમમાં હોય, તો પૂરી શક્તિથી એ પડકારનો સામનો કરવો જ એક માત્ર કર્તવ્ય હોય છે, આપણે એક સાથે મળીને કોઈપણ પ્રકારની અપેક્ષિત બલિદાન માટે દ્રઢતાપૂર્વક તત્પર રહેવું છે.”

૨.) “જો સતત ઝગડાઓ થતા રહેશે તેમજ શત્રુતા થતી રહેશે તો આપણી જનતાને બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સામે સામે લડવાને બદલે આપણે ગરીબી, બીમારી અને અજ્ઞાનતા સાથે લડવું જોઈએ. બંને દેશોની સામાન્ય જનતાનિ સમસ્યાઓ, આશાઓ અને અપેક્ષાઓ એક સમાન છે. એમને મારા મારી અને ગોળા બારૂદ નહી, પરંતુ રોટી, કપડા અને મકાનની આવશ્યકતા છે.”

૩.) “આપણે ફક્ત પોતાના માટે જ નહી પરંતુ આખા વિશ્વ માટે શાંતિ અને શાંતિપૂર્ણ વિકાસમાં વિશ્વાસ રાખીએ છીએ.”

૪.) “આપણે ભલે આપણા દેશની આઝાદી માંગીએ છીએ, પરંતુ એના માટે ન તો આપણે કોઈનું શોષણ કરીશું અને ન તો બીજા દેશોને નીચો દેખાડ્શું… હું આપણા દેશની સ્વત્રંતા કંઈક એવી રીતે કરવા માંગું છું કે બીજા દેશો કઈક એમાંથી શીખી શકે, અને મારા દેશના સંસાધનોનો માનવતાના લાભ માટે ઉપયોગમાં લઇ શકે.”

૫.) “જો હું એક તાનાશાહ હોત તો ધર્મ અને રાષ્ટ્ર અલગ અલગ હોત. હું ધર્મ માટે જીવ પણ આપી દઈશ, પરંતુ આ મારો અંગત મામલો છે રાજ્યને આનાથી કઈ લેવા દેવા નથી. રાષ્ટ્ર ધર્મ નિરપેક્ષ, કલ્યાણ, સ્વાસ્થ્ય, માહિતી સંચાર, વિદેશી સંબંધો, પૈસા, વગેરેનું ધ્યાન રાખશે પરંતુ મારા કે તમારા ધર્મનું નહિ, એ બધાનો અંગત મામલો છે.”

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment