કોણ છે રાધિકા ??? જેની સાથે સ્કવેયર ઇવેન્ટમાં જોવા મળ્યા અનંત અંબાણી…

20

મુંબઈ સ્થિત જીયો વર્લ્ડ સેન્ટરમાં ધીરુભાઈ અંબાણી સ્કવેયરનું ઉદઘાટન સમારોહ હતો. આ અવસર પર ધીરુભાઈ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીને સ્પોટ કરવામાં આવ્યું. ઇવેન્ટના ઘણા ફોટાઓ સામે આવ્યા છે. જેમાં અનંતની સાથે તેની ખાસ મિત્ર રાધિકા મર્ચેંટ નજરે આવે છે.

ઇવેન્ટ હોલમાં ગેસ્ટ અને વિધાર્થીઓ હાજર હતા. ફોટામાં અનંત રાધિકાની બાજુમાં ઉભા છે. જયારે રાધિકા બાળકો સાથે વાત કરવામાં મશગુલ દેખાઈ રહી છે.

જણાવી દઈએ કે, રાધિકા મર્ચેંટને અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ જણાવવામાં આવી રહી છે. તે અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં નજરે આવે છે. થોડા દિવસો પહેલા સ્વિત્ઝરલેન્ડમાં થયેલી આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની પ્રિ વેન્ડિંગ પાર્ટીમાં રાધિકાને જોવામાં આવી હતી.

ફોટામાં લાઈટ પિંક સુટ પેન્ટ અને જરી દુપટ્ટામાં રાધિકા ખુબ જ સુંદર લાગી રહી હતી. આ એથનિક ગેટઅપને તેઓને પર્લ ચોકાર નેકલેસ અને મીનીમમ મેકઅપથી કમ્પ્લીટ કર્યું છે.

જયારે અનંત અંબાણીએ બ્લુ કુર્તો વ્હાઈટ પાય્ઝામાની સાથે બ્લુ કલરની જેકેટ પહેરી હતી. અનંત અને રાધિકાની આની પહેલા પણ ઘણા બધા ફોટાઓ સામે આવ્યા છે.

આ ઇવેન્ટમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી પણ પહોચ્યા હતા. અંબાણી પરિવારમાં જશ્નનો માહોલ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment