લગ્ન પછી પતિને પત્ની પર થયો શક, પતિએ કઈક એવું કર્યું કે પત્નીની ખરાબ આદત આવી ગઈ સામે અને ખુલ્લી ગઈ પોલ…

26

લગ્નો બે પ્રકાર હોય છે. એક લગ્નનું બંધન એ હોય છે જ્યાં છોકરો છોકરી એક બીજાને પહેલેથી જ જાણતા અને સમજતા હોય છે, એક બીજાની પસંદ અને નાપસંદ વિશે પણ જાણે છે. એવા લગ્નોને પ્રેમ લગ્ન અથવા લવ મેરેજનું નામ આપવામાં આવે છે. બીજા પ્રકારના લગ્ન સમાજ અને પરિવારના લોકો દ્વારા નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે એવા લગ્નોમાં યુવક યુવતીઓને એક બીજાને સમજવા અને જાણવાનો સમય મળી શકતો નથી. જેને અરેંજ મેરેજ કહેવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં તો બીજા પ્રકારના લગ્નો જ સફળ થાય છે પરંતુ ઘણી વખત એવી જાણકારી સામે આવે છે. જેનો પ્રભાવ ઘણી જિંદગીઓ અને પરિવારો પર પડે છે. દિલ્હીમાં એક એવા જ લગ્નનો અજીબોગરીબ મામલો સામે આવ્યો છે.

લગ્ન પછી પતિને પોતાની પત્નીની એક ખરાબ ટેવ વિશે ખબર પડી. જેના વિશે કદાચ મહિલાના પરિવારના લોકોને પણ ખબર નહતી. થોડા જ દિવસોમાં વાત એટલી બગડી ગઈ કે પરેશાન પતિએ કોર્ટમાં છૂટાછેડાની અરજી નાખી દીધી. જેના પછી કોર્ટને દખલગીરી કરવી પડી.

પતિ અનુસાર પત્નીને સોશિયલ મીડિયાની ખુબજ ખરાબ આદત હતી. ત્યાં સુધી કે એ પોતાના ઘરે પણ ધ્યાન આપતી ન હતી. પતિ અનુસાર પત્ની મોડી રાત સુધી વોટ્સઅપ અને મેસેંજર પર ઘણા પુરુષો સાથે વાતો કરતી હતી. પતિનું કહેવું છે કે એણે એના વિશે ઘણી વખત પોતાની  પત્નીને સમજવાની કોશિશ કરી હતી પરંતુ એ પતિની રોકટોક પર ધમકી આપતી હતી અને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપતી હતી. પીડિત માંસ સોફ્ટવેર ઇન્જિનીયર છે.

પતિની અરજી પર કોર્ટે બંનેને કાઉન્સિલિંગનો સમય આપ્યો છે. કોર્ટનું કહેવું છે કે જો કાઉન્સિલિંગ દરમ્યાન પત્નીનો વ્યવહાર બદલ્યો નથી તો  અરજી પર ચર્ચા કરી શકાય છે. તેમજ આ ઘટનાથી યુવક અને યુવતી બંનેના પરિવાર સદમામાં છે. એમને આ વાત પર વિશ્વાસ જ નથી થઇ રહ્યો.

મીડિયાની આદતને લઈને આ કઈ પહેલો કેસ નથી. ઘણી વખત આ પ્રકારના સમાચાર ચર્ચાઓનું કેન્દ્ર બને છે. છતાંપણ કપલ્સમાં એના પર કોઈ વિચાર કરવામાં આવતો નથી. સમય રહેતા આપણે સાવધાન થવું પડશે નહિતર એના દૂરના પરિણામો દરેક  માટે જોખમી હોઈ શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment