ખુશખબર લાવીને આવ્યું છે JIO, આ 5 પ્લાનમાં 2GB ડેટા તથા બધું જ મળે છે અનલિમિટેડ…

74

રિલાયન્સ જીઓના ટેલીકોમ જગતમાં આવ્યા પછી અન્ય કંપનીઓમાં ડેટા યુદ્ધ શરુ થઇ ગયો છે, પરંતુ આમ હોવા છતાં પણ જીઓ પોતાની શ્રેષ્ઠ ડેટા પ્લાનના કારણે યુજર્સની વચ્ચે છવાયેલું છે. જાણો આજે અમે જીઓના એ ડેટા પ્લાન પર ચર્ચા કરીશું, જેમાં ગ્રાહકોને દરરોજ ૨GB ડેટા મળે છે.

જીઓના ૧૯૮ રૂપિયાવાળા પ્લાનમાં યુજર્સને દરરોજ 2GB 4G ડેટા મળે છે અને આની વેલિડીટી ૨૮ દિવસોની છે. આના સિવાય ગ્રાહકોને દરરોજ ૧૦૦ SMS અને અનલિમિટેડ ફ્રી કોલિંગ મળે છે. તેમજ જીઓના ૩૯૮ રૂપિયાવાળા પ્લાનમાં યુજર્સને દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને ૧૦૦ મેસેજ ફ્રી મળે છે. આ પેકની વેલિડિટી ૭૦ દિવસોની છે.

આના સિવાય જીઓના ૪૪૮ રૂપિયાનો પણ પ્લાન છે, જેમાં યુજર્સને દરરોજ ૨ જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ, જીઓ એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન અને દરરોજના ૧૦૦ ફ્રી મેસેજ મળે છે. જેની મુદત ૮૪ દિવસોની છે. રિલાયન્સ જીઓનું ૪૯૮ રુપિયાવાળો પ્લાન કંપનીનો સૌથી મોંઘુ પેક છે. જેની વેલિડિટી ૯૧ દિવસોની છે અને જેમાં પ્રતિ દિવસ ૨ જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં પણ યુજર્સને બીજા પેકની જેમ અનલિમિટેડ કોલિંગ, જીઓ એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન અને પ્રતિ દિવસ ૧૦૦ એસએમએસ મળે છે.

નોંધપાત્ર છે કે જીઓનો સ્સૌથી મોંધો પ્લાન ૧૬૯૯ રૂપિયાનો છે અને આ પેકની વેલિડિટી ૩૬૫ દિવસોની છે. આ પેકમાં ગ્રાહકોને દરરોજ ૧.૫ જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે અને દરરોજ ૧૦૦ મેસેજ તેમજ અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. આટલું જ નહીં કંપની સાથે જ જીઓના બધા પ્રીમિયમ એપ્સનો ઉપયોગ પણ ફ્રીમાં કરવાનો વિકલ્પ આપી રહી છે. તમને જણાવી દઈએ કે આ પ્લાનને દિવાળીમાં લોંચ કરવામાં આવ્યો હતો, ત્યારે આના પર ૧૦૦ ટકા કેશબેક ઓફર આપી રહી હતી, પરંતુ હવે આ ઓફર પૂરી કરી દેવામાં આવી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment