કળયુગમાં જો આ 6 ચીજો કોઈ પાસે હોય તો તે વ્યક્તિ બની જાય છે મહાન ભાગ્યશાળી, જાણો રસપ્રદ માહિતી…

30

જેને પાંચમો વેદ કહેવામાં આવે છે તે મહાભારત ગ્રંથના દરેક પાત્રોની એક ખાસ અલગ વિશેષતા રહેલી છે. ઉદાહરણ તરીકે, કોઈની પાસે દસ હજાર હાથી જેટલું બળ હત્ય તો કોઈની પાસે તેજ મગજ અને કુટનીતિ,તો કોઈ વેદો શાસ્ત્રો અનેઅને ધર્મનીતિના જ્ઞાતા હતા. દરેકને પોતપોતાના આવા જુદા જુદા ગુણોને લીધે તેમને સમાજમાં આગવું સ્થાન મળ્યું હતું. મહાભારતના આ દરેક પાત્રોમાંથી એકનામ એવું છે જેમની બુદ્ધિમત્તા અને અને જ્ઞાનને આજે પણ લોકો પૂજે છે.

મહાત્મા વિદુરજીને નીતીશાસ્ત્રના મહાન જ્ઞાની અને દૂરંદેશી માનવામાં આવે છે. વિદુરજીને વેદો અને શાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન હતું. તેમની નીતિ આજે પણ લોકોને સાચો રસ્તો બતાવવામાં કામ આવે છે. વિદુરજીના કહેવા મુજબ 6 એવી ચીજો છે, જે કોઈની પાસે હોવાથી તે વ્યક્તિ સંસારનું દરેક સુખ ભોગવી શકે છે. આ6 ચીજોને મેળવનાર વ્યક્તિને જ હકીકતમાં ભાગ્યશાળી કહેવામાં આવે છે. તો ચાલો, આજેઅમે તમને જણાવીએ કે એવી કઈ 6 ચીજો છે કે જે કોઇપણ વ્યક્તિની પાસે હોવાથી તે ઇન્સાનનું ભાગ્ય ચમકી ઉઠે છે, અને તે વ્યક્તિ આ પૃથ્વી પરના દરેક સુખને ભોગવી શકે છે ? જાણીએ આ 6 ચીજો વિષે.

૧.) જ્ઞાન

વિશ્વમાં મનુષ્ય પાસે એક જ્ઞાન જ એવુ ધન કે સંપતિ છે જેની કોઈ ચોરી કરી શકતું નથી અને ઈચ્છતા હોવા છતાં તેનો ભાગ પાડી શકાતો નથી. ”न चोर हार्यम न च राज हार्यम, न भात्रू भाज्य न च भारकारी l व्यये कृते वर्धनम विद्या धनं महा धनं ll”એટલે કે જેની ચોર લોકો ચોરી કરી શકતા નથી કે કોઇપણ રાજા (બળજબરીથી) તેને લઇ જઈ શકતો નથી. ન ભાઈઓ તેમાં ભાગ પડાવી શકે છે કે ન તો તે ભાર રૂપ છે. જેમ જેમ તેનો ઉપયોગ એટલે કે વપરાશ થાય તેમ તેમ તેમાં વધારો થાય તેવું વિદ્યા ધન એટલે કે જ્ઞાન એ જ મહાધન છે.

એટલા માટે જ શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન એકજ એવી વસ્તુ છે કે જે ઈન્સાનનું સૌથીમોટું ધન છે દોલત છે પૂંજી છે. વ્યક્તિ જ્યાં પણ જાય હંમેશા જ્ઞાન તેની સાથે જ રહે છે. જેથી વિપરીત પરિસ્થિતિમાં પણ તે એક હથિયારની માફક કામ આવે છે.હકીકતમાં, અત્યારના સમયમાં જ્ઞાન જ વ્યક્તિ માટે આવકનું સૌથી મોટું સાધન બની ગયું છે. જે વ્યક્તિ પાસે જ્ઞાનનો ભંડાર હોય છે તે જ્ઞાનનો ઉપયોગ કરીને તે નિર્ધનમાંથી ધનવાન બની શકે છે.

હા, એ વાત જુદી છે કે આવક મેળવવા માટે જ્ઞાનનો સદ્ઉપયોગ થવાને બદલે દુરઉપયોગ વધારે થાય છે.

૨.) આવકનો મુખ્ય સ્ત્રોત

હાલના વર્તમાન સમયમાં દરેક વ્યક્તિને પોતાની અને તેના ઘર પરિવારની જરૂરીયાતો પૂરી કરવા માટે આવકના સાધનને કે માધ્યમોને એકત્રિત કરવા પડે છે. જે વ્યક્તિ પાસે આવકના સાધનો નથી હકીકતમાં તે વ્યક્તિ દુરભાગ્યશાળી કહેવાય છે. અને આવી વ્યક્તિને જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓનો કે મુશ્કેલીઓનો  સામનો કરવો પડે છે. નિર્ધન વ્યક્તિએ બીજા પાસે મજબુતીથી અને લાચારીથી હાથ લંબાવવો પડે છે. ક્યારેક બીજા કોઈ પાસે હાથ લંબાવવા છતાં તેમની જરૂરીયાત પ્રમાણે મળતું નથી ત્યારે તે વ્યક્તિએ ખોટો માર્ગ પસંદ કરવો પડે છે. પરિણામ સ્વરૂપ જીવનમાં તે વ્યક્તિ પાસે પસ્તાવા સિવાય કંઈપણ બચતું નથી.

૩.) મીઠી અને મધુર વાણી

વિદુર નીતિ અનુસાર જે સ્ત્રી કે પુરુષ કે બંને મીઠું મધુર બોલે છે તે તેના પર માં સરસ્વતીની કૃપા અને આશીર્વાદ મળતા રહે છે. શાસ્ત્રોમાં પણ એવી માન્યતા છે કે વાણીમાં માં સરસ્વતીનો વાસ છે. એમ કહેવાય છે કે ખરાબ અને કવેણ કે કડવા શબ્દો બોલનાર લોકોના સ્વભાવ પણ તેમની ભાષાની માફક ખરાબ બની જાય છે. મધુર વાણી બોલનાર મનુષ્ય પોતાની જરૂરીયાતને કોઈની તૃષ્ણા તરફ રૂપાંતરિત કરી શકે છે. વિદુરજીના કહેવા મુજબ જે વ્યક્તિ મધુર વાણીના સ્વામી છે તેને ભાગ્ય પણ સાથ આપે છે.

૪.) સ્વસ્થ આરોગ્યમય શરીર

કોઇપણ રોગ થવાથી મનુષ્યનું શરીર કમજોર પડી જાય છે. બીમાર વ્યક્તિની માનસિક અને શારીરિક શક્તિઓ નષ્ટ થઇ જાય છે. તેના કારણે તે વ્યક્તિ કોઇપણ કામ સારી રીતે કરી શકતા નથી. વારંવાર બીમાર પડનાર વ્યક્તિનું સંચિત ધન એટલે કે તેની બચત મૂડી પણ વપરાઈ જાય છે. પણ જો મનુષ્ય નીરોગી હોય તો તે ખરેખર ભાગ્યશાળી ગણાય છે. પૃથ્વી પરના દરેક સુખ પર ભરી પડે ચી વ્યક્તિની નીરોગી કાયા એટલે કે શરીર. જે વ્યક્તિ રોગોથી મુક્ત છે તે પૃથ્વી પરના તમામ સુખોને ભોગવી શકે છે.

૫.) સારા આચરણવાળી સ્ત્રી

એમ કહેવાય છે કે એક સફળ વ્યક્તિની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. જો ધારે તો એક સ્ત્રી સામાન્ય ઘરને સ્વર્ગ પણ બનાવી શકે છે અને સમૃદ્ધ ઘરને નર્ક પણ બનાવી શકે છે. સારો સ્વભાવ અને સારા આચરણવાળી સ્ત્રી ઘરના આખા માહોલને આનંદિત અને પ્રફુલ્લિત બનાવી શકે છે.આ કારણથી ઘરમાં સુખ સમૃધી અને પ્રેમ હંમેશા રહે છે. જે વ્યક્તિની પાસે આવી ધર્મપત્ની હોય તે હકીકતમાં ભાગ્યશાળી હોય છે. આ ગુણો ધરાવતી સ્ત્રી પરિવારને સાથે રાખીને ચાલવામાં વિશ્વાસ રાખે છે. તેના આ ગુણોને લીધે ઘર પરિવારમાં એકતા કાયમાં જળવાઈ રહે છે. સારા આચરણ ઘર પરિવારમાં લક્ષ્મી સમાન હોય છે. અને તેના કારને ઘરમાં ધન ઐશ્વર્ય અને પ્રેમ કાયમ બની રહે છે.

૬.) વિવેકી અને આજ્ઞાકારી સંતાન

દરેક દંપતીની ઈચ્છા હોય છે કે તેમનું સંતાન આજ્ઞાકારી વિવેકી અને કુળનું નામ રોશન  કરે કુળને ઉજાળે તેવું હોય. વિદુરજીએ આજ્ઞાકારી સંતાનની સરખામણી એવા સુગંધિત પુષ્પની સાથે કરી છે કે જે આખા બગીચાને પોતાની સુગંધથી ભરી દયે છે. પણ જો સંતાન આજ્ઞાકારી ન હોય તો સમસ્ત કુળનો નાશ કરે છે. પણ જો જેનું સંતાન આજ્ઞાકારી હોય છે તે ખરેખર સુખી અને સૌભાગ્યશાળી હોય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment