ખોદકામ દરમ્યાન મળેલી સોનાની વીટીથી ખુલ્યું ૭૩ વર્ષ જુનું રહસ્ય, સામે આવી હેરાન કરી દે તેવી હકીકત…

58

એક વ્યક્તિ પોતાના બગીચામાં ખાડો ખોદી રહ્યો હતો અચાનક તેને ખોદકામ દરમિયાન સોનાની વીટી મળી, જેનાથી એક ૭૩ વર્ષ જુના રહસ્યનો ખુલ્લાસો થઇ ગયો. ધરતીમાં દટાયેલ આ રહસ્ય ખૂલવાથી એક એવી હકીકત દુનિયાની સામે આવી, જેને બધાને હેરાન કરી નાખ્યા.

આ ઘટના થોડાક મહિના પહેલાની જ છે. હકીકતમાં ઓસ્ટેલિયાના હોહેંથર્ન શહેરમાં રહેનારા ટાઈટસ ફરમીન ગયા વર્ષે ઉનાળાની દરમિયાન પોતાના ઘરના બગીચામાં ખાડો ખોદી રહ્યા હતા. તેજ દરમિયાન તેમને જમીનમાં દટાયેલી એક સોનાની વીટી, વિમાનનો ભંગાર અને કેટલાક હાડકા મળ્યા. તે જોયને ટાઈટસ ખરાબ રીતે ગભરાઈ ગયા અને તેમણે તાત્કાલિક સ્થાનીક વહીવટીતંત્રને જાણ કરી.

ખોદકામ દરમિયાન મળેલી વસ્તુની જયારે તપાસ કરવામાં આવી તો તેનાથી બીજા વિશ્વયુદ્ધ સાથે જોડાયેલ એક હકીકત સામે આવી ગઈ. હકીકતમાં, ત્યાંથી મળેલ વિમાનનો ભંગાર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગુમ થયેલ વિમાન ૨૪-બ્લેક એવીએટરનો હતો. ૨૩,ડીસેમ્બર, ૧૯૪૪ એ આ વિમાન એક ગુપ્ત મિશન પર નીકળ્યું હતું, પરતું અચાનક તે ગુમ થઈ ગયું હતું.

૨૪-બ્લેક એવીએટર વિમાનમાં બે પાઈલટ બેઠેલા હતા. હેરાનીની વાત તો એછે કે તે સમયે ન તો આ વિમાનનો ભંગાર મળ્યો હતો કે ન તો બંને પાઈલટોની કોઈ જાણકારી મળી સકી હતી. પછી ખોદકામ દરમિયાન મળેલા હાડકાના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં ખુલ્લાસો થયો કે તે અવશેષ પાઈલટ લોરેંસ ઈ ડિક્સનના હતા. તેના સિવાય ત્યાંથી મળેલ સોનાની વીટી પણ તેમની જ હતી.

હકીકત સામે આવ્યા પછી રક્ષા વિભાગએ વીટીને લોરેંસ ઈ ડિક્સનની દીકરી માર્લા એલ એંડ્રયુને સોપી દીધી. તમને જણાવી દઈએ કે તે સમયે માર્લાની ઉંમર ૭૬ વર્ષની હતી. વીટી મળ્યા પછી પાઈલટ લોરેંસ ઈ ડિક્સનની દીકરીએ કહ્યું કે ૧૮ કેરેટ સોનાની આ વીટી મારા માટે જીવનનો સૌથી મોટો ખજાનો છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment