કેવી રીતે થઇ “ચા”ની શોધ ??? જાણો આ રહસ્યની વાત…

13

“ચા” જેના દ્વારા લોકોના દિવસની શરૂઆત થાય છે શું તમે જાણો છો કે આની શોધ કેવી રીતે થઇ હતી ? બહુ ઓછા લોકોને આ વાત વિશે ખબર હશે કે એનમાં ઘરોમાં બનનારી ચા કેવી રીતે દુનિયાની પસંદ બની ગઈ. મીડિયા રિપોર્ટસનું માનીએ તો લગભગ ૪૭૦૦ વર્ષ પહેલા એટલે કે ૨૭૦૦ ઈ.સ. પૂર્વે ચાની શોધ થઇ ચુકી હતી પરંતુ ત્યારે આ માત્ર શાહી રીતે પીવાતી હતી. આને માત્ર રાજા જ પીતા હતા.

હકીકતમાં ચાની શોધ ભૂલથી થઇ. મીડિયા રિપોર્ટસનું માનીએ તો પૂર્વ ચાઈનાના બીજા રાજા શેન નૂંગએ ભૂલથી ચાની શોધ કરી હતી. હકીકતમાં, થયું એવું હતું કે શેનને ગરમ પાણી પીવાની ટેવ હતી. એક વખત એમનો કોઈ સેવક એમના માટે પાણી ગરમ કરી રહ્યો હતો જેમાં ભૂલથી ચાના પાંદડા પડી ગયા. આ પાણી જ્યારે રાજાએ પીધું તો એને એક અલગ જ તાજગીનો અનુભવ થયો. એમણે સેવકને પૂછ્યું કે આ ગરમ પાણીમાં શું ભેળવ્યું હતું તો એણે રાજાને બધી વાત જણાવી દીધી. બસ ત્યારથી જ તેઓ ચાનું પાણી પીવા લાગ્યા.

ચા માત્ર તાજગી જ નહિ પરંતુ એની સાથે સાથે તમને એનર્જી પણ આપે છે. આ જ કારણ છે કે ચીનના ૪૭૦૦ વર્ષ પહેલા શોધી લીધેલ ચા વિશે નવમી સદી સુધી દુનિયાને ખબર જ પડવા ન દીધી. પછી જાપાનને આના વિશે ખબર પડી અને પછી વાત યુરોપ સુધી જઈ પહોંચી. આવી રીતે ચા આખી દુનિયામાં પ્રખ્યાત થઇ ગઈ. ભારતમાં પણ ચા કોઈ જડી બૂટીથી ઓછી નથી. માથાનો દુઃખાવો હોય તો કડક ચા, શરદી ઉધરસ છે તો આદુની ચા, એટલે સુધી કે આળસ દુર કરવી હોય તો પણ ચા જ કામ આવે છે. ચા અહિયાંની દરરોજની જિંદગીમાં રચાઈ અને વસી ચુકી છે. આના વગર લોકોના દિવસની શરૂઆત જ નથી થતી.

ચીનના ચાના રહસ્યને એક બૌદ્ધ ભિક્ષુએ સૌથી પહેલા જાપાનમાં જઈને ઉજાગર કરી દીધું. એના પછીથી ચા પર ચીનનો એકાધિકાર પૂરો થઇ ગયો. આખી દુનિયામાં ચાની વાત ફેલાઈ શકી. પહેલા જાપાન અને પછી યુરોપમાં ચા ઉપયોગમાં આવી ગઈ. ચીન પછી દુનિયામાં ચા બાબતે ભારત બીજો નંબર છે. અહિયાં ચા વિશે ત્યારે ખબર પડી જ્યારે એક વખત આસામમાં ફરતા એક અંગ્રેજને ખબર પડી કે ત્યાંના લોકો પાણીમાં કોઈ લોકલ છોડના પાંદડાઓ નાખીને કાઢો બનાવીને પીવે છે.

જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના મેજર જનરલ અરુણાચલ પહોંચ્યા તો એક વખત એમની તબિયત ખરાબ થઇ ગઈ તો ત્યાંના લોકોએ એમને દવા રૂપે ચા આપી. ત્યારે આ વાત ખુલીને સામે આવી. એના પછી કોલકત્તામાં બોટેનિકલ ગાર્ડનમાં ચાના પાંદડાઓ મોકલવામાં આવ્યા અને તપાસના બે તબક્કા પછી છેલ્લે એને ‘આસામ ટી’ ના રૂપમાં ઓળખાણ મળી. આ ઘટના ૧૮૩૧થી ૧૮૩૪ વચ્ચેની છે.

ભારતમાં ૧૬ રાજ્ય કરે છે ચાનું ઉત્પાદન

દેશમાં બહુ ઓછા લોકોને આ વાતની જાણકારી હશે કે ભારતના ૧૬ રાજ્ય ચાનું ઉત્પાદન કરી રહ્યા છે. ભારતમાં મળનારી ચાની શ્રેષ્ઠ ગુણવતા સામે આજે આખા વિશ્વના માર્કેટમાં ચીન પાછળ રહી ગયું છે. ભારતમાં આસામ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, બિહાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઓડિશામાં ચાનું ઉત્પાદન થાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment