ખેતરમાંથી ગાયને હાંકી કાઢવા બદલ ગામની પંચાયતે આપી કઈક આવી સજા, સાંભળીને સ્તબ્ધ થઇ જશો…

22

અવારનવાર આપણને અનેક પ્રકારની અવનવી અને વિચિત્ર વાતો જોવા ને જાણવા મળતી હોય છે ક્યારેક રહસ્યમય વાત હોય તો ક્યારેક હાસ્યાસ્પદ લગતી કોઈ એવી ઘટના હોય કે જેના મૂળ જ ના હોય તો ક્યારેક એવી કરુણ ઘટના પણ જોવા કે જાણવા મળતી હોય છે તો ક્યારેક ભૂતપ્રેતની પણ ચિત્રવિચિત્ર ઘટનાઓ સાંભળવા મળતી હોય છે. તો ચાલો આજે અમે તમને દુઃખભરી ઘટના સાથે હાસ્યાસ્પદ લાગતી ઘટના વિષે જણાવીએ.

આ વાત છે મધ્ય પ્રદેશની. મધ્યપ્રદેશના શિવપુરી જીલ્લાના મામોની કલા ગામના રહેવાસી ભરતલાલ એક ખેતી કરતો સામાન્ય ખેડૂત છે નિયમિત ખેતરે જવું અને દિલથી ખેતીને લગતું કામ કરવું એ તેમનો રોજીંદો કાર્યક્રમ છે આવી જ રીતે દરરોજના નિત્યક્રમ મુજબ ભરતલાલ તેમના ખેતરમાં ખેતીને લાગતું કામકાજ કરી રહ્યા હતા ત્યારે તેના કહેવા મુજબ એક ગાય મારા ખેતરમાં ઘુસી ગઈ હતી તો મેં તે ગાયને ખેતરમાંથી બહાર કાઢવા માટે પત્થર માર્યો. પત્થર વાગવાથી ગાય ખેતરની બાજુમાં આવેલ ગંગા નદીમાં પડી અને અચાનક નદીમાં પડવાથી તે ગાયનું મૃત્યુ થઇ ગયું આ ઘટનાની જાણ ગામ લોકોને થતા તેઓએ પંચાયતને જાણ કરી. ગામની પંચાયતે ગાયના મૃત્યુ બદલ ભરતલાલને ગંગા નદીમાં ડૂબકી મારવાની સજા કરી સાથે વિશેષ પ્રકારની પ્રાર્થના કરવાનો પણ આદેશ કર્યો. ભરતલાલ કહે છે કે જયારે મેં પંચાયતના આ આદેશનું પાલન ન કર્યું તો ગામલોકોએ અમારો બહિષ્કાર કરી દીધો.

શિવપુરી જીલ્લાના મામોની કલા ગામની આ ઘટના પર શિવપુરી જીલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઈઓના જણાવ્યા મુજબ તેમણે કહ્યું કે મને આ ઘટનાની કોઈ જાણકારી મળી નથી અને આ બાબતની જાણકારી મેળવીશું અને સાચી વાતનું તથ્ય જાણીશું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment