લોહીથી લથપથ થયો દૂધ અને કેસરનો બગીચો, સ્વર્ગ બન્યું નર્ક – વાંચો રસપ્રદ માહિતી…

38

આતંકી હુમલા પછી ધાન્ય, દૂધ અને કેસરથી સુંગધથી મહેકતું પુલવામા લોહીથી રંગાઈ ગયું છે. ૪૦ ભારતીય જવાનની કુરબાની પછી કશ્મીરનું સ્વર્ગ કહેવામાં આવનારું પુલવામામાં દુઃખનું વાતાવરણ છે. શ્રીનગરથી લગભગ ૪૦ કિલોમીટરની અંતરે સ્થિત ૩૨૩ ગામવાળો આ જીલ્લો પ્રાકૃતિક સુંદરતા, મંદિર અને એતિહાસિક મુગલ રોડ માટે પણ ઓળખાય છે.

ઓયલ સીડ, ચારો, કેસર અને દૂધના ઉત્પાદનના કારણે પુલવામા જીલ્લાનું દેશની અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન છે. લગભગ ૦.૩૦ લાખ હેક્ટર ક્ષેત્રમાં બુઆઇની જાતિ છે. જમીન બહુજ ઉપજાઉ હોવાના કારણે બીજા રાજ્યોના બરાબરીમાં સૌથી વધુ છે. જીલ્લામાં પંપોર, કાકાપોડા અને પુલવામા બ્લોકમાં મોટા ભાગે કેસરની ખેતી કરવામાં આવે છે.

જીલ્લો સફરજન, બદામ, અખરોટ, ચેરી જેવા ફળો અને ડ્રાયફ્રુટની ખેતી માટે પણ ઓળખવામાં આવે છે. કેસરના વધતા ઉત્પાદનને જોતા કશ્મીરમાં કેસરની ખેતીને પુલવામાથી કાઢીને રાજ્યના ૧૮ જીલ્લામાં લઇ જવા માટે નેશનલ સૈફરન મિશનની શરૂઆત થઇ હતી પરંતુ આ માત્ર બે જીલ્લા સુધી જ પહોચી શકી છે. છેલ્લા થોડાક વર્ષોથી સિંચાઈના સાધનો અને વરસાદના અછતના લીધે ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

પુલવામા જીલ્લાના બે સૌથી મહત્વપૂર્ણ જીલ તસર અને મર્સાર છે. તસર અને મર્સાર નાગાબરન ગામથી લગભગ ૩ કિમી અને ૫ કિલોમીટરના અંતરે સ્થિત છે.

આ અવંતેશ્વર મંદિર છે. તેના સિવાય પાયેર મંદિર, અવંતેશ્વર મંદિર, દ શ્રાઈન ઓફ શાહ હમદેન, દ શ્રાઈન ઓફ સૈયદ હસન માંતાકયું શામિ, જામા મસ્જીદ સોપીયાન અને અસર શરીફ પણ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેંદ્ર છે.

ઘાટીમાં સપ્લાય થવાવાળું ૫૦ ટકા દૂધનું ઉત્પાદન અહિયાં થાય છે. જીલ્લામાં ગાયોની ૨૫૦૦ નસલ હાજર છે. લગભગ એક લાખ ૧૬ હજાર ગાય છે જેના કારણે જીલ્લો દુધના ઉત્પાદનમાં આગળ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “Dealdil.com”

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment