બદલાઈ ગઈ ઈશા અંબાણી લગ્નના થોડા દિવસોમાં જ, સામે આવી નવી વિગતો…

50

દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકુન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન ગયા મહિનાની ૧૨ ડિસેમ્બરે બીઝનેસમેન આનંદ પિરામલની સાથે મુંબઈમાં થયા. લગ્નના સમાચાર સાથે જ ઈશા અને આનંદ અવારનવાર સોસીયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. થોડા દિવસોથી બંનેના નવા ફોટાઓ અને વીડિઓ સામે આવી રહ્યા છે. હાલમાં જ ઈશા અંબાણીની વિદાયનો એક વીડિઓ સામે આવ્યો છે જેમાં મુકેશ અંબાણી ખુબજ લાગણીશીલ લાગી રહ્યા છે. તેમજ “ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કુલ” ના વાર્ષિક ઉત્સવ દરમ્યાન પણ ઈશાની ઘણા ફોટાઓ ખુબ જ વાયરલ થયા. એના પછી હવે એક વાર ફરી ઈશા અને આનંદની એક નવો ફોટો સામે આવ્યો છે. જેમાં એમનો લુક ઘણો અલગ દેખાય રહ્યો છે.

નવા લુકમાં નજર આવી ઈશા અંબાણી

ઈશા અને આનંદનો એક ફોટો સોસીયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે. આ ફોટામાં એમનો લુક અલગ દેખાઈ રહ્યો છે. લગ્ન પછી આ ફોટામાં ઈશા ઘણી સુંદર દેખાય રહી છે. લગ્ન પછી એના ચહેરા પર એક અલગ જ ચમક દેખાઈ આવે છે. ઈશાની સાથે સાથે આનંદનો લુક પણ લગ્ન પછી અલગ જ અંદાજમાં દેખાઈ આવે છે. આ ફોટો હૈદરાબાદના કોઈ લગ્ન પ્રસંગનો છે. જેમાં આનંદ અને ઈશાની સાથે સાથે એમનો પરિવાર પણ પહોચ્યો હતો. તેમજ ત્યાં ફોટામાં એમની સાથે એક માણસ પણ દેખાય છે જેનું નામ યોગેશ લખાણી છે.

એવું સાંભળવામાં આવ્યું છે કે ઈશા અને આનંદના લગ્નમાં બોલીવુડ સેલીબ્રીટીથી લઈને હોલીવુડ અને રાજનીતિથી લઈને રમત જગતના ઘણા નામચીન લોકો સામેલ હતા. તેમજ લગ્નમાં રતન ટાટા જેવા મોટા બીઝનેસમેન પણ સામેલ થયા હતા. અંબાણી પરિવારના લગ્ન અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્ન માનવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment