કમજોર છે તમારા બાળકની યાદશક્તિ તો આવી રીતે વધારો, તમારા માટે છે આ 5 ટીપ્સ…

255

બાળકોને કઈક શીખડાવવા માટે જરૂરી છે તેની યાદશક્તિ સારી હોય. જો તેની યાદશક્તિ કમજોર હશે તો તે કઈ પણ નવી વસ્તુ શીખી શકશે નહિ અથવા મોડેથી શીખી શકશે. યાદશક્તિ ઓછી હોવાથી અભ્યાસ પર પણ અસર પડે છે. એટલા માટે જરૂરી છે કે બાળકોની યાદશક્તિ વધારવા આમતે કઈ ઉપાય વિચારવામાં આવે. તો આવો જાણીએ તે ક્યાં ઉપાયો છે જેનાથી બાળકોની યાદશક્તિને વધારી શકાય છે.

તેની સાથે વાત કરો

બાળકો સાથે ખુબ વાતો કરો અને પૂછો કે તેના સ્કુલમાં શું થયું હતું અથવા તેના દોસ્તોનું નામ શું છે. જો તમે ક્યાય પણ બહાર ફરવા જાઓ તો ઘરે આવીને તેને તે જગ્યા વિશે પૂછો. એવામાં તમાં બાળક પાછલી વાતોને યાદ કરશે અને તે વાતોમાં કઈક ને કઈક કહાનીઓ જરૂર બનાવતો રહેશે અને તેના મગજને સક્રિય રાખવામાં મદદ કરશે.

મનમાં ચિત્ર બનવવાનુ કહો

કોઈ પણ પાઠને યાદ કરવામાં જો તમારા બળને પરેશાની થઇ રહી છે તો તેને બતાવો કે જયારે પણ તે કઈ પાઠ વાંચે તો તેનું મનમાં ચિત્ર વિચારો. આવું કરવાથી તમારા બાળકોને તે પાઠ યાદ રહેશે અને જલ્દી નહિ ભૂલે.

બાળકોને કહો કે તમને ભણાવે

પોતાના બાળકોને કહો કે તે નાની નાની વાતો શીખવે જેમ કે ઘટના અથવા કોઈ અન્ય વિષયનો કોઈ પાઠ જે તે ઈચ્છે તે ભણાવે. આવું કરતા સમયે ધ્યાન રાખો કે તે ઉંચા અવાજમાં બોલો. આ આદતોથી નિશ્ચય જ તમારા બાળકની યાદશક્તિ વધશે અને તમારુ બાળક ભણવામાં અવ્વલ રહેશે.

રંગોના માધ્યમથી ભણાવો

બાળકોને જે પણ ભણાવો તેને અલગ અલગ રંગોથી અંડર લાઈન કરી દો. આ પ્રકારથી તમારું બાળક રંગોના માધ્યમથી પાઠને યાદ રાખો. આ રંગોમાં પણ એવા રંગોનો ઉપયોગ કરો જેણે તેમાં કઈક શીખવા મળે જેમ કે ખાસ પક્ષીના રંગ બતાવવાની સાથે જ તેની સાથે જોડાયેલો પાઠ પણ તેને યાદ રહી જશે.

બધુજ એકી સાથે ન ભણાવો

તમારે એવું ક્યારેય પણ ન વિચારવું જોઈએ કે બાળક બધુજ એક દિવસમાં યાદ કરી લેશે. થોડું થોડું શીખવવાથી વાતો તેના મગજમાં વધારે આવશે. કોઈ પાઠને યાદ રાખવા માટે સારી રીત છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment