લગ્ન જોવા નીકળેલ કિશોરી સાથે દરિંદાઓએ કર્યો ગેંગરેપ, જાણો આખી વાત રુંવાડા ઉભા થઇ જશે…

22

દીકરીઓ સાથે બળત્કાર પછી હત્યા કરવાના મામલા ઉભા રહેતા નથી. તાજો મામલો કોરિયા જિલ્લાના બૈકુંઠપુર બ્લોક આવેલ ગામ કુડેલીથી સામે આવ્યો છે. એમાં મંગળવારે રાતે લગ્ન જોવા નીકળેલી ૧૭ વર્ષની કિશોરી સાથે દરિંદાઓએ ગેંગરેપ કર્યું પછી સબૂત મીટાવવા એને વૃક્ષ પર ફાંસી લટકાવી દીધી.

ઘટનાસ્થળ પાસે જ મળેલા લોહીના નિશાન હૈવાનીયતની કહાની કહી રહ્યા છે. સૂચના પર પહોંચેલી પોલીસે પંચનામું કરી શવને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલની મરચ્યૂરીમાં રખાવ્યું. ગુરુવારે પોસ્ટમોર્ટમ પછી મામલાનો ખુલ્લાસો થશે. પોલીસ આ મામલે વિવેચના કરી રહી છે.

કોરિયા જિલ્લાના પટના થાણામાં આવતા ગામ કુડેલી નિવાસી એક ૧૭ વર્ષીય કિશોરી ૨૪ એપ્રિલની રાતે લગભગ ૯ વાગ્યે ગામમાં લગ્ન જોવાની વાત કહીને ઘરેથી નીકળી હતી. જ્યારે રાતે તેણી ઘરે ન આવી તો પરિવારના લોકોએ એની શોધખોળ શરૂ કરી. આની વચ્ચે બુધવારે બોપોરે લગભગ ૩ વાગ્યે ગામની પાસે જ બગીચામાં ફાંસી સાથે લાશ લટકેલી હોવાની ખબર આગની જેમ ફેલાય ગઈ.

જ્યારે ત્યાં કિશોરીના પરિવારના લોકો પહોંચ્યા તો એમણે તેની ઓળખ કરી. આ દરમ્યાન કિશોરીના કપડા અસ્ત વ્યસ્ત સ્થતિમાં હતા અને ચુંદડીથી ફાંસી પર લટકાવી હતી. એનાથી શંકા જ્તાવામાં આવી રહી છે કે એની સાથે અમુક દરિંદાઓએ પહેલા ગેંગરેપ કર્યો હશે પછી હત્યા કરીને લાશ ફાંસીમાં લટકાવી હશે.

આ બાજુ ઘટનાની જાણકારી  મળતા જ પટના થાણાના એસડીઓપી ત્યાં પહોંચ્યા. એમણે પંચનામું કરી શવને વૃક્ષ પરથી ઉતારી મરક્યૂરીમાં રખાવી. ગુરુવારે પોસ્ટમોર્ટમ પછી મામલાનો ખુલ્લાસો થશે. પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ મામલો નોંધી વિવેચના શરૂ કરી છે.

ઘટનાસ્થળ પર મળ્યા છે લોહીના છાંટા

જણાવામાં આવી રહ્યું છે કે જે સ્થળ પર કિશોરીને ફંદો લગાવી લટકાવામાં આવી છે એની પાસે જ ખેતરમાં લોહીના નિશાન પણ મળ્યા છે. એનાથી શંકા જ્તાવામાં આવી રહી છે કે એની સાથે ત્યાં જ દરિંદગી કરવામાં આવી હશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment