કાન પાસે જ શા માટે ગણગણે છે મચ્છર ?

28

અનેક વાર તમારી સાથે પણ એવું બન્યું હશે કે તમે કોઈ કામ કરતા હો અને તે કામમાં તમે ખુબ જ મશગુલ હો ત્યાં અચાનક ક્યાંકથી આવીને મચ્છર તમારા કાન પાસે આવીને ગણગણાટ કરવા લાગે તો ચોક્કસપણે કામ પરથી તમારું પૂરેપૂરું ધ્યાન કામ પરથી હટીને મચ્છરને શોધીને મારવામાં લાગી જાય છે. પણ શું તમે જાણો છો કે મચ્છર કાન પાસે આવીને જ શા માટે ગણગણે છે ? મચ્છરનો ગણગણાટ સાંભળતા જ કોઇપણ વ્યક્તિ કા તો પરેશાન થઇ જાય છે અથવા તો ગુસ્સાથી લાલ થઇ જાય છે.

તમે પણ ચોક્કસ અનુભવ કર્યો હશે જ કે મચ્છર હંમેશા કાન પાસે આવીને શા માટે ગણગણાટ કરે છે? હદ તો ત્યારે થાય છે કે તેનો ગણગણાટ કોઇપણ વ્યક્તિની સહનશક્તિની હદની બહાર થઇ જાય છે. પણ આવું શા માટે થાય છે ? આ પ્રશ્નનો જવાબ ભાગ્યે જ તમને જાણવામાં હશે ! હકીકતમાં મચ્છરનો આ અવાજ તેની પાંખોના ફડફડાટથી થતો અવાજ છે.

મચ્છરની પાંખો પણ અન્ય નાના કીટકોની માફક નાની નાની હોય છે. આકારણથી જ જયારે મચ્છર ઉડતા હોય છે ત્યારે પોતાની પાંખોને ઝડપથી ઉઘાડ બંધ કરે છે ત્યારે તેની પાંખોનો આ ગણગણાટ આપણને સંભળાય છે. જો કે આ અવાજ આપણને દુરથી સંભાળતો નથી. જેથી લોકોને એમ લાગે છે કે મચ્છર તેમના કાન પાસે આવીને જ ગણગણાટ કરે છે. પણ હકીકતમાં તેવું નથી મચ્છર જયારે પણ ઉડતો હોય છે ત્યારે તેની પાંખોના ફડફડાટથી ગણગણાટ થતો જ હોય છે.

કેટલાય એવા વૈજ્ઞાનિકો છે કે જેમનું માનવું છે કે, ખરેખર તો મચ્છરો તેની પાંખોના ફડફડાટથી જે ગણગણાટ કરે છે તેનો મુખ્ય આશય તેના નર જાતિને કે નારી જાતિને એટલે કે તેના પાર્ટનરની તલાશ કરવાનો હોય છે. પોતાના તરફ આકર્ષિત કરવામાં તેની પાંખોનો આ ગણગણાટ મદદ કરે છે.

દરેક વ્યક્તિ મચ્છરના ગણગણાટના આ અવાજથી અલગ અલગ રીતે સંવેદનશીલ અને પ્રભાવિત થતા હોય છે. ક્યારેક એવું પણ બને છે કે ફક્ત એક બે મચ્છરને બદલે એક સાથે કેટલાય મચ્છર ગણગણાટ કરતા તમારા કાન પાસે આવીને ઉડવા લાગે છે ત્યારે એકસાથે મચ્છરના ગણગણાટની ફ્રિકવન્સી એટલી તેજ થઇ જાય છે કે આ વાઈબ્રેશનનો અનુભવ તે ફક્ત તમારા કાનના પળદાને જ નહિ પણ મગજના સુચના તંત્ર પર પણ એક વિશેષ પ્રભાવ પડે છે.

તમને એક ખાસ વાત જણાવી દઈએ કે,મચ્છરનો આ ગણગણાટ સ્પર્શની સુચના આપતા તંત્રને પણ ઉત્તેજિત કરવાનું કામ કરે છે. જેનો અવાજ સંભાળતા જ વ્યક્તિ ઝણઝણાટી અનુભવવા લાગે છે. મચ્છરનો આ ગણગણાટ મચ્છરના ડંખ જેટલો જ અનુભવ કરાવે છે. અને આ કારણથી જ મચ્છરોનો ગણગણાટ સાંભળતા જ કોઇપણ વ્યક્તિ તુર્તજ તેની પ્રતિક્રિયા આપવા લાગે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

 

Leave a comment