ખુબ જ ખાસ છે 18 કેરેટ સોનાથી બનેલ આ બાથટબ, એક કલાક ન્હાવા માટે આપવા પડશે આટલા રૂપિયા…

13

જાપાનીઝ રેસ્ટોરન્ટે ગ્રાહકોને લક્ઝરી અનુભવ કરાવવા માટે સોનાનું બાથટબ બનાવડાવ્યું છે. આ બહુ જ ખાસ બાથટબ ૧૩૦ સેન્ટીમીટર પહોળું અને ૫૫ સેન્ટીમીટર ઊંડું છે. એમાં લગભગ દોઢ કુંતલ (૧૫૪.૨ કિલોગ્રામ) સોનું લાગ્યું છે. એમાં બે લોકો આરામથી સુઈને ન્હાઈ શકે છે.

આ બાથટબ જાપાનના નાગાસાકી શહેરના જાપાન હોટ સ્પ્રિંગ રિસોર્ટમાં બનાવામાં આવ્યો છે. આ ખાસ બાથટબને બનાવનાર કંપની અનુસાર એને બનાવવામાં આઠ મહિનાનો સમય લાગ્યો છે. એની કુલ કિંમત લગભગ ૭.૧૫ મિલિયન યૂએસ ડોલર એટલે કે ૫૦ કરોડ રૂપિયા છે.

આ બાથટબને બનાવનાર હુઈસ ટેન બોચએ કહ્યું કે આ દુનિયાનું પહેલું બાથટબ છે, હજુ સુધી કોઈએ આવું બાથટબ બનાવ્યું નથી. અમને આશા છે કે આ બાથટબ ગ્રાહકોને એકદમ અલગ અનુભવ કરાવશે. જાણકારી અનુસાર, એમાં ૧૮ કેરેટ સોનું લગાવામાં આવ્યું છે અને આ ઘણું મોટું છે.

સૌથી ખાસ વાત એ છે કે ગ્રાહક આને ૧થી ૧૦ કલાક સુધી ભાડે લઇ શકશે. એના માટે પ્રતિ કલાક અનુસાર પૈસા લેવામાં આવશે. આ ખાસ બાથટબમાં એક કલાક ન્હાવા માટે પ્રતિ કલાક ૫૪૦૦ યાન એટલે કે લગભગ ૪૮ યૂએસ ડોલર  આપવા પડશે. એટલે કે ભારતીય કરન્સીમાં તમારે લગભગ ત્રણ હજારથી વધારે રૂપિયા ખર્ચવા પડશે.

ગિનીઝ બુકમાં નોંધ

રેસ્ટોરેન્ટ અનુસાર, એને ચીન અને સાઉથ કોરિયાના ટૂરિસ્ટોને ધ્યાનમાં રાખીને બનાવમાં આવ્યું છે, કેમકે ત્યાંથી જાપાન આવનાર ટૂરિસ્ટ ખાસ બાથટબની માંગ કરે છે. ખાસ વાત એ છે કે એના ઉદ્ધાટન સાથે જ આ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શામેલ થઇ ગયું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment