લાખો લોકોની ભીડે એક એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો, આ વિડીયોના દરેક લોકો કરી રહ્યા છે વખાણ…

132

સોશ્યલ મીડિયામાં આવ્યા દિવસે વિડીયો વાયરલ થતા રહે છે. તેમાં કેટલાક ભડકાઉ હોય છે તો કેટલાક હદયને સ્પર્શી જાય તેવા હોય છે. એક એવો જ હદય સ્પર્શી વિડીયો વાયરલ થયો છે જેમાં લાખો લોકોની ભીડે એક એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો છે. આ વાયરલ વિડીયોના દરેક કોઈ  વખાણ કરી રહ્યા છે.

આ વિડીયો જગન્નાથ પૂરી રથયાત્રા દરમિયાનનો છે. આ વર્ષે થનારી રથયાત્રામાં હજારો લોકો જમા થાય છે. માન્યતા છે કે ભગવાનના રથોને ખેંચવાથી પુણ્ય મળે છે. આ જ કારણ છે કે દેશ વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં પહોચે છે.

મીડિયા રીપોર્ટસના જણાવ્યા અનુસાર, ચાર જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન લાખો ભક્ત જોડાયેલા હતા. એવામાં કોઈક ગાડીતો દૂર, માણસનું નીકળવું પણ મુશ્કેલ થઇ જાય છે. તો પછી પણ એમ્બ્યુલેન્સ માટે રસ્તો બનાવ્યો. તેમાં અંદાજે 1200 સ્વયંસેવકો હાજર હતા. આ વિડીયોને સૌથી પહેલા પુરીના એસપીએ ટ્વીટ કર્યું, જે જોતજોતામાં વાયરલ થઇ ગયો. હવે લોકો આ વિડીયોને જોઇને વખાણ કરતા થાકી રહ્યા નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment