કોણ છે યમરાજ અને કેવી રીતે ચાલે છે તેમનું સામ્રાજ્ય ??? જાણો રસપ્રદ વાતો…

36

પિતૃપક્ષમાં જે કુટુંબના પરિજનોની મૃત્યુ થઇ ચુકી છે તેમની પુણ્ય આત્મા ૧૬ દિવસો માટે ધરતી પર પાછા આવે છે. પિતૃના જીવિત પરિવાર તેમનું ૧૬ દિવસ સુધી શ્રદ્ધા પૂર્વક તેમનું તર્પણ ક્રિયા કરી તેમને પ્રસન્ન કરે છે. તેના બદલામાં પિતૃ તેમને આશીર્વાદ આપે છે. પિતૃની આત્મા જે જગ્યા પર નિવાસ કરે છે તે સ્થાનને પરલોક કે મૃત્યુલોક કહે છે. તે મૃત્યુલોકના રાજા યમરાજ છે. ગરુડ પુરાણમાં યમરાજના સામ્રાજ્ય અને આત્મા યમલોકમાં કેવી રીતે નિવાસ કરે છે તેના વિશે વિસ્તારમાં જણાવવામાં આવ્યું  છે.

કેવું છે યમલોક

ગરુડ પુરાણમાં મૃત્યુ અને તેના પછી થનારી બધીજ યાત્રાઓ અને ક્રીયાઓ વિશે ઊંડાણમાં જાણવામાં આવ્યું છે. ગરુડ પુરાણ મુજબ યમરાજના મહેલને કાલીત્રી મહેલ કહે છે અને તેમના સિહાંસનને વિચાર-ભૂ કહે છે. પહ્મ પુરાણમાં ઉલ્લેખ મળે છે કે યમલોક પૃથ્વીથી ૮૬૦૦૦ યોજન એટલે કે લગભગ ૧૨ લાખ કિલોમીટર દુર છે. યમલોક વિશે કહેવામાં આવે છે તે બહુજ ભયાનક છે. અહિયાં જીવોને ઘણા પ્રકારની યાતનાઓ આપવામાં આવે છે.

યમલોકમાં ખુલે છે ૪ દરવાજા

ગરુડ પુરાણમાં યમલોકમાં ચાર દરવાજા જણાવવામાં આવે છે. પૂર્વી દ્વારથી પ્રવેશ માત્ર ધર્માત્મા અને પુણ્યાત્માને મળે છે જયારે કે દક્ષિણ દ્વારથી પાપીઓને પ્રવેશ થાય છે જેને યમલોકમાં યાતનાઓ ભોગવવી પડે છે. સાધુસંતોને ઉત્તર દરવાજાથી અને દાન પુણ્ય કરવાવાળા મનુષ્યને પશ્ચિમ દ્વારથી પ્રવેશ મળે છે.

કોણ છે યમલોકના સેવકો

જે યમરાજ અને યમલોકની સેવા કરે છે તેમને યમદૂત કહે છે. દ્વારપાલને ધર્મધ્વજ કહે છે. ઋગ્વેદમાં કબુતર અને ઉલ્લુને યમરાજના દુત જણાવવામાં આવ્યા છે. ગરુડ પુરાણમાં કાગડાને યમનો દૂત કહેવામાં આવ્યા છે. યમલોકના દ્વાર પર બે વિશાળ કુતરા પહેરો દે છે.

યમરાજ લે છે સલાહકારોની રાય

યમલોકના ભવનનું નિર્માણ દેવશીલ્પી વિશ્વકર્મા કર્યું છે. યમરાજ સજા દેતા પહેલા પોતાના ઘણા સલાહકારોની સલાહ લે છે. યમરાજની સભામાં ઘણા ચંદ્રવંશી અને સૂર્યવંશી રાજા સલાહકારની ભૂમિકા ભજવે છે.

આત્માઓને આ સ્થાન પર મળે છે તર્પણનો ફાયદો

યમલોકમાં પુષ્પાદકા નામક એક નદી છે જેનું શીતલ અને સુગંધિત પાણી વહેતું રહે છે. આ નદીમાં અપ્સરા ક્રીંડા કરતી રહે છે. મૃત્યુ પછી આત્માઓ થોડી વાર માટે આ જગ્યા પર આરામ કરે છે. આ સ્થાન પર પરિજનો દ્વારા કરવામાં આવતા પિંડદાન આત્માઓને પ્રાપ્ત થાય છે અને તેમને તૃપ્તિ મળે છે.

ચિત્રગુપ્ત છે યમરાજના સહાયક

ગરુડ પુરાણ મુજબ યમલોકમાં મોટા મોટા અટ્ટાલીકાઓ અને રાજમાર્ગ છે. યમલોકમાં યમરાજના સહાયક ચિત્રગુપ્તનો પણ મહેલ છે. યમરાજ પોતાના રાજમહેલમાં વિચાર ભૂ’ નામના સીહાસન પર બેસે છે. આત્માઓનું લેખન ચિત્રગુપ્ત કરે છે. યમરાજ મૃત્યુના દેવતા છે. યમરાજના પિતા સૂર્યદેવ અને માતા સંજ્ઞા છે. યમરાજની બહેન યમુના છે અને તેમનું વાહન પાડો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment