ખોટા માણસને શુ કરવા કાચિંડા સાથે સરખાવામાં આવે છે ? કાચિંડો ક્યાં કારણે પોતાનો કલર બદલે છે ? ચાલો જાણીએ આજે…

51

સ્વાર્થી અથવા મતલબી માણસની વાત જયારે આવે છે તો સૌથી પહેલા કાચિંડાનું ઉદાહરણ આપવામાં આવે છે. આવું એટલા માટે કેમકે, કાચિંડો જ સરળતાથી પોતાનો રંગ બદલી લે છે. શું તમને ખબર છે કે કાચિંડો આવું કેવી રીતે કરી લે છે ? અમે તમને જણાવશું કે તે પોતાનો રંગ કેવી રીતે બદલી લે છે.

જાણો શું છે કારણ ?

જોવા જઈએ તો, કાચિંડાની ચામડીમાં ખાસ પ્રકારની રંજક કોશિકાઓ હોય છે, જે તેના રંગ બદલવા પાછળ સૌથી મહત્વની હોય છે. વાતાવરણમાં તાપમાનના વધવા અને ઘટવા પર આ કોશિકાઓમાં ફેરફાર થયા કરે છે. આ કોશિકાઓ બહારના ટેમ્પ્રેચર પ્રમાણે વધે અથવા ઘટે છે, જેના કારણે એની ચામડીમાં રંગ પણ બદલે છે. ચામડીમાં ઉપરથી નીચે પીળી, ઘાટો ભૂરો, કાળો, સફેદ કોશિકાઓ હોવાથી કાચિંડો પોતાની ચામડીનો રંગ અલગ કરી લે છે.

તાપમાન પ્રમાણે બદલે છે કલર

જણાવી દઈએ કે, જયારે તાપમાન ઓછું હોય છે તો એની કોશિકાઓ ફેલાઈ છે, જેના કારણે એનો રંગ ઘાટો થઈ જાય છે. જેમ જેમ તાપમાન વધે છે તો એની ચામડીમાં બદલાવ આવવા લાગે છે. આ જ કારણ છે કે જયારે કાચીંડાને જોખમ હોય છે તો એના શરીરનું તાપમાન વધારે ઓછું થાય છે, જેનાથી એના હોર્મોન્સ પણ વધારે ઓછા થાય છે. આ એના રંગને અલગ બતાવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment