CRPFના કાફલાના 40 જવાન શહીદ, વિસ્ફોટક ભરેલી ગાડીથી હુમલો… ભારતના ઇતિહાસનો સૌથી ઘાતક હુમલો…

37

જમ્મુથી શ્રીનગર જઈ રહેલી CRPF ની ૭૦ ગાડીઓના કાફલા પર કાશ્મીરના પુલવામાં આતંકીઓએ ઘાતક હુમલો કર્યો છે. અધિકારીઓ એ જણાવ્યાં મુજબ હુમલામાં ૪૦ જવાનો શહીદ થઈ ગયા, સાથે અનેક ઘાયલ પણ થયા છે. આ કાફલામાં ૨૫૦૦ જવાન સામેલ હતા. “જૈશ-એ-મોહમ્મદે” હુમલાની જવાબદારી લીધી છે.

આદિલ ૨૦૧૮ માં જૈશમાં સામેલ થયો…

જૈશના આતંકી આદિલ અહેમદ ઉર્ફે વકાસ કમાન્ડોએ ગુરૂવાર બપોરે ૩.૧૫ ના સમયે ફિદાયીન હુમલો કર્યો. તેને  ગાડીમાં વિસ્ફોટક ભરી રાખ્યો હતો. જેવો CRPF નો કાફલો લેથપોરાથી પસાર થયો કે આતંકીઓએ પોતાની ગાડી જવાનોથી ભરેલી બસ સાથે અથડાવી. ઓક્ટોબર ૨૦૦૧ માં કાશ્મીર વિધાનસભા અને જાન્યુઆરી ૨૦૦૪ માં સુરક્ષા દળોએ કાફલા પર આ જ પ્રકારે જ હુમલો કર્યો હતો. પુલવામાનાં કાકાપોરાનો રહેવાસી આદિલ ૨૦૧૮ માં જૈશમાં સામેલ થયો હતો.

જે બસને નિશાન બનાવી તેમાં ૩૯ જવાનો સવાર હતા…

એક અધિકારીએ જણાવ્યું કે કાફલો સવારે ૩.૩૦ વાગ્યે જમ્મુથી રવાના થયો હતો અને સાંજ થતાં પહેલાં શ્રીનગર પહોંચવાનો હતો. ઘાટી પરત ફરનારાઓની સંખ્યા વધારે હતી, કેમ કે છેલ્લાં કેટલાંક દિવસોમાં હવામાન ખરાબ હોવાથી હાઈવે પર ભીડ હતી નહી અને કેટલાંક પ્રશાસનિક કારણો પણ હતા. સામાન્ય રીતે આવા કાફલામાં એક વખતમાં એક હજાર જવાનો હોય છે. પરંતુ આ વખતે સંખ્યા ૨,૫૪૭ હતી. આ કાફલામાં રોડ ઓપનિંગ પાર્ટી અને બખ્તરબંધ આતંક વિરોધી ગાડીઓ પણ સામેલ હતી. જે બસને હુમલામાં નિશાન બનાવવામાં આવી તે ૭૬ મી બટાલિયનની હતી અને તેમાં ૩૯ જવાન સવાર હતા. ફોરેન્સિક અને બોમ્બ નિષ્ણાંત ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

૭ દિવસ પહેલા ઈન્ટેલિજન્સ એજન્સીઓએ આપ્યું હતું એલર્ટ…

અફઝલ ગુરુની વરસી એટલે કે ૮ ફેબ્રુઆરીએ ઈન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં આઈઈડી પ્લાન્ટનું એલર્ટ પણ આપવામાં આવ્યું હતું. આ એલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં આતંકી સેનાનાં ડિપ્લોયમેન્ટ અને તેમના આવવા જવાના રસ્તા પર આઈ. ઈ. ડી. થી હુમલો કરી શકે છે. સેનાને એલર્ટ કરતાં ઈન્ટેલિજન્સ એજન્સીઓએ કહ્યું હતું કે, એરિયાને સેન્સિટાઈઝ કર્યા વગર તે વિસ્તારમાં ડ્યૂટી પર જવું નહી.

શહાદત બેકાર નહીં જાય “પીએમ નરેન્દ્ર મોદી…

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “પુલવામામાં CRPF જવાનો પરનો હુમલો ધૃણિત છે. જવાનોની શહાદત બેકાર નહીં જાય. સમગ્ર દેશ જવાનોના પરિવારની સાથે ઊભો છે.” કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે પુલવામા હુમલાની ટ્વીટ કરીને નિંદા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે આ હુમલાથી તેઓ ઘણા દુઃખી છે. શહીદોનાં પરિવારો પ્રત્યે દુખની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ઘણા લોકોએ આ હુમલા પર સોશયલ મીડિયાનાં આધારે તેમનો આક્રોશ અને દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment