લગ્ન પછી કેટલા દિવસ બાદ બાળકનું પ્લાનિંગ કરવું જોઈએ ?

95

માતૃત્વ એક એવી જવાબદારી છે કે જેને નિભાવવાની વાત સાંભળીને આજના જમાનાની કેટલીય છોકરીઓ, યુવતીઓ ગભરાઈ જાય છે. આ કારણથીજ તે ત્યાં સુધી માતૃત્વ ધારણ કરવાની બાબતમાં વિચારતી નથી જ્યાં સુધી તે પૂરે પૂરી રીતે તેના માટે તૈયાર ન થઇ જાય. આ ફક્ત છોકરીઓ, યુવતીઓ કે મહિલાઓની જ વાત નથી પણ કેટલાક પુરુષો પણ એવુજ વિચારે છે. આ કારણથી જ શહેરી વિસ્તારમાં રહેતા મોટા ભાગના કપલ લગ્નના અમુક વર્ષો સુધી એટલા માટે પેરન્ટ હુડને (બાળકને) સ્વીકારતા નથી કારણ કે તેમને લાગે છે કે તેઓ હજી બાળકની સાર સંભાળ રાખવા માટે કે તેની જવાબદારી ઉપાડવા માટે તેઓ હજુ તૈયાર નથી. પરંતુ જો પતિ પત્ની બંનેની તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને જોઈએ તો બાળક રાખવા માટે પણ એક આદર્શ સમય હોય છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે લગ્ન બાદ કેટલા સમય પછી પતિ પત્નીએ બાળકનું પ્લાનિંગ કરવું જોઈએ ? જેથી તેઓ અને તેમનું બાળક ત્રણેય સ્વસ્થ રહે ?

૧.) જો 20 વર્ષની અંદર લગ્ન થાય તો

20 વર્ષની ઉમર પહેલા કોઇપણ કન્યાએ, છોકરીએ કે યુવતીએ માતૃત્વ ધારણ કરવું જોઈએ નહિ. એટલે કે માતા બનવું જોઈએ નહિ. Who (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) ના કહેવા મુજબ વિશ્વ ભરમાં પ્રેગ્નન્સી દરમ્યાન થતી મુશ્કેલીઓથી થતા મૃત્યુમાં 15 થી 19 વર્ષની ઉમરની છોકરીઓ કે યુવતીઓ સૌથી વધારે હોય છે. જો પહેલી જ વાર માતા બનતી છોકરી કે યુવતીની ઉમર 20 વર્ષથી ઓછી હોય તો તેને આવનાર બાળકના મૃત્યુના જોખમની શક્યતા અનેક ગણી વધી જાય છે. ઈમોશનલી અને સાઈકોલોજીકલી પણ 20 વર્ષથી ઓછી ઉમરમાં માતા પિતા બનવું યોગ્ય નથી કારણ કે આવનારા બાળકના પાલન પોષણ માટે માતા પિતામાં યોગ્ય પરીપક્વતા અને તેની સમજ હોવી ખાસ જરૂરી છે.

૨.) જો 20 થી 25 વર્ષની અંદર લગ્ન થાય તો

જો કોઈ યુવક કે યુવતીના લગ્ન 20 થી 25 વર્ષની અંદર થયા હોય તો તેઓ લગ્ન પછી ટૂંકા ગાળામાં બાળક રાખવાનું પ્લાનિંગ કરી શકે છે. કારણ કે યુવતીએ ગર્ભ ધારણ કરવા માટે આ સમય આદર્શ સમય માનવામાં આવે છે. આ ઉમરમાં યુવતીઓમાં માતૃત્વ ધારણ કરવા માટે અંડાશયમાં ઈંડાનું ફલીની કારણ પરિપક્વ અને સૌથી સારું થતું હોય છે. અને તે સાથે યુવકમાં પુરુષના સ્પર્મ પણ સારી રીતે પરિપક્વ થઇ ગયા હોય છે. આમ આ સમયે બંને ગર્ભ ધારણની પ્રક્રિયા માટે પરિપક્વ હોય છે. બંનેને આ સમયે ગર્ભ ધારણની પ્રક્રિયા માટે પરફેક્ટ માનવામાં આવે છે. અને સમયના સથવારે 25 વર્ષની ઉમર આવતા આવતા કપલ્સ ફાઈનાન્શિયલી પણ થોડાક સ્ટેબલ થઇ જાય છે. જેથી બાળકની જવાબદારી પણ સારી રીતે કરી શકે છે.

૩.) જો 25 થી 30 વર્ષની અંદર લગ્ન થાય તો

25 થી 30 વર્ષની અંદર જો કોઈ યુવક કે યુવતીના લગ્ન થાય તો તેઓ લગ્ન પછી એકાદ બે મહિના બાદ તૂર્ત જ બાળક રાખવાનું પ્લાનિંગ કરી શકે છે. મોટા ભાગના કપલ્સનું એવું માનવું છે કે બાળકના જન્મ માટે યુવક યુવતીની આ ઉમર સૌથી સાચી ઉમર છે. ખરેખર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જોવામાં આવે તો આ 25 થી 30 વર્ષની ઉમર આવતા આવતા મહિલાઓની ફર્ટીલીટી ઓછી થતી જાય છે, જેથી મહિલાઓને પ્રેગ્નન્ટ થવાના ચાન્સીસ ઓછા થતા જાય છે. જ્યારે પુરુષોની સ્પર્મ ક્વોલીટીનો સવાલ છે તો તે પૂરેપૂરી રીતે પુરુષ ની લાઈફ સ્ટાઈલ પર આધાર રાખે છે. જો પુરુષ શરાબ પીતો હોય કે સિગારેટનું સેવન કરતો હોય, અથવા તો તેને શરીર સ્વાસ્થ્યને લગતી કોઈ ગંભીર બીમારી હોય કે સમસ્યા હોય તો તેની અસર તેના સ્પર્મ કાઉન્ટ પર પણ થઇ શકે છે. એટલે કે તેના વીર્યમાં શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડો આવી શકે છે.

૪.) જો 30 થી 35 વર્ષની અંદર લગ્ન થાય તો

જો કોઈ પુરુષ કે સ્ત્રીના લગ્ન 30 થી 35 વર્ષની અંદર થયા હોય તો તેઓએ કોઇપણ બાબતમાં સમય બગાડ્યા વિના કે સમય પસાર કર્યા વિના તૂર્તજ બાળકનું પ્લાનિંગ કરવું જોઈએ. કારણ કે ખાસ કરીને સ્ત્રીઓ કે મહિલાઓ આ ઉમરે પહોચતા પહોચતા તેમને પ્રેગ્નન્ટ થવાના ચાન્સીસ ખુબજ ઝડપથી ઘટતા જાય છે. બાળક રાખવાનું પ્લાનિંગ કરતા પહેલા એ બાબતની ખાસ તપાસ કરાવી લેવી કે તમે અને તમારા પાર્ટનર બંને પેરેન્ટ્સ બનવા માટે શારીરિક રૂપથી સ્વસ્થ છો કે નહિ ? એક અભ્યાસના તારણો મુજબ આ ઉમરે પુરુષોમાં પિતા બનવા માટેની ક્ષમતા માટે તેના વીર્યમાં શુક્રાણુઓની ક્વોલીટી સારી ન પણ હોય. આ કારણથી આવનાર બાળક પર ઓટીજ્મ જેવી કેટલાય પ્રકારની બીમારીઓ, શારીરિક ખોડ ખાંપણ કે માનસિક રીતે અવિકસિત બાળક હોવાનો ભય રહે છે.

૫.) જો 35 થી 40 વર્ષની અંદર લગ્ન થાય તો

જો કોઈ પુરુષ કે સ્ત્રી 35 થી 40 વર્ષની અંદર લગ્ન કરે તો લગ્ન પછી સૌ પ્રથમ બંને પાર્ટનરે બાળક પેદા કરવાની ક્ષમતા ધરાવે છે કે નહિ તેની તપાસ કરાવી લેવી જોઈએ. જેથી ખબર પડે કે બંને પાર્ટનર સ્વસ્થ બાળકને જન્મ આપવા માટે પૂરી રીતે સ્વસ્થ છે કે નહિ ? આ ઉમરે જો બાળકને જન્મ આપવામાં આવે તો બાળકને ડાઉન સિન્ડ્રોમ અને ઓટીજ્મ થવાનો ખતરો વધી જાય છે. તદ્દ ઉપરાંત ગર્ભવતી સ્ત્રી કે મહિલાને ગર્ભ પાત થવાનો ખતરો પણ અનેક ગણો વધી જાય છે.

૬.) જો 40 થી 45 વર્ષની અંદર કે તેનાથી વધારે ઉમરે લગ્ન થાય તો

જો કોઈપણ આધેડ મહિલા કે પુરુષ 35 થી 40 વર્ષની અંદર કે તેનાથી વધારે ઉમરે લગ્ન કરે તો લગ્ન પછી સૌ પ્રથમ બંને પાર્ટનરે બાળક પેદા કરવાની ક્ષમતા ધરાવે છે કે નહિ તેની તપાસ ખાસ કરાવી લેવી જોઈએ. તે માટે આધેડ મહિલાએ તેમનું અંડાશય અંડકોષમાંથી સમયસર પરીપક્વઈંડું આપે છે કે નહિ તેની તપાસ કરાવી લેવી જોઈએ. તેવી જ રીતે પુરુષે પણ તેના વીર્યમાં શુક્રાણુઓની સંખ્યામાં કાઉન્ટમાં ઘટાડો થયો નથી તેની તપાસ કરાવી લેવી જોઈએ. જો બંનેને કે કોઇપણ એક પાર્ટનરને ખામી જણાય તો બાળક રાખવાનું માંડી વાળવું જોઈએ. ખરું જુઓ તો 50 વર્ષની આસપાસની ઉમરે લગ્ન કરનાર બંને પાર્ટનરે બાળકની અપેક્ષા ન રાખતા ફક્ત એક બીજાના સહારારૂપ, આધારરૂપ કે ટેકારૂપ જીવનસાથી બનીને રહેવું જોઈએ.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment