ખરાબ ગ્રહોનો ઇસારો છે ઘરમાં રહેલી સમસ્યાઓ

71

જોઘરમાં પ્રવેશ કરતા જ તમારું મન અશાંતિ અનુભવે, મનમાં ઉદ્વેગ રહે, ચિંતિત રહે કે તમને ઉદાસીનતાનો અનુભવ થાય, ઘરનું વાતાવરણ ખુબજ ભારે લાગે તો સમજી લેવું જોઈએ કે ઘરમાં ખુબજ ભારી માત્રામાં નેગેટીવ નકારાત્મક ઊર્જા રહેલી છે.તમારો બૃહસ્પતિ એટલે કે ગુરુ કમજોર છે. અને ઘરમાં શુભ મંગલકારી અને સકારાત્મક ઊર્જાનું પ્રમાણ ઘટી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં દરરોજ ઘરમાં સાંજના સમયે પૂજા પાઠની જગ્યાએ દીવો પ્રગટાવવો અને ઘરના દરેક રૂમમાં ગુગળનો ધૂપ કરવો અથવા ગુગળની અગરબત્તી કરવી. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા અને ગ્રહોની વિપરીત અસરથી શું થાય, અને તેના નિવારણ માટે તમારે વિશેષમાં શું કરવું જોઈએ.

જો ઘરમાં ઇલેક્ટ્રિક કે ઈલેક્ટ્રોનિક સાધનો વારંવાર ખરાબ થઇ જાય તો

જોઘરમાં ટ્યુબલાઈટ લેમ્પ ટીવી ટેપ વોશિંગ મશીનફ્રીઝ કે ઘરઘંટી જેવા ઇલેક્ટ્રિક કે ઈલેક્ટ્રોનિક સાધનો અવાર નવાર ખરાબ થઇ જતા હોય તો સમજી લેવું જોઈએ કે તમારા પર અને તમારા ઘર પર રાહુની ખરાબ દ્રષ્ટિ છે. લેમ્પ અને ટ્યુબલાઈટથી આગળ વધી મોટી દુર્ઘટનાઓ થવાની શક્યતાઓ વધતી જાય છે. આવી પરિસ્થિતિમાં તેના નીરાકરણ માટે ઘરના મુખ્ય સ્થાનો પર લાલ સ્વસ્તિક એટલે કે સાથીયો રાખવો. અને ઘરમાં ગંદકી એકથી ન કરવી.

જો ઘરમાં કોઇપણ જાતના કારણ વગર વારંવાર ઝગડાઓ થતા હોય તો

જો ઘરમાં કોઈ કારણથી કે કારણ વિના અવાર નવાર વાદ વિવાદ એટલો વધી જાય કે તે ઝગડાનું સ્વરૂપ ધારણ કરે જેમાંથી એક બીજાના સંબંધો તૂટવાનો સમય આવી જાય, ઘરના સભ્યો વચ્ચે નાની નાની બાબતોમાં મતભેદ અને મનભેદ વધી જાય, તો સમજી જવું જોઈએ કે તમારા ઘર પરિવાર માટે મંગળની સ્થિતિ વધારે સારી નથી. આવી પરિસ્થિતિમાં તમારે ઘરમાં જરૂરિયાત પ્રમાણે પૂરતી માત્રામાં સૂર્યનો પ્રકાશ મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. અને શનિવારે સાંજે ઘરની દરેક વ્યક્તિઓએ સાથે મળીને સુંદરકાંડના પાઠ કરવા જોઈએ.

જો ઘરમાં કોઇપણ જાતના કારણ વિનાબાળક રડતું હોય તો

જો ઘરમાં કોઇપણ જાતના કારણ વિનાબાળક રાત્રે ઊંઘમાંથી ઝબકીને જાગી જતુ હોય, રડવા લાગે, કે કારણ વિના બાળક ઘરમાં ઉપદ્રવ કરે, ઉધામા મચાવે, સામાન્ય કરતા વધારે ચીસો કે રાડો પાડે તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં સોમ એટલે કે ચંદ્રની સ્થિતિ સારી નથી. આવી પરિસ્થિતિમાં ઘરમાં સુગંધિત જલ મતલબ સુગંધિત પાણીથી ઘરમાં પોતા કરી ફલોરિંગ સાફ કરવી જોઈએ. ઘરમાં ડ્રોઈંગ રૂમમાં સુગંધિત અને તાજા ફૂલો રાખવા જોઈએ.અને ઘરમાં પૂરતા પ્રમાણમાં સૂર્ય પ્રકાશ મળે તેવી વ્યવસ્થ કરવી જોઈએ.

જો ઘરમાં અવાર નવાર કોઈ ને કોઈ વ્યક્તિ બીમાર રહેતી હોય તો

કોઇપણ જાતના સ્પષ્ટ કારણ વિના ઘરની કોઇપણ વ્યક્તિ બીમાર રહેતી હોય, ઘરની આવક ડોક્ટરોના વિઝીટ ચાર્જમાં, હોસ્પીટલમાં અને દવાઓમાં વપરાઈ જતી હોય તો સમજી લેવું જોઈએ કે ઘરમાં રવિ એટલે કે સૂર્યનો પ્રભાવ ખુબજ કમજોર છે. ખુબજ ભારી માત્રામાં નેગેટીવ નકારાત્મક ઊર્જા રહેલી છે. ઘરમાં શુભ અને સકારાત્મક ઊર્જાનું પ્રમાણ ઘટી રહ્યું છે. આના ઉપાય તરીકે આવી સ્થિતિમાં ઘરમાં દરરોજ પ્રાત:કાલે મતલબ કે વહેલી સવારે ગાયત્રી મંત્રના 108 વાર મંત્ર જાપ કરવો. બપોરે અને સાંજે એટલે કે લંચ અને ડીનરના બંને સમયે ભોજન તૈયાર થઇ જાય ત્યારબાદ સૌથી પહેલા તે ભોજન ભગવાનને સમર્પિત કરવું. પછી જ ભોજન ગ્રહણકરવું જોઈએ.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment