તમારા કિંમતી ઘરેણાંની સંભાળ કેવી રીતે રાખશો ??? જાણો આ વાંચીને…

57

લોકો કિંમતી આભૂષણો ખરીદવામાં પોતાની મહેનતની કમાણીની આવકનો ઘણો ખરો ખર્ચ કરતા હોય છે. પણ આ કીમતી આભૂષણોની જાળવણીમાં લોકો મોટા ભાગે બેદરકાર રહે છે. તેની સારી રીતે સંભાળ રાખવી ખાસ જરૂરી બને છે. તો ચાલો આજે અમે તમને સાચા મોતી ના કીમતી  દાગીનાની  જાળવણી કેવી રીતે રાખવી તેના વિશે જણાવીએ.

૧.) સાચા મોતી ના કિંમતી આભૂષણને  મલમલના કપડામાં સાચવીને રાખવા જોઈએ.

૨.) ક્યારેય પણ આવા કિંમતી આભૂષણ કે સોનાના દાગીના ઉપર પરફ્યુમ કે સ્પ્રેનો સીધો છંટકાવ કરવો જોઈએ નહીં. તેમ કરવાથી તેમાં રહેલ કેમીકલની અસરથી તેની ચમક ઓછી થતી જાય છે.

૩.) આવા કિંમતી આભૂષણને સ્પંજ કે રૂલગાવેલા કોટન વાળા પ્લાસ્ટિકના બોક્સમાં સાચવીને રાખવા જોઈએ. જેથી તે કાળા પડી જાય  નહિ

૪.) પન્ના ખૂબ જ નાજુક અને નરમ પથ્થર હોય છે. જેથી પન્ના માંથી બનાવેલા આભૂષણો બેસીને પહેરવા જોઈએ. કારણકે તેમ કરવાથી પડી ને તૂટી જવાની શક્યતા ન રહે.

૫.) બસરા એટલે કે અસલી મોતીની માળાને ઉનાળાની ઋતુમાં પહેરવા ન જોઈએ. કારણકે ઉનાળામાં પસીનો થવાથી બસરા એટલે કે અસલી મોતી પોતાની ચમક ગુમાવી શકે છે.

૬.) આવા કીમતી આભૂષણને મલ્ટીપલ ખાચા વાળા બોક્સમાં રાખવા જોઈએ અથવા તો અલગ અલગ બોક્સમાં મુકવા જોઈએ. જેથી દાગીના ઉપર સ્ક્રેચ ન પડે. સાથે રાખવાથી આવા આભૂષણો ક્યારેક એકબીજામાં અટવાઈ જવાથી તૂટી જવાની પણ શક્યતા રહે છે.

૭.) ડાયમંડ એટલે કે હીરાનાં આભૂષણો સિવાય બીજા કોઈ આભૂષણને સાબુથી કે પાણીથી સાફ કરવા જોઈએ નહીં.

૮.) કીમતી આભૂષણ પર પડેલા ડાઘને દૂર કરવા માટે ઇરેઝર એટલે કે રબરનો ઉપયોગ કરવો જોઈએ.

૯.) આભુષણોને હંમેશા નવા અને ચમકદાર રાખવા માટે નિયમિત સાફ કરતા રહેવા જોઈએ.

૧૦ ) સોનું એક નાજુક ધાતુ છે જેથી તેના પર સરળતાથી સ્ક્રેચ પડી શકે છે. જેથી ખાસ સાવધાની રાખવી. તેની યોગ્ય પોલિશિંગ અને જાળવણી માટે તમારા ફેમીલી જ્વેલરની સલાહ લેવી.

૧૧.) એક્સરસાઇઝ, સ્વિમિંગ કે રસોઈ બનાવતી વખતે આવા કીમતી ઘરેણાં પહેરવા જોઈએ નહીં. ઉનાળાની ઋતુમાં સૂર્યના તાપની  ગરમ થી પણ આવા કીમતી અને નાજુક ઘરેણાઓ ને દૂર રાખવા જોઈએ. આમ કરવાથી તેમની ચમક જળવાઈ રહે છે.

૧૨.) મેકઅપ, લોશન કે પરફ્યુમ લગાવ્યા પછી આવા દાગીનાઓને પહેરવા જોઈએ. જેથી આવા કિંમતી આભૂષણને કેમિકલ થી બચાવી શકાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment