લગ્નની વર્ષગાઠ પર “કબ્રિસ્તાન” માં જઈને આ દંપતીએ કર્યું કઈક આવું કામ, જાણીને થઇ જશો આશ્ચર્યચકિત…

7

એક દંપતીએ પોતાની વર્ષગાઠ સેલીબ્રેટ કરવા માટે એક અનોખી રીત અપનાવી જેના વિશે જાણીને તમે પણ ચોકી જશો. હકીકતમાં, આ કપલે વર્ષગાઠનું જશ્ન કોઈ લોન અથવા બેક્વટ હોલમાં જઈને નહિ પણ કબ્રીસ્તાનમાં જઈને મનાવ્યો છે.

મીડિયા રીપોર્ટની માનીએ તો આ મામલો કર્નાટકના કલબુર્ગી જીલ્લામાં સામે આવ્યુ છે. અહિયાં એક દંપતીએ લગ્નની વર્ષગાઠ મનાવવાની એક અદ્ભુત રીત અપનાવી. આ માટે દંપતીએ નક્કી કર્યું અહ્તું કે તે પોતાના લગ્નની 18 મી વર્ષગાઠ ગામના કબ્રીસ્તાનમાં માનવસે. દંપતીનું આવું કરવાથી આ ખબર વાયરલ થઇ ગઈ. હવે આખા દેશમાં આ અનોખા જશ્નને લઈને વાતું કરવામાં આવી રહી છે.

કલબુર્ગીના નંદીકુર ગામના રહેવાસી અનીતા અને પવન કુમારની વર્ષગાઠના અનોખા જશ્નમાં તેના સગા સંબંધીઓ અને દોસ્તો પણ હાજર હતા. અનીતા અને પવન કુમારે એક કબરની આગળ બેસીને એકબીજાને માળા પહેરાવી. ત્યારે તેના દોસ્તો અને રીશ્તેદારોએ ઉત્સવ મનાવીને વધામણા આપ્યા. તેઓએ લગ્નની વર્ષગાઠ માનવતા ઝાડ પણ વાવ્યા.

જણાવી દઈએ કે અનીતા જીલ્લા પંચાયતની ઉપાધ્યક્ષ રહી ચુક્યા છે. જયારે તેના પતિ પવન કુમાર વાલાકેરી એક સામાજિક કાર્યકર્તા રહ્યા છે. તે લોકોમાં અંધવિશ્વાસ વિરુદ્ધ જાગૃતતા ફેલાવવાનું કામ કરે છે. તેને કહ્યું કે તે ઈચ્છે છે કે કબ્રિસ્તાન ચોખ્ખું રહે, કારણ કે તે ઘણું ખરાબ થઇ ગયું છે અને નજરઅંદાજ રહેવાના કારણે ઘાસ પણ ઉગી ચુક્યું છે.

તેઓએ કહ્યું કે, “મેં મારા લગ્નની વર્ષગાઠ આ જગ્યાએ મનાવવાનો નિર્ણય કર્યો તેથી અમે તેને સાફ રાખી શકીએ અને છોડ ઉગાડી શકીએ. અનિતાએ બતાવ્યું કે, ‘અમારા મહેમાન પહેલા અહિયાં આવવાથી અચકાઈ રહ્યા હતા પણ અમે તેને માનવી લીધા. પહેલા દિવસે અમે લગ્નની વર્ષગાઠ મનાવી અને બીજે દિવસે અમે આસપાસના ગામોની મહિલાઓને સીલાઈની ટ્રેનીંગ આપી. આ સિવાય અમે પ્રાઇવેટ હોસ્પીટલમાં રક્તદાન પણ કર્યું. અમારી સાથે ૩૦ લોકોએ પણ રક્તદાન કર્યું

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment