લગ્નના 7 વર્ષ પછી પણ ન થયું સંતાન, સાસરિયાઓએ મહિલાને ટોર્ચર કરવાનું ચાલુ કર્યું, પરંતુ જયારે છોકરીવાળાઓએ દીકરીનો ટેસ્ટ કરાવ્યો તો હકીકત કઈક બીજી સામે આવી…

60

પિતાએ કહ્યું મેં એ લોકોને બહુજ સમજાવ્યા હતા પરંતુ તે ન સમજ્યા, અસલી ખામી તો તેમાં હતી.

જગાધરીની પ્રતાપ નગર કોલોનીમાં પરણિતે આત્મહત્યા કરી લીધી. આસમાં(૨૬) નો મૃતદેહ ઘરમાં જ દોરડા સાથે લટકતો મળ્યો. મૃતકના પિતા કરતાપુરા કોલોની નિવાસ યશપાલે આરોપ લગાવ્યો છે કે તેમની દીકરી પતી, સાસુ અને સસરાથી પરેશાન હતી. તેઓ તેને એટલા માટે હેરાન કરતા હતા, કેમ કે બાળક નતું થઇ રહ્યું. યશપાલનો આરોપ છે કે ખામી તેની દીકરીમાં નહિ, તેમના જમાઈમાં હતી. તેમણે દીકરીના ટેસ્ટ કરાવ્યા હતા. બદલામાં તેમની દીકરીને હેરાન કરવામાં આવતી હતી. અર્જુન નગર પોલીસ સ્ટેશને આત્મહત્યા માટે લાચાર કરવા માટેનો કેસ નોંધી લીધો છે. પોલીસ ઇન્ચાર્જએ જણાવ્યું કે પોલીસે ગૌરવની ધરપકડ કરી લીધી છે.

સાત વર્ષ પહેલા થયા હતા લગ્ન, સાસરીયાવાળા દરરોજ માંરતા હતા ટોન

યશપાલે જણાવ્યું કે, દીકરીના લગ્ન ૭ વર્ષ પહેલા પ્રતાપ નગર કોલોની નિવાસી ગૌરવ સાથે થયા હતા. લગ્ન પછી કોઈ સંતાન ન થયું. જેનાથી તેમની દીકરીને ઘણીવાર ટોન મારવામાં આવતા હતા. તેને લઈને ઘણીવાર દીકરીએ પિયરમાં જણાવ્યું તો સાસરીયાવાળાઓને સમજાવવામાં આવ્યા, પરંતુ તે ન સમજ્યા. સતત તેમની દીકરીને હેરાન કરી રહ્યા હતા. આસમાંના ભાઈ આકાશનું કહેવું છે કે બહેનની હત્યા કરવામાં આવી છે.

રાત્રે ૯ વાગે પોલીસે પિતાને ફોન કરીને કહ્યું- તમારી દીકરી મરી ગઈ છે

આસમાના પરિવારના લોકોએ જણાવ્યું કે શનિવારે રાત્રે ૯ વાગે અર્જુન નગર પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો. પોલીસ ઓફિસરે જણાવ્યું કે તેમની દીકરીનું અવસાન થઇ ગયું છે. તેઓ તેના સાસરિયામાં આવ્યા.આસમાના પિતાનું કહેવું છે કે ત્યાં તેની દીકરીના સાસરિયા પક્ષમાંથી કોઈ ન હતું. તે ત્યાંથી ભાગી ગયા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment