ખગ્રાસ ચંદ્રગ્રહણ સોમવાર 21 જાન્યુઆરી 2019, જાણો અજાણી વાતો…

64

સૂર્ય, પૃથ્વી અને ચંદ્રનું એક સિદ્ધિ લીટીમાં આવવું એટલે ચંદ્ર ગ્રહણ. જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચે અંતર ખુબજ ઓછું હોય ત્યારે ચંદ્ર પૃથ્વીથી સૂર્યના પ્રકાશમાં સંપૂર્ણ ઢંકાઈ જાય છે ત્યારે તેને ખગ્રાસ ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.

આવતીકાલે ૨૧ મી જાન્યુઆરી સોમવારે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો વિશ્વના અમુક દેશો પ્રદેશોમાં બનવાનો છે જોવા મળવાનો છે. અમેરિકા, આફ્રિકા, યુરોપ, મધ્ય પેસિફિક વિસ્તારમાં આ ખગ્રાસ ચંદ્રગ્રહણનો 3 કલાક અને 17 મિનીટ સુધી રોમાંચકારી અવકાશી નજરો આકાશમાં  જોવા મળશે. પણ ભારતમાં આ ખગ્રાસ ચંદ્રગ્રહણ જોવા મળશે નહિ. કારણ કે પૃથ્વીના ગોળાર્ધમાં ભારતની પાછળની બાજુએ આ ગ્રહણ થવાનું છે. વિશ્વના વૈજ્ઞાનિકોએ જુદા જુદા સંશોધનો માટે અત્યારથી જ આખરી પૂર્વ તૈયારી કરી લીધી છે. અને દરેક વૈજ્ઞાનીકે પોતાની ચોક્કસ અને સુનિશ્ચિત જગ્યાની પસંદગી પણ કરી લીધી છે.

વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો કરતા હોય છે. જયારે આજના સમયમાં પણ ભારતમાં સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ સમયે વૈદિક નિયમોને આગળ ધરીને ક્યા કયા નિયમોનું પાલન કરવું કે અનુસરવું, ક્યા નિયમોનું પાલન ન કરવું તેવી માનસિકતા જોવા મળે છે. જો કે ભારતમાં રાજ્યોમાં ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરી સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક જ્ઞાન સમજ અને જાણકારી આપશે. આ બંને ગ્રહણમા દરેક સમયે માત્ર અને માત્ર એક અવકાશી ગ્રહોની પરિભ્રમણ અને પરીક્રમણ ભૂમિતિની ખગોળીય ઘટનાની એક પ્રક્રિયા જ છે. જેની સીધી સાદી અને સરળ સમજુતી જાથા દ્વારા આપવામાં આવશે.

જાથાના રાજ્ય કક્ષાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે વિક્રમ સવંત 2075 પોષ સુદ પૂનમ ને આવતીકાલે સોમવાર તારીખ ૨૧ મી જાનુઆરી 2019 ના કર્ક રાશી પુષ્ય નક્ષત્રમાં થનારૂ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહિ. જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા વિશેષમાં જણાવે છે કે અમેરિકા, આફ્રિકા, યુરોપ, મધ્ય પેસિફિક વિસ્તારમાં આ ખગ્રાસ ચંદ્રગ્રહણ સંબંધી અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળે છે. વિદેશોમાં ઘરે ઘરે ટેલીસ્કોપ, વૈજ્ઞાનિક ઉપકરણો, દુરબીનો જેવા સાધનો ઉપલબ્ધ હોવાથી તેઓ ઘરે બેઠા આ ખગોળીય ઘટનાને સહજતાથી નિહાળે છે.

સામાન્ય ખગોળ રસિક લોકોએ પણ સાધનો હાથવગા કરી પોતાની તૈયારી કરી લીધી છે. નરી આંખે પણ આ ખગ્રાશ ચંદ્રગ્રહણ જોઈ શકાશે. લેભાગુઓના કારણે ભારતમાં આજે પણ ધર્મના બહાના હેઠળ કહેવાતા શાસ્ત્રોક પંડિતો રદ્દી જુના રીત રીવાજો વિચારો પ્રજા સામે રજુ કરે છે. ખરેખર જે કામ શાસ્ત્રોક પંડિતોએ લોકો સમક્ષ સાચી વાત રજુ કરીને કરવું જોઈએ પણ અફસોસ, તે કામ વિજ્ઞાન જાથાવાળાઓએ કરવું પડે છે ખેર.

પૃથ્વીની પરિભ્રમણ અને પરીક્રમણ ગતિમાં ખુબજ માઈક્રોમાં થતો ફેરફાર અને ચંદ્રનું પૃથ્વીથી ધીમે ધીમે દુર જવાની ઘટનાથી ભવિષ્યના વર્ષોમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આ અમાસ અને પૂનમના દિવસનો સાથ છોડીને બાકીના કોઈ દિવસે ગ્રહણ થાય તે શક્યતાને નકારી શકાય નહિ. અવકાશમાં બનતી કોઇપણ ખગોળીય ઘટનાઓને જોવાનો અને તેનો ભરપૂર આનંદ માણવાનો હોય, લાભ લેવાનો હોય.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment