અમારી આ રેસીપી જોઇને તમે પણ બનાવો કાચા કેળાની ખસ્તા મસાલા પૂરી

90

સામગ્રી :

ઘવનો લોટ ૧/૫ કપ (૨૨૫ ગ્રામ), કાચા કેલા ૬ નંગ, લીલી કોથમીર ૩ ચમચી, લીલા મરચા ૨ નંગ, હળદર ૧/૨ ચમચી, લાલ મરચા પાવડર ૧/૪ ચમચી, અજમા ૧/૨ ચમચી, નમક સ્વાદ અનુસાર, અને તેલ તળવા માટે,

વિધિ :

સૌથી પહેલા કેળાને કુકરમાં નાખો અને તેમાં થોડું પાણી નાખીને ૧ સીટી વાગે તેટલું પકાવી લ્યો. પછી કેળાને કુકર માંથી બહાર કાઢી અને તેને ખમણી નાખો. કેળાને સારી રીતે ખમણી નાખો અને તેમાં કાય કાળો ભાગ હોય તો તેને કાઢી નાખો

હવે એક બાઉલમાં લોટ લઈને તેમાં આ કેળાનું ખમણ મિશ્રણ નાખો અને સાથે બારીક કાપેલી કોથમીર, બારીક કાપેલા મરચા, લાલ મરચા પાવડર, હળદર પાવડર, અને અજમા નાખીને સારી રીતે મિક્ષ કરી લ્યો. હવે તેમાં થોડું થોડું પાણી નાખીને પૂરી બનાવવા માટે લોટ બાંધો. અને આટલો લોટ બાંધવામાં ૧/૨ કપ પાણીનો ઉપયોગ થયો છે. લોટ ૨૦ થી ૨૫ મિનીટ સુધી ઢાંકીને મૂકી દયો એટલે લોટ ફૂલીને સારો થઇ જાય.

૨૦ મિનીટ પછી હાથ પર થોડું તેલ લગાવીને લોટને મસળી મસળીને ચીકણો કરવો લોટ ચીકણો કર્યા. પછી તેના નાના નાના લુવા તૈયાર કરો. લુવા બનાવવા માટે લોટને લાંબો રાખીને તેમાંથી થોડા નાના નાના લુવા તૈયાર કરવા. લુવાની સાઇજ તમારે જેવી રાખવી હોય તેવી રાખી શકો છો.

હવે એક કડાઈમાં તેલ નાખીને તેલ ગરમ કરો. પછી એક લુવું હાથમાં લઈને તેને હથેળીથી દબાવીને ગોળ ગોળ પેંડા જેવું તૈયાર કરો. એવી જ રીતે બધા જ લુવાને હથેળીથી દબાવીને ગોળ પેંડા જેવા તૈયાર કરી અને એને થોડીવાર માટે ઢાંકીને મૂકી દયો જેથી તે સુકાઈ નહિ.

હવે વેલણ અને પાટલી પર થોડું તેલ લગાવીને તેને ચીકણું કરી લો. પછી એક લુવું લઈને તેને વેલણથી પાટલી પર હલ્કા હાથે પૂરી જેવું વણો તૈયાર પછી બધા જ લુવાની એવી રીતે પૂરી વણી લ્યો

બધી પૂરી વણીને તૈયાર થશે એટલી વારમાં તેલ પણ ગરમ થઇ જશે. તેલ ગરમ થયું છે કે નહિ તે જોવા માટે થોડીક લોટની કની તેમાં નાખો અને તે લોટની કણી તેલમાં ઉપર તરી આવશે તો તેલ ગરમ થઇ ગયું હશે. તૈયાર પછી તેલ માં પૂરી નાખો એને ફુલાવા માટે ધીમે ધીમે તળો. પૂરી ને અંદર બીજી બાજુ સારી રીતે ફેરવીને તળો પૂરીનો કલર ગોલ્ડન જેવો થાય ત્યાં સુધી

પછી આવી જ રીતે બધી જ પૂરી તેલમાં તાલી લ્યો અને પૂરીનો ગોલ્ડન કલર થઇ જાય ત્યાં સુધી અને પૂરી તળાઈ જાય પછી તેને બાર કાઢતી વખતે જારામાં કડાઈના કિનારા પર રાખો એટલે વધારાનું તેલ તેમાંથી નીકળી જશે. પછી તેને એક પ્લેટમાં મુકો અને તેને ગરમા ગરમ પીરચો

સ્વાદથી ભરેલ આ મસાલા પૂરીને તમે દહીં કે તમારી મનપસંદ શાક સાથે ખાઈ શકો છો.

સુચન :

લોટને બહુ કડક અને બહુ નરમ ન થઇ જાય તેવી રીતે બાંધો, તળવામાટે ધ્યાન રાખો તેલ સારું ગરમ હોવું જોઈએ. લુવાને ગોળ ગોળ મસળી મસળીને ચીકણા પેંડા જેવા તૈયાર કરવાના.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment