ખુબજ ભયાનક છે આ વૃક્ષોની સ્ટોરી, દફન છે એક એવું રહસ્ય, જાણીને તમે પણ ચૌકી જશો…

19

આજે અમે તમને એક વૃક્ષની સ્ટોરી સાથે રૂબરૂ કરાવશું. આગળ વધતા પહેલા જણાવી દઈએ કે ખાલી મજબૂત હર્દયવાળા માણસ જ વાંચો. વાત એમ છે કે આ કહાની ખુબજ ડરાવનારા વૃક્ષ સાથે જોડાયેલ છે. આ તમને એની ફોટો જોઇને જ સમજાતું હશે. તો ચાલો જણાવીએ તમને આ વૃક્ષ વિશે

સદીઓથી આ વૃક્ષમાં બાળકોના મરેલા શવ દફનાવામાં આવે છે. તમે આજ પહેલા લગભગ જ કોઈ આવા વૃક્ષ વિશે સાંભળ્યું હશે. આશ્ચર્ય થતું હશે ને કે ખરેખર આ વૃક્ષ કેવા છે જે મરેલા બાળકોને એમાં દફનાવામાં આવે છે. આનાથી વધારે આશ્ચર્ય તો ત્યારે થશે જ્યારે આ બાળકોના દફનાવાની વિધિ વિશે જાણી લેશો.

હકીકતમાં, આ એક પરંપરા પ્રમાણે કરવામાં આવે છે અને ઇન્ડોનેશિયામાં પ્રચલિત છે. અહિયાં બાળકોના મર્યા પછી વૃક્ષના થડ અને ડાળીઓમાં ખાડો કરીને અંદર દફનાવામાં આવે છે. આવી વિચિત્ર પરંપરા વિશે લગભગ તમે પહેલી વખત સાંભળી રહ્યા હશો. બાળકોની લાશને એક કપડામાં લપેટીને તાડના વૃક્ષથી બનેલ ફાઈબરથી ઢાંકી દેવામાં આવે છે.

સમય વિતવાની સાથે વૃક્ષના આ ખાડાઓ ભરાય જાય છે. પરંતુ એવું શુંકામ કરવામાં આવે છે આ પણ જાણી લો…. હકીકતમાં અહિયાંના ગામના લોકોની માન્યતા છે કે બાળકોની આત્માને હવા પોતાની સાથે વહાવી લઇ જાય છે. આ પરંપરા ખાલી એવા બાળકો માટે હોય છે, જેમનું મૃત્યુ દાંત નીકળતા પહેલા થઇ ગઈ હોય છે. વૃદ્ધો અને યુવાનોને જમીનની અંદર જ દફનાવામાં આવે છે.

આ પરંપરાને નિભાવનાર લોકોનું માનવું છે કે આનાથી બાળકો મર્યા પછી પ્રકૃતિના ખોળામાં સમાઈ જાય છે. જે વૃક્ષની ડાળખીઓમાં બાળકો દફનાવામાં આવે છે ત્યાંનો વિસ્તાર ખુબજ ડરાવનારો બની જાય છે. એટલું જ નહિ અહિયાંના વૃદ્ધોનું મૃત્યુ થાય છે તો પહેલા એના પૂર્વજોના શરીરને કબરમાંથી કાઢવામાં આવે છે અને એને નવા કપડા પહેરાવીને ગામમાં ફેરવામાં આવે છે, એના પછી જ એ મૃત વૃદ્ધના શરીરને દફનાવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment