ખાલી પેટ લીંબુ પાણી પીવાથી ચરબી ઓછી થાય છે કે નહીં? જાણો આ 4 હકીકતો

107

લીંબુનો રસ હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. પણ તેની સાથે કેટલીક માન્યતા અને હકીકત પણ જોડાયેલી છે. કેટલાક લોકો ખોટી રીતે અને ખોટા સમયે લીંબુના રસનો ઉપયોગ કરે છે જેના કારણે તેના ફાયદા મળવાની જગ્યાએ નુકસાન થાય છે. ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. અમિતા સિંહ જણાવી રહ્યાં છે આવા જ કેટલાક મિથ વિશે.

1. મિથ

ખાલી પેટ લીંબુ પાણી પીવાથી ફેટ ઓછું થાય છે.

ફેક્ટ

મોટાભાગના લોકો એવું માને છે કે લીંબુના રસથી ફેટને ઓછું કરી શકાય છે પણ આવું નથી. લીંબુના રસમાં એવો કોઈ તત્વ નથી જે ફેટને દૂર કરી શકે.

2. મિથ

લીંબુનો રસ રોજ સવારે ખાલી પેટ પીવાથી વધુ ફાયદા મળે છે.

ફેક્ટ

રોજ સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી દાંતના ઈનેમલને નુકસાન થઈ શકે છે. જેથી સવારે બ્રશ કર્યાના 1 કલાક પછી પી શકો છો.

3. મિથ

લીંબુ પાણી બોડીમાં કેલરી વધારતું નથી.

ફેક્ટ

જો આપણે રોજ લીંબુ પાણીમાં મધ મિક્ષ કરીને પીએ તો કેલરી વધી શકે છે. કારણ કે મધમાં શુગર હોય છે. જે લીંબુના રસની સાથે મિક્ષ થઈને બોડીમાં કેલરી વધારે છે.

4. મિથ

લીંબુ પાણી આખા શરીરને ડિટોક્સ કરે છે.

ફેક્ટ

એવું નથી, લીંબુ પાણીમાં એવું કોઈ તત્વ નથી જે આખા શરીરને ડિટોક્સ કરે.

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

વોટ્સઅપ ચેનલમાં જોડવા “Hi” લખી મોકલાવો 08000057004 પર.

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment