ક્યારેય તમે વિચાર્યું છે કે ફિલ્મમાં સેલીબ્રીટીના પહેરેલા લાખોના ડ્રેસનું શૂટિંગ પછી શું થાય છે ?, ન જાણતા હો તો વાંચો આ માહિતી…

21

કોઈપણ ફિલ્મને તૈયાર કરવામાં કરોડો રૂપિયા લાગી જાય છે, જેમાં ફિલ્મ સેટની સાથે સાથે હીરો અને હિરોઈનના ડ્રેસ પર પણ ખુબજ પૈસા ખર્ચ થાય છે. ફિલ્મમાં સારું દેખાવા માટે હીરો હિરોઈન સુંદર અને મોંઘા કપડા પહેરેલા દેખાય છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે ખરેખર ફિલ્મોમાં પહેરેલા કપડાઓનું પછી શું થાય છે તો આજે અમે તમને એના વિશે જણાવા જઈ રહ્યા છીએ.

હાલમાં જ પદ્માવત ફિલ્મમાં દીપિકા પાદુકોણની ડ્રેસ ઘણી ચર્ચામાં રહી. એના સિવાય તમને જણાવી દઈએ કે ફિલ્મ હિરોઈન માટે કરીના કપૂરએ લગભગ ૧૩૦ ડ્રેસ પહેર્યા હતા. હવે તમે વિચારી રહ્યા હશો કે અરે આટલા ડ્રેસનું શું કર્યું હશે.

ટ્રંકમાં બંધ કરી દેવામાં આવે છે

પ્રોડક્શન હાઉસ ફિલ્મના મુખ્ય પાત્રોના કપડાઓ માટે કરોડો રૂપિયા ખર્ચે છે. ફિલ્મ પદ્માવતમાં દીપિકા દ્વારા પહેરવામાં આવેલ એક લ્હેંગો લગભગ ૨૦ લાખ રૂપિયાનો હતો. હકીકતમાં, ફિલ્મની શૂટિંગ પૂર્ણ થયા પછી એ કપડાઓ ડબ્બામાં બંધ કરી દેવામાં આવે છે અને કપડા સાથે જોડાયેલ ડીટેલ લખીને બોક્સ ઉપર ચિઠ્ઠી લગાડી દેવામાં આવે છે.

ક્યારેક ક્યારેક પછી બીજી ફિલ્મોના બૈકગ્રાઉન્ડ ડાંસર અથવા બીજા કિરદાર મિક્સ એન્ડ મેચ કરીને આનો ઉપયોગ કરે છે. એના સિવાય બધા કપડા ડબ્બામાં નાખીને બંધ કરવામાં આવતા નથી. પરંતુ ફિલ્મના કલાકાર કોઈ ડ્રેસ યાદ તરીકે પોતાની પાસે રાખી લે છે.

ચેરીટી માટે રાખે છે

આપણે બધા જાણીએ છીએ કે દર્શક મોટા સેલીબ્રીટી દ્વારા પહેરાયેલા કપડા બહુ પસંદ કરે છે. એટલા માટે ઘણી વખત ચેરીટીનું આયોજન કરવામાં આવે છે, જ્યાં કપડા નીલામ થાય છે. એના સિવાય ડીઝાઇનર્સ ફિલ્મની શૂટિંગ પૂરી થયા પછી એ ડ્રેસને યાદ તરીકે પોતાની પાસે રાખી લે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment