કાળા હોઠોને ગુલાબી બનાવા માટે અપનાવો આ ૫ જાદુઈ ટીપ્સ

39

હોઠોનું કાળું થવું સામાન્ય સમસ્યા થઇ ગઈ છે. પ્રદુષણના સિવાય ધુમ્રપાન પણ હોઠોનું કાળા થવાનું મુખ્ય કારણ છે. સિગરેટ સ્વાસ્થ્યની સાથે સાથે તમારી સ્કીન માટે પણ ઘાતક સાબિત થઇ શકે છે. સીગરેટમાં હાજર નિકોટીન અને ટાર તમારી બોડીની   સ્કીનને ઘણું નુકસાન પહુચાડે છે. તેના સિવાય સિગરેટની ગરમીથી તમારા હોઠ બળવા લાગે છે. તેના કારણે તમારા હોઠ કાળા પડવા લાગે છે, જેનાથી કોઈ પણ તમારા હોઠોને જોયને એ જાણી શકે છે કે તમે ધુમ્રપાન કરો છો. એવામાં અમે તમને જણાવીએ છીએ કે તમે કેવી રીતે પોતાના હોઠોને કાળા થતા અટકાવી શકો છો.

હોઠોને કાળા થતા રોકવા માટે પિંક અનારનો જ્યુસ ઘણો લાભદાયક સાબિત થઇ શકે છે અને તમારા હોઠોનો નેચરલ પિંક કલર પાછો આવી શકે છે. તેના માટે તમે એક ચમચી અનારનો જ્યુસ લો અને પોતાના હોઠો પર લગાવી લો પછી અડધો કલાક સુધી રાખી મુકો. તેના પછી ફ્રેશ પાણીથી ધોઈ નાખો.

પોતાના હોઠોનો ગુલાબી રંગ પાછો લાવવા માટે પોતાના ટુથબ્રશનો ઉપયોગ કરી શકો છો. તેના માટે પોતાના હોઠો પર થોડુક પેટ્રોલીયમ જેલી લગાડો અને પછી પાચ મિનીટ સુધી હોઠો પર હળવું હળવું બ્રશ ઘસો. તેના પછી પોતાના હોઠ ધોઈ નાખો અને પેટ્રોલીયમ જેલી અથવા દેસી ઘીથી મોઈસ્ચરાઈજ કરો.

લીંબુ અને ખાંડના સ્ક્રબ દ્વારા તમે પોતાના હોઠોનો રંગ પાછો મેળવી શકો છો. લીંબુ ઉત્તમ પ્રાકૃતિક બ્લીચીંગ એજેંટ છે અને ખાંડ બધીજ મૃત ત્વચા કોશિકાઓને બહાર કાઢવામાં મદદ કરે છે. તેના માટે એક ચમચી ખાંડમાં લીંબુનો રસ ભેળવો. આ પેસ્ટનો ઉપયોગ પોતાના હોઠોને એક્સફોલીએટ કરવા માટે સ્ક્રબના સ્વરૂપે કરો. તાજા પાણીથી સાફ કર્યા પહેલા થોડીક મિનીટ માટે એક પરિપત્ર ગતીમાં સારી રીતે સ્ક્રબથી હોઠોને માલીશ કરો. તેનાથી તમારા હોઠોનો રંગ પાછો આવી શકે છે.

ગ્લીસરીન અને લીંબુ પૈક દ્વારા પણ પોતાના હોઠોનો રંગ પાછો મેળવી શકો છો. ગ્લીસરીન પોતાના મોઈસ્ચરાઈજ ગુણો માટે ઓળખાઈ છે. જયારે ગ્લીસરીનને લીંબુના રસની સાથે ભેળવામાં આવે છે તો તે તમારા ગુલાબી રંગને તમારા હોઠો પર પાછો લાવવામાં મદદ કરે છે. તમે ગ્લીસરીન અને લીંબુના રસના બે બરાબર ભાગોને ભેળવો અને આ પૈકને પોતાના હોઠો પર લગાવો. તમે પોતાના હોઠોને સાફ પાણીથી ધોયા પછી નરમ અને નમીથી ભરપુર મહેસુસ કરશો

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment