કોઈ પણ નશાની આદતને દુર કરવા માટે કરો આ ઉપાય…જાણો શું હશે

175

નશો! પૈસાનો નશો, રૂપનો નશો,પદનો નશો, શરાબનો નશો, ખુળશીનો નશો, પાન માવા તમાકુનો નશો, હેરોઈનનો નશો, બ્રાઉન સુગરનો નશો,કોકેઇનનો નશો, પેઈન કિલરનો નશો, ગાંજાનો નશો, બીડી સિગારેટ, ચિરૂટ,બઝર, તમાકુની પેસ્ટ, હુક્કોવગેરેનો નશો. લોકોને આવા અનેક પ્રકારના નશાનો કેફ ચઢતો હોય છે.અને આવા નશામાં લોકો મદહોશ રહે છે. આવાનશાઓ માણસને અધોગતિ તરફ પતન તરફ લઇ જાય છે.પણ આજે આપણે આ બધા નશામાંથી કેફી દ્રવ્ય, ડ્રગ્સ, નિકોટીન જેવા નશા કારક અને હાનીકારક પદાર્થોની વાત કરવાની છે. તો ચાલો આજે અમે તમને આવા હાનીકારક અને નુકશાન કારક પદાર્થોની લત કેકુટેવમાંથી કાલેશ્વર મુદ્રા કઈ રીતે નશાની આદતને કે લતનેદુર કરે છે તે વિશે જણાવીએ.

નશો એવી લત છે કે એક વાર લાગ્યા પછી માણસને તેનો કેફ જલ્દીથી ઉતરતો નથી પણ વધારે ને વધારે નશો ચઢતો જાય છે. ક્યારેક હાનીકારક કે નુકશાન કારક ડ્રગ્સ, નિકોટીનકેફી દ્રવ્ય જેવા પદાર્થના નશાની લત જરૂર કરતા વધારે માત્રામાં અને વધારે સમય સુધી લાગી જવાથી લીવર સીરોસીસ થવું, કામ કરવાની શક્તિમાં ધટાડો, અન્ય કોઈ સાથે નકારાત્મક વ્યવહાર વગેરે જેવા દુષણોને સમર્થન અને પ્રોત્સાહન આપે છે અને તેમાં ઉત્તરોતર વધારો કરે છે. આ બધાના કારણથી તેમના અન્ય સાથેના સંબંધો પર અસર પડે છે અને સાથે સાથે તેમના શરીરને પણ નુકશાન કરે છે. આવા સમયે કોઇપણ જાતના ખર્ચ વગર આ લતમાંથી છુટવા માટે જો કોઈ સૌથી વધારે ફાયદો કરી શકતું હોય તો તે કાલેશ્વર મુદ્રા છે જે નશાની આદતમાંથી તે વ્યક્તિને છોડાવે છે. અને મનમાં સકારાત્મક ભાવ જગાવે છે.

કેવી રીતે કરવી કાલેશ્વર મુદ્રા ?

કાલેશ્વર મુદ્રા કરવી બહુ સરળ છે. સૌ પ્રથમ પગની પલાઠી વાળીને બેસવું. શક્ય હોય ત્યાં સુધી એક પગ પર બીજો પગ ચઢાવીને પલાઠી વાળીને બેસવું. ત્યાર બાદ બંને હાથના અંગુઠાના અને હથેળીની સૌથી મોટી વચલી આંગળીના ટેરવાને એટલે કે સૌથી ઉપરના ભાગને એક બીજા સાથે દબાવીને અલગ અલગ સીધા રાખવા. ત્યારબાદ બંને હાથની બાકીની ત્રણ આંગળીઓને એટલે કે તર્જની (અંગુઠાની તદ્દન બાજુની આંગળી ), અનામિકા (મોટી આંગળી અને સૌથી નાની ટચલી આંગળીની વચ્ચેની આંગળી) અનેક નિષ્ઠા (સૌથી નાની ટચલી આંગળી) આંગળીને નીચેની તરફ એવી રીતે સીધી રાખો કે તેમ કરવાથી આ ત્રણેય આંગળીઓ ટેરવા એક લાઈનમાં સીધા રહે. અંગુઠાના અને સૌથી મોટી આંગળીના ટેરવાને દબાવેલ સ્થિતિમાં રાખીને તે બંને છાતીની દિશામાં રહે તે પોઝીશનમાં રાખવા. બંને હાથની કોણીને બગલથી શરીરના નીચેના ભાગ તરફ બંને હાથ સીધા રહે તેવી સ્થિતિમાં રાખવા.

આ મુદ્રાને કાલેશ્વર મુદ્રા કહેવામાં આવે છે. આમુદ્રાની પોઝીશનમાં બેઠા રહી ઊંડો શ્વાસ લઇ 8 થી 10 સેકંડ સુધી (શક્ય હોય તો વધારે સમય સુધી) શ્વાસને રોકી રાખીને પછી ધીમેથી છોડવો. શ્વાસ છોડ્યા બાદ 3 થી 5 સેકંડ સુધી ફરીથી શ્વાસ ન લેવો. ત્યારબાદ ફરીથી ઉપર મુજબની ક્રિયા કરવી. આવું ઓછામાં ઓછું 10 વાર કરવું.આવી રીતે દરરોજ કાલેશ્વર મુદ્રા કરવાથી ધીમે ધીમે નશાની આદતને કે લતને દુર કરે છે. તો ચાલો આજથી જ શરુ કરી દયો કાલેશ્વર મુદ્રા કરવાનું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment