કસુરી મેથીનું સેવન મહિલાઓ માટે વરદાનથી કમ નથી, જાણો તેના 5 ફાયદાઓ વિશે…

90

તમારા અમારા આપણા સૌના રસોડામાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જે ફક્ત ખાવાના સ્વાદમાં જ વધારો કરતી નથી પણ તમારા આરોગ્ય માટે પણ રામબાણ ઈલાજ સાબિત થાય છે. અને તેમાની એક ચીજ છે કસુરી મેથી. તમારા રસોડામાં આ કસુરી મેથીનો ખાવાનું બનાવતી વખતે તેનો કેટલીય વાર ઉપયોગ કર્યો હશે. પણ તમે એ વાતથી બે ખબર અજાણ હશો કે કસુરી મેથીનું સેવન કરવાથી તમારા શરીરનું સ્વાસ્થ્ય ખુબજ સારી રીતે જળવાય છે. આયુર્વેદમાં કસુરી મેથીને એક મહત્વપૂર્ણ ઔષધી માનવામાં આવે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કસુરી મેથીના સેવનથી થતા ફાયદાઓ વિશે.

પેટમાં થતા ઈન્ફેકશનથી બચાવે છે

કસુરી મેથી તમને પેટને સંબંધિત બીમારીઓમાં કવચનું પ્રદાન કરે છે. જેથી તેને તમારા ખાવાનો જરૂર એક ભાગ બનાવો. પેટની સાથે સાથે તે હૃદય, ગેસ્ટ્રીક અને આંતરડાની સમસ્યામાં પણ રાહત અપાવવામાં મદદરૂપ થાય છે.

બાળકને સ્તનપાન બ્રેસ્ટફીડ કરાવતી મહિલાઓને લાભદાયક

જે મહિલાઓ બાળકને સ્તનપાન બ્રેસ્ટફીડ કરાવતી હોય તેમના માટે પણ કસુરી મેથી ખુબજ ફાયદાકારક રહે છે. કસુરી મેથીમાં એક પ્રકારનું કમ્પાઉન્ડ આવેલું છે. આ કમ્પાઉન્ડ સ્તનપાન કરાવતી મહિલાઓના બ્રેસ્ટમિલ્ક વધારવામાં ખુબજ મદદ કરે છે.

લોહીની ઉણપમાં ફાયદાકારક

મોટાભાગે મહિલાઓમાં સામાન્ય રીતે એનીમીયાની ફરિયાદ સમાન જોવા મળે છે. તેને દુર કરવા માટે તમે તમારા ડાયેટમાં ફક્ત થોડોક ફેરફારકરીને સારું કરી શકો છો. આ મુશ્કેલીમાંથી રાહત મેળવવા માટે કસુરી મેથીને તમારા ડાયેટમાં શામિલ કરો. તેનાથી તમારા શરીરમાં રહેલ લોહીની કમી દુર થાય છે અને આરોગ્ય સારું રહે છે.

હોર્મોન્સની અનિયમિતતાને કંટ્રોલ કરે છે

હોર્મોન્સની અનિયમિતતાને કારણે કે ચેન્જને કારણે તમારા શરીરમાં કેટલાય પ્રકારની સમસ્યાઓ ઉભી થાય છે. તેવા સમયે આ કસુરી મેથી હોર્મોન્સની અનિયમિતતાને કંટ્રોલ કરવામાં ખાસ મદદરૂપ થાય છે. જેથી આજથી જ હોર્મોનલની હોર્મોન્સની અનિયમિતતાને કંટ્રોલ કરવ માટે તમારા ડાયેટ ચાર્ટમાં કસુરી મેથીનો સમાવેશ કરી દો.

લોહીમાં સુગરના પ્રમાણને સમતોલ રાખવામાં મદદરૂપ

મેથી તમને ડાયાબીટીસ જેવી ગંભીર બીમારીથી બચાવવામાં પણ મદદરૂપ થાય છે. આ માટે તમારે ફક્ત એક નાની ચમચી જેટલા મેથીના દાણાને દરરોજ સવારે એક ગ્લાસ પાણીની સાથે પીવા જોઈએ. આમ કરવાથી તમને ડાયાબીટીસની તકલીફમાં ખાસ રાહત મળશે. સંશોધન કર્તાઓનું એવું માનવું છે કે કસુરી મેથી એક પ્રકારના ટાઈપ 2 ડાયાબીટીસની તકલીફમાં લોહીમાં શુગરના સ્તરને કંટ્રોલકરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment