“કટરીના કૈફ”ને આંગળીમાં ઘાવ હોવા છતાં જીમમાં વર્કઆઉટ કરતી જોવા મળી, ફોટો શેર કરીને કહી આ વાત…

25

બોલીવૂડની ‘ચીકની ચમેલી’ કટરીના કૈફની ગણતરી એ સેલિબ્રિટીમાં થાય છે જે પોતાની ફિટનેસને લઈને ઘણી સહેજ રહે છે. હાલમાં જ મીડિયામાં એક ખબર આવી હતી કે કટરીનાના પગની આંગળીમાં ઘાવ હતો. આમ હોવા છતાંપણ તેણી જીમમાં વર્કઆઉટ કરતી જોવા મળી. આ વાતની ખબર ત્યારે પડી જ્યારે કટરીનાએ ખુદ ઈંસ્ટાગ્રામ પર વર્કઆઉટ કરતા એક વિડીયો શેર કર્યો. આ વિડીયોના કેપ્શનમાં કટરીનાએ લખ્યું પગની આંગળી તૂટી પરંતુ કોઈ બહાનું નહિ, તમારી પાસે હંમેશા કોઈને કોઈ રસ્તો હોય છે.

આ વિડીયોમાં કટરીના એરિયલ પાયલેટસ નામની એકસરસાઈઝ કરતી જોવા મળી. ફિટનેસને લઈને એના જુનુનને જોતા આલિયા ભટ્ટ પણ એક વખત કહી ચુકી છે કે જિમના અનુશાસનના મામલામાં કટરીનાનો સામનો કરવો કઠિન છે. તમને જણાવી દઈએ કે, કટરીનાએ અમુક સમય સુધી આલિયાને ટ્રેન પણ કરી છે.

હાલમાં જ કટરીનાએ ફિલ્મ ભારતના સેટથી પણ એક ફોટો શેર કર્યો છે. કટરીના આ ફોટામાં કર્લી વાળોમાં જોવા મળી રહી હતી.

થગ્સ ઓફ હિન્દોસ્તા અને ઝીરોની નિષ્ફળતા પછી કટરીનાને હવે પોતાની ફિલ્મ ભારત પાસે ઘણી આશાઓ છે. ફિલ્મ ભારતમાં કટરીના સલમાન ખાન સાથે કામ કરી રહી છે.

અલી અબ્બાસ જફરના નિર્દેશન માં બની રહેલી ફિલ્મ ‘ભારત’ થીયેટરમાં ૫ જૂનએ રીલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું બજેટ અંદાજે ૬૦ કરોડ રૂપિયા છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૪માં રીલીઝ થયેલ સાઉથ કોરિયન ફિલ્મ ‘ઓડ ટૂ માઈ ફાદર’ નું હિન્દી રીમેક છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment