કુતરાના ચાર ગલુડિયાને ગાય પીવડાવે છે પોતાનું દૂધ, વાયરલ થયો તો વિડીયો…

69

આજના સમયમાં સામાજિક રીતે રહેનારા માણસોમાં ભલે જ માણસાઈ ઓછી વધી હોય, પરંતુ પ્રાણીઓમાં આજે પણ એમની ‘જનાવરતા’ બચેલી છે. આ જ કારણ હશે કે જન્મના થોડા દિવસોમાં જ પોતાની માંને ગુમાવેલા કુતરાના ચાર નાના નાના બાળકોની સારસંભાળ કોઈ માણસ નહીં પરંતુ એક ગાય કરી રહી છે. આ ગાય આ ૪ ગલુડિયાને પોતાનું દૂધ પીવડાવે છે અને દરેક સમયે આમની આજુ બાજુ જ ફર્યા કરે છે. ભાવુક કરનાર વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.

જમીન પર બેસીને પીવડાવે છે દૂધ

ખાસ વાત એ છે કે ગાયને એ વાતનો પણ અંદાજ હોય છે કે આ નાના નાના ગલુડિયાને ભૂખ લાગી રહી હશે. આ જ કારણ હશે કે તે જમીન પર બેસી જાય છે, જેનાથી આ નાના નાના ગલુડિયા આરામથી દૂધ પી શકે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ વિડીયોની ડ્યૂરેશન કુલ ૨૦ સેકન્ડ છે. જેને ગાયની પાસે રહેલા એક માણસે બનાવ્યો છે. સોશિયલ મીડિયા પર આવતા જ વિડીયો હિટ થઇ ગયો છે અને યુજર્સ લગાતાર આ વિડીયોને શેર કરી રહ્યા છે.

વાયરલ થઇ રહ્યો છે વિડીયો

સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરી રહેલા લોકોનું કહેવું છે કે આજના સમયમાં લોકો પ્રાણીઓને તો શું માણસોને પણ રસ્તા પર તળફળતા મુકીને ચાલ્યા જાય છે. આવામાં લોકોને આ ગાય પાસેથી શીખ લેવી જોઈએ કે, જે અનાથ થઇ ચુકેલા આ ૪ કુતરાના ગલુડિયાને ખાલી પોતાનું દૂધ જ નથી પીવડાવતી પરંતુ તેણી સુરક્ષા પણ કરે છે. સોશિયલ મીડિયા યુજર્સનિ માનીએ તો આ વિડીયો ઉત્તરપ્રદેશનો છે, જો કે હજુસુધી આની પુષ્ઠી નથી થઇ શકી. કુતરાના આ ૪ ગલુડિયાની માં વિશે યુજર્સનો દાવો છે કે એનું મૃત્યુ કોઈ એક કારની જપેટમાં આવવાથી થઇ ચુક્યું છે, જેના પછીથી આ ગાય આ ગલુડિયાને પોતાનું દૂધ પીવડાવી રહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment