લગ્નનો ડ્રેસ પહેરીને બેઠેલી દુલ્હનના જીવનમાં આવ્યું એવું તોફાન, કબર સાથે કર્યા લગ્ન…

26

પહેલી વાર જોવા પર તમને આ સામાન્ય લગ્નની આલ્મલ જેવું જ લાગશે, જેમાં રડતા માં-બાપ છે, દોસ્ત છે. ગભરાયેલી દુલ્હન છે જેને લગ્ન માટે શણગારવામાં આવી છે અને મસ્તીખોર બાળકો છે. પરંતુ જો તમે આ ફોટોને ધ્યાનથી જોશો તો સમજવામાં વાર નહિ લાગે કે આમાં કઈક ખૂટે છે.

કેંડલ મર્ફી, જેને વરરાજો બનવાનું હતું તેનું નવ મહિના પહેલા જ એક દુર્ઘટનામાં મૃત્યુ થઇ ગઈ હતી અને તેમની થનારી દુલ્હન જેસિકા એકલી રહી ગઈ હતી. પરંતુ જેવું પહેલાથી જ નક્કી હતું, લગ્ન થયા. જેસિકા પેજૈટ પોતાના લગ્નના દિવસે દુલ્હનના ડ્રેસમાં હતી પરંતુ તે એકલી હતી. તેમનો વરરાજો તેમની સાથે નહતો. જેસિકાના લગ્ન કેંડલની કબર સાથે થયા.

વર્ષો પહેલા જેસિકાની સગાઈના કિસ્સા હોલીવુડ ફિલ્મોની જેમ ચર્ચામાં હતા. બંને લગભગ સાત મિલ દુર રહેતા હતા પરંતુ તે એકબીજાને પહેલીવાર કોલેજમાં જ મળ્યા હતા, પરંતુ ગયા વર્ષે બંનેના જીવનમાં એવું તુફાન આવ્યું જેની કોઈ કલ્પના પણ કરી ન હતી. ગયા વર્ષે નવેમ્બરમાં કેંન્ડલની એક દુર્ઘટનામાં મૃત્યુ થઇ ગઈ હતી. જેસિકા તે સમયે માત્ર ૨૫ વર્ષની હતી.

કેંડલની યાદો

જેસીકાએ બીબીસીને જણાવ્યું, “કેંડલ એક સારા માણસ હતા. બહુજ પ્રેમ કરનારા, દયાળુ. તે કોઈને પોતાના કપડા ઉતારીને પહેરાવી દેતા હતા.” કેંડલની મૃત્યુ પછી તેમણે નિર્ણય લીધો કે તે લગ્ન નહિ કરે. ૨૯ સપ્ટેમ્બરે જેસિકાએ સફેદ રંગના દુલ્હનવાળા પોશાક પેર્યા. આ તેજ પોશાક હતા જે તેમણે પોતાની માટે પસંદ કર્યા હતા. જેસીકાએ આ ખાસ દિવસ માટે પોતાના સગાસંબંધીઓ અને મિત્રોને નીમંત્રણ પણ આપ્યું હતું.

આ ફોટોશુટમાં એક મહિલાની હિંમત અને દુઃખને સાફ જોય શકાય છે. જેસિકા કહે છે, “લગ્નમાં થોડાક એવા પળો પણ આવ્યા જેને અમારા ચેહરા પર હસી લાવી દીધી.” તે કહે છે, “ થોડીક મજાકવાળી સ્ટોરી બનાવવામાં આવી અને મને તે વાત ખુશી પણ છે અને ત્યાં બહુજ મચ્છર હતા. મને મચ્છરો કરડી ગયા. આ પણ એક એવી વાત છે જેના પણ અમે હસી પડ્યા હતા.” લગ્નમાં કેંડલના સહકર્મી પણ શામેલ હતા.

અમેરિકાના ઇન્ડીયાનામાં થયેલા આ અદ્દભુત લગ્નના દિવસે તે ફોટોગ્રાફર પણ ત્યાં હાજર હતો જેને જેસીકાએ અને કેંડલે આ દિવસે ફોટો પાડવા માટે પસંદ કર્યો હતો. જેસિકા કહે છે, “હું કેંડલના જતા રહ્યા પછી પણ આ દિવસને શિદ્દતથી ઉજવવા ઈચ્છતી હતી, એવું હોવા છતાં કે હવે તે શારીરિક રૂપથી મારી સાથે નથી. હું આ દિવસની યાદોને સાચવીને રાખવા માંગું છું.

તેમ છતાં ફોતોશુટનો આઈડિયા તેમના મગજમાં પહેલાથી જ હતો. કેંડલની મૃત્યુના થોડીક વાર પછી જ જેસીકાને બુટીકથી ફોન આવ્યો હતો કે તેમના લગ્નનો ડ્રેસ તૈયાર થઇ ગયો છે. તે જણાવે છે, “પહેલા તો તમને લગ્નનો ડ્રેસ લેવાનું મન થાય જ નહિ, કેમ કે જે સૌથી ખાસ મિત્ર સાથે તમે લગ્ન કરવાનું તમે સપનું જોયું હતું તે હવે તૂટી ગયું છે, પરંતુ મારા પરિવારવાળા ઘણો ખર્ચ કરી ચુક્યા હતા પછી મેં આ દડ્રેસ લઇ આવવાનું નક્કી કર્યું. તેના પછી મને ફોટોશુટ અને લગ્નનો વિચાર આવ્યો.”

જે દિવસે કેંડલની મૃત્યુ થઇ હતી, તે બધાજ લોકો તેમની સાથે હતા. કેંડલ ફાયર ડીપાર્ટમેંટમાં કામ કરતા હતા. તે દિવસે તેઓ કોઈને બચાવવા ગયા હતા, પરંતુ પોતાની જ દુર્ઘટનાના શિકાર થઇ ગયા. ફોટોગ્રાફરે જેવા જ આ લગ્નના ફોટો ફેસબુક પર નાખ્યા, આ વાયરલ થઇ ગયા. જેસિકા કહે છે, “મને ઘણા લોકોના સંદેશા આવ્યા.

તેમણે મારી પાસેથી મારી સ્ટોરી સાંભળી અને મારી બહાદુરીના વખાણ કર્યા. તેમણે કહું કે હું કરી શકું છું તો તે પણ કરી શકે છે.” “આ ફોટાઓ પછી મને બહુજ સારું લાગ્યું. તેનાથી મારામાં હિંમત આવી.” “ફોટાઓ જોઇને મને લાગ્યું કે કેંડલ મારી પાસે જ છે. હું તેમને હસતા હસતા જોઈ શકું છું. તે આજે પણ મારા દિલમાં હાજર છે. હું તેમને મહેસુસ કરી શકું છું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment