કીડીઓ હંમેશા લાઈનમાં જ શા માટે ચાલે છે ? જાણો શું છે તેનું રહસ્ય…

66

પર્યાવરણનું સંતુલન બનાવી રાખવા માટે ભગવાન નાના મોટા દરેક પ્રકારના જીવ જંતુ બનાવેલા છે. તેમાંથી એક કીડી પણ છે. તમે હંમેશા જોયું હશે કે કીડીઓ હંમેશા લાઈનમાં જ ચાલે છે, પણ શું તમે જાણો છો કે આવું શા માટે છે? ચાલો અમે જણાવીએ છીએ કે તેની પાછળ કયું રહસ્ય છુપાયેલું છે ?

કીડીઓ સમાજિક પ્રાણી છે, જે કોલોનીમા રહે છે. આ કોલોનીમાં રાણી કીડી, નર કીડી ને ઘણી બધી માદા કીડીઓ હોય છે. રાણી કીડીના બાળકોની સંખ્યા લાખોમાં હોય છે. નર કીડીઓની ઓળખાણ એ હોય છે કે તેની પાંખો હોય છે, જયારે કે માદા કીડીઓની પાંખ હોતી નથી.

આમ તો સામાન્ય રીતે આપણે ફક્ત લાલ અને કાળી કીડીઓ વિશે પણ આપણે જાણતા જ હોઈએ છીએ, પણ તમને જાણીને હેરાની થશે કે દુનિયાભરમાં કીડીઓની 12 હજાર કરતા પણ વધારે પ્રજાતિ રહેલી છે. એન્ટાર્કટીકાને છોડીને દુનિયાના દરેક ખૂણામાં કીડીઓ મળી આવે છે.

દુનિયાની સૌથી ખતરનાક કીડી બ્રાઝીલમાં અમેઝ્નના જંગલોમાં મળી આવે છે. કહેવામાં આવે છે કે તે એટલો બધો ભયાનક ડંખ મારે છે, એવું લાગે છે જાણે બંધુકની ગોળી શરીરમાં ઘુસી ગઈ હોય. તેની ખાસ વાત એ છે કે આ કીડીઓને ‘બુલેટ એંડ (કીડી)’ ના નામથી ઓળખવામાં આવે છે.

કીડીઓ લાંબા સમય સુધી જીવિત રહેવાની શ્રેણીમાં આવે છે. દુનિયામાં કેટલાક કીડા એવા છે, જે અંદાજે કેટલાક દિવસ અથવા કેટલીક કલાક જ જીવિત રહે છે, જયારે તેની વિપરીત એક વિશેષ પ્રજાતિ ‘પોગોનોમીમેક્સ ઓહી’ ની રાણી કીડી ૩૦ વર્ષો સુધી જીવિત રહે છે.

કીડી પોતાના આકારના સબંધમાં દુનિયાના સૌથી મજબુત પ્રાણીઓમાંથી એક છે. તે દેખાવમાં ભલે નાની હોય, પણ તેની અંદરની આવડત એવી હોય છે કે તે પોતાના વજનથી 50 ગણો વધારે વજન ઉઠાવી શકે છે.

કીડીઓના શરીરમાં ફેફ્ડાઓ હોતા નથી. ઓક્સીજન અને કાર્બન ડાયોક્સાઈડના અવગમન માટે તેના શરીર પર નાના નાના છિદ્ર હોય છે. હા પરંતુ કીડીઓના કાન પણ હોતા નથી. તે જમીનના કંપનથી જ શોરનો અનુભવ કરે છે.

આમ તો કીડીઓની આંખ હોય છે, પણ તે ફક્ત દેખવા માટે જ હોય છે. તેનાથી તે જોઈ શકતી નથી. ખાવાની તપાસમાં જયારે એ કીડીઓ બહાર નીકળે છે. તો તેની રાણી રસ્તામાં કેરોમોન્સ નામનું રસાયણ છોડતી જાય છે, જેની ગંધ સુંઘતા બાકીની કીડીઓ તેની પાછળ પાછળ ચાલી જાય છે, જેનાથી એક લાઈન બને છે. આ જ કારણ છે કે કીડીઓ એક લાઈનમાં ચાલે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment